ખૂનખરાબા ક્યારે બંધ થશે? / સુરતમાં ખુલ્લેઆમ ડબલ મર્ડર, પાંડેસરામાં બે વેપારીઓને 5 મિનિટમાં પતાવી દીધા, એક ને તો એવી જગ્યાએ ચપ્પુ માર્યું કે જાણીને હેરાન થઇ જશો : VIDEO

સુરત ટોપ ન્યૂઝ

સુરતમાં હવે પોલીસનો ભય રહ્યો નથી તેવું લાગી રહ્યું છે, પાંડેસરા વિસ્તારમાં બે વેપારીપર 10-15 ચપ્પુના ઘા મારી ક્રૂરતા પૂર્વક હત્યા કરવામાં આવી.

સુરતમાં પાંડેસરા તેરે નામ ચોકડી નજી બે વેપારીઓ પર જીવલેણ હુમલો કરી 5 મિનિટમાં ચપ્પુના 10-15 ઘા મરાતા 10 કલાકમાં બન્નેના મોત નીપજ્તા પોલીસ દોડતી થઈ ગઈ છે. હુમલાખોરોએ ભોળા નામના ઇસમની છાતી પર બેસી ઘા માર્યા હોવાનું સામે આવ્યું છે. ભોળા અને પ્રવીણ હત્યા કેસમાં સંડોવાયેલા હત્યારા બે પૈકી એકના ભાઈ સામે 4 હત્યા કેસ ચાલી રહ્યા હોવાનું અને તડીપાર હોવા છતાં સુરતમાં જ પડ્યો પાથર્યો રહેતો હોવાનું મરનારના મિત્રોએ જણાવ્યું છે.

નામ ન લખવાની શરતે એક મિત્રએ જણાવ્યું હતું કે ઘટના શનિવારની રાતની છે. ભોલા ઉર્ફે શિવ શકર સુભાષચંદ્ર જેસવાલ (ઉ.વ. 32, રહે. પાંડેસરા રાધે શ્યામ નગર), પ્રવીણ બાબુલાલ સોલંકી (ઉ.વ. 22, રહે. ગાયત્રી નગર, પાંડેસરા) બન્ને મિત્રો બંટી શુકલા સાથે ઉભા હતા. ત્યારે અચાનક બાઇક ઉપર આવેલા બે ઈસમોએ પ્રવીણ પર જીવલેણ હુમલો કરી ઉપરા ઉપરી ઘા માર્યા હતા. ભોળાભાઈ બચાવવા જતા એની પીઠ પર 3 ઘા મરાયા, જમીન પર પડી જતા છાતી પર બેસીને ઘા મારી હુમલાખોરો ભાગી ગયા હતા.

ડાબેથી મૃતક ભોળો અને પ્રવીણ.
(ડાબેથી મૃતક ભોળો અને પ્રવીણ.)

વધુમાં જણાવ્યું હતું કે જાહેરમાં થયેલા આ હુમલા બાદ ભોલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. બન્નેને નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાતા ભોળાને મૃત જાહેર કરાયો હતો. જ્યારે પ્રવીણનું લીવર ફાટી જતા લોહી નીકળી જવાથી ઓપરેશનમાં લેવાતા જ સવારે 5 વાગે મોત નીપજ્યું હતું. પ્રવીણ રાજસ્થાનનો રહેવાસી અને ભોળાભાઈ ઉત્તર પ્રદેશના રહેવાસી હતા.

વધુમાં જણાવ્યું હતું કે ભોળાભાઈ સાબુના હોલસેલ વેપારી અને સીઝનલ વેપાર સાથે સંકળાયેલા હતા. ચાર વર્ષના લગ્નગાળામાં કોઈ સંતાન ન હતું. પત્ની, એક ભાઈ, બહેન અને માતા-પિતા સાથે રહેતા હતા. જ્યારે પ્રવીણ રાજસ્થાનનો રહેવાસી અને કરીયાણાની દુકાન અને ગેસ બોટલની એજન્સી હોવાનું જાણવા મળ્યું છે. બન્નેને પતાવી દેવાના આયોજન સાથે જ હુમલો કરાયો હતો.

વધુમાં જણાવ્યું હતું કે ભોળા અને પ્રવીણ હત્યા કેસમાં સંડોવાયેલા આરોપીના ભાઈ ઉપર ચાર હત્યા કેસ ચાલી રહ્યા છે. તડીપાર હોવા છતાં સુરતમાં ખુલ્લેઆમ ફરે છે અને ગોરખધંધાઓ સાથે સંકળાયેલા છે. બન્ને મિત્રોની નિમર્મ હત્યા સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. પાંડેસરા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.