કર્ણાટકના શિવમોગા જિલ્લામાં રવિવાર રાતે 9 વાગ્યે બજરંગ દળના એક કાર્યકર્તાની ચાકુ મારી હત્યા કરાઈ છે. 26 વર્ષના આ યુવકનું નામ હર્ષા છે. હત્યા પછી શિવમોગામાં સ્થિતિ ભારેલા અગ્નિ જેવી થઈ ગઈ છે. શિવમોગા શહેરના સીગેહટ્ટી વિસ્તારમાં કેટલાંક અસામાજિક તત્ત્વોએ ઉપદ્રવ પણ કર્યો હતો. ઉપદ્રવ દરમિયાન ઘણાં વાહનોને આગ પણ લગાવાઈ હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને સ્થિતિને કાબૂમાં કરી હતી. પ્રારંભિક તપાસમાં પોલીસ આને હિજાબ વિવાદ સાથે જોડીને જુએ છે, કારણ કે હર્ષાએ પોતાની ફેસબુક પોસ્ટ પર હિજાબ વિરુદ્ધમાં અને ભગવા શાલના સમર્થનમાં પોસ્ટ કરી હતી. વધતી હિંસાને કારણે શિવમોગામાં બે દિવસ માટે સ્કૂલ-કોલેજ બંધ કરાઈ છે.
કર્ણાટકના ઉડ્ડપીમાં જ્યારે હિજાબ વિવાદ સામે આવ્યો હતો ત્યારથી બજરંગ દળ ઘણું સક્રિય છે. આવામાં બજરંગ દળના કાર્યકર્તાની હત્યાને પોલીસ ષડયંત્રના ભાગરૂપે જુએ છે. જોકે પોલીસ હાલ કંઈ કહ્યું નથી.
કર્ણાટકના રુરલ ડેવલપમેન્ટ અને પંચાયત રાજ્ય મંત્રી કેએસ ઈશ્વરપ્પાએ હત્યા કેસમાં ચોકાવનાર નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે બજરંગ દળના કાર્યકર્તાના મોતથી ઘણો દુ:ખી છું. હર્ષાની હત્યા મુસ્લિમ ગુંડાઓએ કહી છે. અમે ગુંડાગીરીને ચાલવા નહીં દઈએ.
રાજ્યના ગૃહમંત્રી અરાગા જ્ઞાનેન્દ્ર મૃતક યુવકના પરિવારને મળવા પહોંચ્યો હતા. તેમણે કહ્યું કે 4-5 યુવકોએ આ યુવકની હત્યા કરી છે. આ હત્યા પાછળ કયા સંગઠનનો હાથ છે તે હાલ કહી શકાય તેમ નથી. હાલ કાયદાની સ્થિતિ નિયંત્રણમાં છે. સુરક્ષાના ભાગરૂપે બે દિવસ સ્કૂલ-કોલેજ બંધ કરાઈ છે.
સ્ફોટક સ્થિતિને કારણે સુરક્ષા વધારાઈ
કર્ણાટકમાં ચાલી રહેલા હિજાબ વિવાદને લઈને સ્થિતિ ઘણી સ્ફોટક છે. આવામાં આ હત્યાથી સ્થિતિ વગડશે એવી આશંકા વ્યક્ત કરાઈ છે. હાલ પોલીસ એલર્ટ છે. સમગ્ર રાજ્યમાં સુરક્ષા સઘન બનાવાઈ છે.
હિન્દુ સંગઠનોએ હિજાબ વિવાદ કર્યો
બજરંગ દળ સહિત ઘણાં હિન્દુ સંગઠનો હિજાબ સાથે સ્કૂલોમાં એન્ટ્રીનો વિરોધ કરી રહ્યા છે. આ પહેલાં કર્ણાટકના કોપામાં સરકારી સ્કૂલમાં વિદ્યાર્થીઓએ ભગવો ખેસ પહેરીને હિજાબનો વિરોધ કર્યો હતો. આરોપ હતો કે સ્કૂલે વિદ્યાર્થીઓને ભગવો ખેસ પહેરીને આવવાની પરવાનગી આપી હતી અને મુસ્લિમ વિદ્યાર્થિનીઓને હિજાબ પહેરીને ન આવવાનું કહ્યું હતું.
( વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://videos.bhaskarassets.com/2022/02/21/62-karnataka-bajrangdalpunita_1645416611/mp4/v360.mp4 )
આ પછી સ્કૂલે પોતાના આદેશમાં કહ્યું હતું કે 10 જાન્યુઆરી સુધી વિદ્યાર્થીઓ પોતાની ઈચ્છા અનુસાર પોશાક પહેરી શકે છે. આના વિરોધમાં વિદ્યાર્થીઓએ ભગવો ખેસ પહેરવાની શરૂઆત કરી હતી.
કોંગ્રેસનેતાએ વીડિયો જાહેર કરી કહ્યું-કાપી નાખીશું
હિજાબ વિવાદમાં કર્ણાટક કોંગ્રેસના એક નેતાનો વીડિયો વાઈરલ થયો હતો, જેમાં તેણે હિજાબનો વિરોધ કરનારને ધમકી આપી હતી અને કહ્યું હતું કે હિજાબનો વિરોધ કરનારના કાપીને ટૂકડા કરી દઈશું. પોલીસે કોંગ્રેસનેતા સામે કેસ નોંધ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
? અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. ?
? વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.?
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!