‘પુષ્પા રાજ’ જુકેગા નય સાલા / ગુજરાતમાં પુષ્પાની જેમ ખુલેઆમ ખેર લાકડાની દાણ ચોરી કરતા પોલીસે રંગે હાથ ઝડપ્યા, જુઓ પછી કસ્ટડીમાં લઈને હાલ બેહાલ કર્યા

ગુજરાત ટોપ ન્યૂઝ

ગુજરાતમાં પુષ્પાની જેમ ખુલેઆમ ખેર લાકડાની દાણ ચોરી થઇ રહી છે. આવી જ એક ઘટના વલસાડ જિલ્લાને અડીને આવેલા દાદરા નગર હવેલીની ક્રાઈમ બ્રાન્ચની ટીમને મળેલી બાતમીના આધારે એક ટેમ્પાને અટકાવી ચેક કરતા ટેમ્પોમાંથી 18 લાખની કિંમતનો ખેરના લાકડાનો જથ્થા મળી આવ્યો હતો. જેથી પોલીસે ટેમ્પો ચાલકને ઝડપી પાડ્યો હતો, તેમજ જંગલના કિંમતી લાકડાની દાણચોરી અટકાવવામાં દાદરા નગર હવેલીની ક્રાઈમ બ્રાન્ચની ટીમને મહત્વની સફળતા મળી હતી.

પોલીસને આઃઈઈટ મળી હતી કે, દાદરા નગર હવેલી નજીક એક વ્યક્તિ ટેમ્પામાં 18 લાખના ખેર લાકડા લઇ જઈ રહ્યા છે. જેના આધારે ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે ખેરના 11 ટન લાકડા ભરેલો ટેમ્પો કબજે કર્યો છે અને એક આરોપીને ઝડપી પાડ્યો છે. સૂત્રો અનુસાર દાદરા નગર હવેલીના SP હરેશ્વર સ્વામીના દિશાનિર્દેશમા સેલવાસ ક્રાઇમ બ્રાન્ચની ટીમ સેલવાસ રિંગ રોડ ઉપર ટેમ્પો નંબર MH-04-JK-9286ને અટકાવી ચેક કરતા ટેમ્પો માંથી પાસ પરમીટ વગરના 11 ટન ખેરના લાકડાનો જથ્થો મળી આવ્યો હતો. 11 ટન ખેરના લાકડા ગેરકાયદેસર રીતે મહારાષ્ટ્ર તરફ લઇ જવાઈ રહ્યો હોવાનુ જણાઈ આવ્યું હતું.

રાજભરની ક્રાઈમ બ્રાન્ચની ટીમે પ્રાથમિક પૂછપરછ કરતા ટેમ્પો ચાલક શિવકુમાર ગાળા ફક્ત એટલું જ બોલતો રહ્યો કે, ટેમ્પોમાં ખેરના લાકડા હોવાની વાત મને ખબર નથી. આ ટેમ્પો શિવકુમારને કોઈએ જણાવેલ એડ્રેસ પર મૂકી આવવા જણાવ્યું હતું. તેણે ઝણાવ્યું હતું કે તેને એ નથી ખબર કે આ ટેમ્પોમા શુ ભર્યું છે.

અત્રે નોંધનીય છે કે, આરોપી ચાલક પવઈ મુંબઈનો રહીશ છે ટેમ્પો તેમજ ખેરના લાકડા અંદાજીત રૂ. 18 લાખની કિંમતનાં છે. પોલીસ વિભાગે મુદ્દામાલ ઝડપી દાદરા નગર હવેલી વન વિભાગને કેસ સોંપ્યો છે. વન વિભાગની સાથે સેલવાસ પોલીસે ખેરના લાકડાની તસ્કરીની વધુ માહિતી મેળવી આગળની તપાસ હાથ ધરી છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *