ગોરખનાથ મંદિરમાં હુમલો / અલ્લાહ-હુ-અકબરની બૂમ પાડી હથિયાર લઈને મંદિરમાં ઘુસી હુમલો કર્યો, જુઓ આ ગંભીર ષડયંત્રના પોલીસે કર્યા મોટા ખુલાસા : જુઓ વિડિઓ

ટોપ ન્યૂઝ ઇન્ડિયા

ગોરખનાથ મંદિરમાં હુમલાનો અંદાજે 34 સેકન્ડનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો કારમાં બેઠેલી એક વ્યક્તિએ બનાવ્યો છે. વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે હુમલાખોરના હાથમાં ધારદાર હથિયાર છે અને આસપાસના લોકો દોડી રહ્યા છે. સાંજે અંદાજે 7 વાગ્યા ને 20 મિનિટે PAC જવાન પર હુમલો કરવામાં આવ્યો હતો. સુરક્ષામાં તહેનાત પોલીસ ઘટનાસ્થળેથી ભાગી ગયા હતા.

મંદિરમાં મુખ્ય પશ્ચિમ ગેટથી લઈને પરિસરની અંદર સુધી 15 મિનિટ સુધી આ શંકાસ્પદ વ્યક્તિએ હોબાળો કર્યો હતો. મંદિર સુરક્ષામાં તહેનાત પોલીસકર્મીઓ તેના ડરથી ભાગી ગયા હતા. જોકે અંતે અનુરાગ નામના એક પોલીસકર્મીની સમજણને કારણે તે પકડાઈ ગયો હતો.

એડીજી લો એન્ડ ઓર્ડરે કહ્યુ કે, સાંજે 7 કલાકે ગેટ નંબર એક પર એક વ્યક્તિએ પોલીસકર્મીઓ પર હુમલો કર્યો અને ધાર્મિક નારા લગાવ્યા. બે જવાનો ગોપાલ ગૌડ અને અનિલ પાસવાનને ગંભીર ઈજા થઈ છે. ત્યાં રહેલ પોલીસકર્મીઓએ તે વ્યક્તિ પર કાબુ મેળવી લીધો અને તેની ધરપકડ કરવામાં આવી છે. તેની પાસે જે વસ્તુ મળી છે તેનાથી લાગે છે કે આ ગંભીર ષડયંત્રની તૈયારી હતી. અમે લોકો તેનાથી ઇનકાર ન કરી શક્યે કે આ આતંકી ઘટના નહોતી. એટીએસની ટીમ ત્યાં ગઈ છે. જે દસ્તાવેજ મળ્યા છે તે સનસનીખેજ છે.

તેમણે કહ્યું કે ગોરખપુર પોલીસ સ્ટેશનમાં આ કેસ દાખલ કરવામાં આવ્યો છે. હવે શાસન દ્વારા તમામ મહત્વપૂર્ણ સંસ્થાઓની સુરક્ષા યોજનાની સમીક્ષા કરવામાં આવી છે. ત્યાં વધુ પદ મંજૂર કરવામાં આવ્યા છે. આ સમીક્ષા હેઠળ ગોરખનાથ મંદિર, અયોધ્યા, વારાણસી, મથુરા અને અન્ય મહત્વપૂર્ણ ઇમારતોની સમીક્ષા કરવામાં આવી છે. જો તે વ્યક્તિ અંદર પહોંચ્યો હોત તો શ્રદ્ધાળુઓને નુકસાન થઈ શકતું હતું. સ્થિતિ બેકાબૂ થઈ શકતી હતી. અધિકારીઓએ સંયમ સાથે આરોપીની ધરપકડ કરી છે.

એડીજી લૉ એન્ડ ઓર્ડર પ્રશાંત કુમારે જણાવ્યું હતું કે આરોપી અહમદ મુર્તજા પાસેથી જે વસ્તુઓ મળી છે એ જોતાં લાગે છે કે બહુ મોટા પાયે કાવતરું ઘડવામાં આવ્યું હતું. જે દસ્તાવેજો મળ્યા છે એ ઘણા વિવાદાસ્પદ છે. એ વાતથી ઈનકાર ના કરી શકાય કે આ આતંકી ઘટના નહોતી. એટીએસ અને એસટીએફને તપાસ સોંપવામાં આવી છે.

