BIG BREAKING / ગાજિયાબાદમાં પ્રચારમાંથી પરત ફરી રહેલા ઓવૈસીના કાફલા પર પાંચ રાઉન્ડ ફાયરિંગ, જુઓ માંડ માંડ બચ્યા

ટોપ ન્યૂઝ ઇન્ડિયા

UPમાં અસદુદ્દીન ઓવૈસીની કાર પર ફાયરીંગથી હડકંપ મચી ગયો છે. આ ઘટના મેરઠના છિઝારસી ટોલ પ્લાઝા પાસે બની છે.

AIMIMના ચીફ અસદુદ્દીન ઓવૈસીના કાફલા પર ઉત્તરપ્રદેશમાં પાંચ રાઉન્ડ ફાયરિંગ થયું છે. તે હાપુડ જિલ્લાના પિલખુવાથી એક સભા કરીને ગાઝિયાબાદ તરફ પરત ફરી રહ્યાં હતા. ગાઝિયાબાદમાં ડાસના ટોલ પ્લાઝા નજીક તેમના કાફલ પર પાંચ ગોળીઓ ચલાવવામાં આવી છે. તેમની કારમાં ગોળીઓના નિશાન સ્પષ્ટ દેખાય છે. ઘટના પછી ઓવૈસીએ કહ્યું કે હું સુરક્ષિત છું.

 

ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી દરમિયાન એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. હકીકતમાં જોઈએ તો, યુપીમાં અસદુદ્દીન ઓવૈસીની કાર પર ફાયરીંગથી હડકંપ મચી ગયો છે. આ ઘટના મેરઠના છિઝારસી ટોલ પ્લાઝા પાસે બની છે. આ ઘટનાને લઈને અસદુદ્દીન ઓવૈસીએ જણાવ્યું હતું કે, મેરઠના કિઠૌરમાં એક ચૂંટણી કાર્યક્રમ પુરો કરીને દિલ્હી જઈ રહ્યા હતા. છિઝારસી ટોલ પ્લાઝા પાસે 2 લોકએ મારી ગાડી પર 3-4 રાઉન્ડ ગોળીઓ ચલાવી હતી. તે કુલ 3-4 લોકો હતા. મારી ગાડીના ટાયરમાં પંચર થઈ ગયું છે. ત્યાર બાદ હું ત્યાંથી બીજી ગાડીમાં માંડ માંડ નિકળી શક્યો હતો.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.