પુષ્પા એ તો ગામ ગાંડુ કર્યું / જુઓ સુરત પોલીસ અને મનપાને ખુલ્લી ચેલેન્જ આપી સુરતી પુષ્પાએ, જાણો ક્યાંથી થઇ આખેઆખા ચંદનના ઝાડની ચોરી

ટોપ ન્યૂઝ સુરત

સુરત(Surat): શહેરમાં અવારનવાર અનેક ચોરીના કિસ્સાઓ તો સામે આવતા જ રહે છે. પરંતુ ગઈ કાલે સુરતના ચોક બજાર(Chowk Bazaar) સ્થિત આવેલા ગાંધીબાગ(Gandhibagh)માં ફિલ્મી ઢબે પુષ્પા(Pushpa) સ્ટાઈલમાં ચંદન(Theft of sandalwood)ના બે વૃક્ષ કાપીને ચોર ચોરી કરી ગયા હતા. અજાણ્યા ઈસમો દ્વારા આ ચોરીને અંજામ આપવામાં આવ્યો છે.

ગાંધીબાગમાં થયેલ ચંદનના વૃક્ષની ચોરીને કારણે SMC પર પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે. સુરત મહાનગરપાલિકા દ્વારા વર્ષે સિક્યુરિટી પર કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવે છે તેમ છતાં પણ તસ્કરો ચોરી કરીને નાસી જાય છે.

પહેલી વાર નહિ અગાઉ પણ કેટલીક વાર ગાંધીબાગમાં ચંદનની ચોરી કરવામાં આવી છે. નવાઈની વાત તો એ છે કે, બાગમાં 30 જેટલા સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે. ચોરીના ચાર જેટલા દિવસો વીતી જવા છતાં પણ મનપાએ પોલીસ ચોપડે ફરિયાદ નોંધાવવાને બદલે મુક પ્રેક્ષક બનીને બેસી રહી હોય તેવું લાગી રહ્યું છે.

ત્યારે આ પ્રકારની ચોરી થવાને કારણે સુરતમાં ફિલ્મ પુષ્પાના હીરોની જેમ એન્ટ્રી કરીને ચોરી કરી ગયો હોય તે પ્રકારના મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે. ત્યારે હવે સુરત મહાનગરપાલિકા ક્યારે આ ચોરી અંગે ફરિયાદ નોંધાવે તે તો આગામી સમયમાં જોવું જ રહ્યું.

( વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://youtu.be/JkS5oie7IO8 )


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.