એ..એ..એ કરે ત્યાંતો ઘુસાડી દીધી / ભાવનગર જઈ રહેલી પેસેન્જર ભરેલી બસે કાબુ ગુમાવતા રહેણાક મકાનમાં ઘુસ્તા અફરાતફરી મચી, જુઓ ડ્રાઇવર ને પકડી જે હાલ કર્યો છે : જુઓ દર્દનાક વિડિઓ

ગુજરાત ટોપ ન્યૂઝ

35થી વધુ પેસેન્જરને લઈને મુંબઈથી ભાવનગર જતી બસનો અકસ્માત થયો

આણંદના બોરસદ તાલુકાના એક ગામમાં ખાનગી બસચાલકે ગફલતભરી રીતે બસ ચલાવી વહેલી પરોઢે એક સોસાયટીના ઘરમાં ઘુસાવી દીધી હતી, જેથી ભારે અફરાતફરી મચી ગઈ હતી. પેસેન્જર ભરેલી ખાનગી બસ મકાનમાં ઘૂસી ગઈ હતી. જોકે સદભાગ્યે કોઈ જાનહાનિ થઈ ન હોતી. આ ઘટનાને લઈ આસપાસના રહીશોએ હોબાળો મચાવ્યો હતો. જેથી પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને ડ્રાઈવરને ઝડપી લીધો હતો. હાલ આ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ડ્રાઈવર અને ગાડી-સંચાલકો વિરુદ્ધ કડક કાર્યવાહીની માગ
આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, બોરસદ રોડ પર આવેલા વહેરા ગામની સંસ્કાર સોસાયટીમાં વહેલી પરોઢે તમામ લોકો ગાઢ નિદ્રામાં હતા ત્યારે અચાનક મેહુલ ઈશ્વરભાઈ પટેલના ઘરમાં એક ખાનગી લકઝરી બસ ઘૂસી ગઈ હતી. 35થી વધુ પેસેન્જરને લઈને મુંબઈથી ભાવનગર જતી આ બસ અચાનક ઘરમાં ઘૂસી જતાં રહેણાક વિસ્તારના નાગરિકો અને પેસેન્જરોનો જીવ પણ જોખમમાં મુકાયો હતો. તેને લઈ ડ્રાઈવર અને ગાડી-સંચાલકો વિરુદ્ધ કડક કાર્યવાહીની માગ ઊઠી છે.

( વિડિઓ જોવા માટે  અહીં ક્લિક કરો : https://videos.bhaskarassets.com/2021/12/17/14-aanad-acident-govind1_1639728746/mp4/v360.mp4 )

સ્થાનિકોના જણાવ્યા મુજબ, દક્ષિણ ગુજરાત અને મુંબઈથી સૌરાષ્ટ્ર તરફ જતી અનેક ખાનગી બસો ડાભાસી ખાતે આવેલા ટોલનાકાની રકમ બચાવવા આવી રીતે અંતરિયાળ ગામમાંથી પેસેન્જરોનો જીવ જોખમમાં મૂકી પસાર થાય છે. ડભાસી ટોલ નાકે રકમ ભરવી ન પડે એ માટે વહેરા, કાવીઠા ગામ થઈ પેટલાદના માણેજ તરફ નીકળે છે.

બસ ઘરમાં ન ઘૂસી હોત તો ઈલેક્ટ્રિક ડીપીમાં અથડાતઃ સ્થાનિક ​​​
અન્ય એક સ્થાનિકે ગંભીર બાબત તરફ ધ્યાન દોરતાં જણાવ્યું હતું કે આ ખાનગી બસ જો આ ઘરમાં ન ઘુસાડી હોત તો ત્યાં નજીક જ આવેલી ઈલેક્ટ્રિક ડીપીમાં પટકાઈ હોત અને મોટી દુર્ધટના સર્જાઈ હોત. ટોલની રકમ બચાવવા અથવા અન્ય કારણોસર આ રીતે બસ ચલાવનારા બસસંચાલકો અને ડ્રાઈવરો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવી જોઈએ એવી માગ પણ સ્થાનિકોમાં ઊઠી છે. મહત્ત્વનું છે કે બોરસદ પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.