ચોંકાવનારી ઘટના / અહિયાં રાતોરાત લોકો થવા લાગ્યા જાડા-પાતળા, જુઓ પોલીસે તપાસ કરી તો થયો મોટો ઘટસ્ફોટ, જાણીને તમે પણ ચોંકી ઉઠશો

ટોપ ન્યૂઝ ઇન્ડિયા

સિવાનમાંથી દારૂની હેરાફેરીનો એક અનોખો કિસ્સો સામે આવ્યો છે, જેને જોઈને પોલીસ પણ આશ્ચર્યચકિત થઈ ગઈ છે. વાસ્તવમાં નેપાળ અને યુપી બોર્ડરથી આવતા જતા લોકો અચાનક જાડા અને પાતળા થઈ રહ્યા છે. પોલીસ આ લોકો પર નજર રાખી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર, યુપી જતી વખતે આ લોકો પાતળા દેખાય છે, પરંતુ ત્યાંથી આવતા સમયે તેમનું શરીર જાડું થઈ જાય છે. જ્યારે પણ જાડા શરીરની વ્યક્તિને રોકવામાં આવે છે, ત્યારે તેના આખા શરીરમાંથી દારૂ મળી આવે છે.

પોલીસનું કહેવું છે કે દારૂના દાણચોરો સવારે બોર્ડર ક્રોસ કરી જાય છે. પોલીસકર્મીઓની ફરજ સવારે બોર્ડર પર રહે છે, પરંતુ આ લોકો સાંજે પાછા ફરે છે, ત્યાં સુધીમાં પોલીસ કર્મચારીઓ બદલાઈ ગયા હોઈ છે. આ દરમિયાન આવી રીતે દારૂની હેરાફેરીનો આ ખેલ ચાલે છે. જયારે સાવરથી લઈને સાંજ સુધી એ જ જવાનોને ફરજ પર ઊભા કરી દીધા ત્યારે પોલીસને આખો મામલો સમજાયો હતો.

દાણચોરો યુપીથી બિહારમાં દારૂ લાવવા માટે પાતળા શરીરવાળા લોકોને પસંદ કરે છે. ત્યારબાદ તેના પેટ અને પીઠ પર દારૂની બોટલો અને પાઉચ ચોંટાડી તેના પર સેલો ટેપ લગાવી દેવામાં આવે છે. ત્યારબાદ મોટા કપડા પહેરાવી આવા લોકોને બોર્ડર ક્રોસ કરાવવામાં આવે છે. અને બિહાર આવીને દારૂનું વેચાણ કરે છે. આ દિવસોમાં પોલીસ ઢીલા-ફિટિંગ કપડાં પહેરેલા લોકોને નિશાને લઇ રહી છે. અને દરેક વખતે પોલીસને સફળતા મળી રહી છે.

યુવક યુપીમાં પ્રવેશી રહ્યો હતો ત્યારે તેનું શરીર પાતળું હતું, પરંતુ પરત ફરતી વખતે તે જાડો દેખાઈ રહ્યો હતો. શંકાના આધારે પોલીસે તેને રોક્યો હતો. ત્યાર બાદ તલાશી લેતા તેના શરીર પર ચોંટેલી દારૂની 27 બોટલો મળી આવી હતી. પોલીસે યુવકની ધરપકડ કરી હતી. પકડાયેલા યુવકનું નામ છોટુ જણાવવામાં આવી રહ્યું છે, જે ઘણા દિવસોથી દારૂની હેરાફેરી કરી રહ્યો હતો. પોલીસ આ મામલાની તપાસમાં લાગી ગઈ છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.