એસીએસ (ગૃહ) અવનીશ અવસ્થીએ જણાવ્યું હતું કે બે પીએસી અને એક પોલીસ જવાન હુમલામાં ઘાયલ થયા છે. તેમણે બહાદુરીથી હુમલાને નિષ્ફળ બનાવ્યો છે. જો હુમલાખોરે મંદિરમાં પ્રવેશ કરી લીધો હોત તો તે ભક્તોને નુકસાન પહોંચાડત. આ ત્રણેય બહાદુર જવાનને 5-5 લાખ ઈનામની જાહેરાત કરવામાં આવી છે.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પહોંચશે ગોરખપુર
સાંજે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ગોરખપુર પહોંચવાના છે. અહીં SSP-STF અભિષેક ગોરખપુર પહોંચી ગયા છે. તેમણે ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે. તેમની સાથે જ નવા ADG-ATS નવીન અરોરા પણ સાંજ સુધીમાં ગોરખપુર પહોંચી જશે. CM યોગી સાથે ACS ગૃહ અવનીશ અવસ્થી પણ અહીં પહોંચવાના છે. કાયદો અને વ્યવસ્થાને લગતી યોગી અહીં એક મહત્ત્વની બેઠક કરશે એવી શક્યતા છે.

આરોપી હાથમાં હથિયાર લઈને ગોરખનાથ મંદિર અને પોલીસ સ્ટેશનના સામેવાળા રસ્તા પર દોડતો હતો. પબ્લિક અને પોલીસ તેને દોડતા જોતા હતા. આ દરમિયાન આરોપીએ અલ્લાહ-હુ-અકબરનો નારો લગાવ્યો હતો અને બૂમો પાડી પાડીને પોલીસકર્મીને અપીલ કરતો હતો કે હું ઈચ્છું છું કે તમે લોકો મને ગોળી મારી દો.

શંકાસ્પદ આરોપી અહમદ અબ્બાસી શહેરના પ્રખ્યાત ડૉ. અબ્બાસીના પરિવારનો સભ્ય છે. તે અહીં અબ્બાસી નર્સિંગ હોમ પરિસરમાં જ પરિવારની સાથે રહે છે. ATS પરિવારની સાથે સાથે બાકી લોકોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.

( વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://videos.bhaskarassets.com/2022/04/04/74-new_1649066996/mp4/v360.mp4 )

SSP ડૉ. વિપિન ટાડાએ જણાવ્યું હતું કે મોડી રાતે ATSએ તપાસ સંભાળી લીધી છે. ATS અને પોલીસ ટીમ હુમલાખોર અહમદ મુર્તજા અબ્બાસીના ઘરે પહોંચી છે. તેના પિતા અને અન્ય પરિવારજનોની પૂછપરછ શરૂ કરી છે. ATS તેના વિદેશી કનેક્શન પણ તપાસી રહી છે.
આરોપી પાસે પાસપોર્ટ હતો કે નહીં, ક્યારેય વિદેશ ગયો છે કે નહીં એ વિશે પૂછપરછ કરવામાં આવી રહી છે. એ ઉપરાંત તેના મોબાઈલ અને લેપટોપના IP એડ્રેસથી વિદેશી લોકો સાથે વાતચીત અને ફંડિગ વગેરેની તપાસ કરવામાં આવી રહી છે.

રવિવારની સાંજે અહમદ મુર્તજા 7 વાગે ગોરખનાથ મંદિરના ગેટ પર પહોંચ્યો હતો. તેને જોઈને સુરક્ષામાં તહેનાત PAC જવાન ગોવિંગ ગૌડ અને અનિલ પાસવાનને તેના પર શંકા થઈ હતી. જવાનોએ તેને ચેકિંગ માટે રોક્યો ત્યારે તેણે હથિયાર કાઢીને હુમલો શરૂ કરી દીધો હતો.

પોલીસકર્મી અનિલ સાથી ગોવિંદને બચાવવા આવ્યો ત્યારે અબ્બાસીએ તેના પર પણ હુમલો કરી દીધો હતો. બંને જવાન પર હુમલો થતાં જોઈને ગેટની અંદર ડ્યૂટી પર તહેનાત સિપાહી-જવાન અનુરાગ રાજપૂત ઈંસાસ રાઈફલની સાથે પહોંચ્યો તો આરોપી ભાગવા લાગ્યો હતો. ગેટ પર હાજર મંદિરના કર્મચારીઓએ આરોપીને દોડીને પકડી લીધો હતો.

પૂછપરછમાં ખબર પડી કે આરોપી રવિવારે સવારે જ મુંબઈથી ગોરખપુર આવ્યો હતો. તેની પાસે ધારદાર હથિયાર અને લેપટોપ જપ્ત કરવામાં આવ્યું છે. ઘાયલ જવાનોને ગોરખનાથ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.