રંગીન મિજાજના સ્વામીજીનો બે મહિલા સાથેની પ્રેમલીલાની પાંચ ઓડિયો ક્લિપ આવી બહાર, જુઓ આવી રીતે ભાંડો ફૂટ્યો

ગુજરાત ટોપ ન્યૂઝ

સોખડા સ્વામિનારાયણ સંપ્રદાયના આનંદસાગર સ્વામીની ભગવાન શિવજી વિશે એલફેલ બોલ્યાનો વીડિયો ફરતો થયાના પડઘા હજુ સમ્યા નથી ત્યાં વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીજીની મહિલા સાથે બીભત્સ વાતો કરતા હોવાની કથિત ઓડિયો ક્લિપ ફરતી થતા વધુ એક વિવાદ સામે આવ્યો છે.

આ ઓડિયો ક્લિપ રાજકોટના ભૂપેન્દ્ર રોડ સ્વામિનારાયણ મંદિરના પૂર્વ કોઠારી સંત વિવેકસાગર સ્વામીની હોવાનું માનવામાં આવે છે. જુદી જુદી પાંચ ઓડિયો ક્લિપમાં સ્વામી એક યુવતી અને એક મહિલા સાથે વાતો કરતા જણાય છે. કથિત ઓડિયો ક્લિપમાં સ્વામી મહિલા સાથે મંદિરે આવવાની, સવારે ફોન કરવાની, આ ઉપરાંત કેટલીક બીભત્સ વાત પણ કરતા જણાય છે.

કુલ પાંચ ક્લિપમાં એક યુવતી અને એક મહિલા સાથે સ્વામી વાત કરતા હોવાની ક્લિપ ફરતી થતા મોટો વિવાદ થયો છે. સામાન્ય રીતે સ્વામિનારાયણ સંપ્રદાયના કોઈપણ સ્વામી મહિલાનું મોં પણ જોતા નથી. ત્યારે આ ઓડિયો ક્લિપ સામે આવતા હરિભક્તોમાં ભારે રોષની લાગણી જોવા મળી છે.

જોકે ઓડિયો ક્લિપ જૂની હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. છતાં આ સ્વામી સામે હરિભક્તોમાં અનેક સવાલો ઊઠી રહ્યાં છે. આ મારો અવાજ નથી, આમાં મારો કોઈ રોલ નથી. જેણે આ ક્લિપ ફરતી કરી છે તેમાં મારો અવાજ નથી તેથી ફરિયાદ કરવાનો કોઈ પ્રશ્ન નથી પરંતુ અમારી સામે કોઈ ફરિયાદ કરશે તો તેને અમે જવાબ આપીશું.

અમારી સાથે રાગદ્વેષથી આ કૃત્ય કરાયું છે. અમે બહેનો સાથે વાત પણ કરતા નથી. અમને પણ એકબીજા મારફત દબાવવાના પ્રયાસ કરવામાં આવે છે. અમારા વિકાસના કામોની ઈર્ષાથી આવું કરવામાં આવી રહ્યું છે. અમે બહેનો સાથે વાત પણ કરતા નથી. અમને પણ એકબીજા મારફત દબાવવાના પ્રયાસ કરવામાં આવે છે.

અમારા વિકાસના કામોની ઈર્ષાથી આવું કરવામાં આવી રહ્યું છે.ભૂપેન્દ્ર રોડ મંદિરે હતા ત્યારે પણ કરોડોના કામ થયા, વિદ્યાર્થીઓની પાઠશાળા ફ્રીમાં ચલાવીએ છીએ. આ કામ પરત્વે કોઈને કોઈની જોડે જોડીને અમારી સાથે આવું કરવામાં આવે છે. – વિવેકસાગર સ્વામી, વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાય

જે તે સંપ્રદાયમાં માનતા અનુયાયી ભક્ત આવી ક્લિપ બાબતે સમાજમાં ખોટો સંદેશ જાય અને લોકોને ધર્મ બાબતે વિચારતાં કરી મૂકે છે. આ પ્રકારના બનાવોમાં ધર્મપ્રેમી અને જાગૃત નાગરિક આ બાબતે અરજી અને જરૂર જણાય તો ફરિયાદ કરી શકે છે કે, આવી ક્લિપ ફરતી થઇ હોય તો તે સંપ્રદાયના અનુયાયીઓ પણ લાગણી દુભાઈ હોવાની કે સમાજમાં આવા પ્રતિષ્ઠિત વ્યક્તિ જ આવું કરે તો સમાજમાં ખોટો સંદેશ જાય, ખરાબ અસર ઉપજે તેવી અરજી કે ફરિયાદ કરી શકે છે. – ગૌતમભાઈ દવે, એડવોકેટ


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *