ઓમિક્રોનના ખતરા વચ્ચે સરકારના તાયફા / ગુજરાતીઓમાં ગભરાટ પણ સરકારને રાજકીય તાયફાની ચિંતા, સરકાર વાઇબ્રન્ટ ગુજરાતમાં વ્યસ્ત, જુઓ હવે આ મોટો કાર્યક્રમ કરીને ઓમિક્રોનને આપશે આમંત્રણ

ગુજરાત ટોપ ન્યૂઝ

એમિક્રોન વેરિયન્ટે ગુજરાતમાં દસ્તક દીધી છે ત્યારે ફરી વાર કોરોનાની લહેર આવે તેવી શક્યતાએ જોર પકડયું છે. જોકે, નવા વેરિયન્ટે દેખા દીધી હોવા છતાંય લોકો બેખોફ બનીને માસ્ક વિના બજારોમાં ફરી રહ્યા છે. લોકોની આવી બેદરકારી કોરોનેને આમંત્રણ આપી રહ્યા છે. બીજી બાજુ, આરોગ્ય વિભાગમાં પણ જાણે નિષ્ક્રિય બન્યું છે. પોલીસ પણ સરકારના આદેશની રાહ જોઇને બેઠું છે. જે વેરિયન્ટથી સમગ્ર દુનિયા ચિંતિત છે તે એમિક્રોન વેરિયન્ટે આખરે ગુજરાતમાં પ્રવેશ કરી લીધો છે. નવા વેરિયન્ટની એન્ટ્રીને કારણે ગુજરાતમાં લોકોમાં ગભરાટનો માહોલ પ્રવર્તી રહ્યો છે. લોકોમાં ત્રીજી લહેર આવશે તેવી આશંકા પ્રબળી નહી રહી છે ત્યારે બીજી બાજુ, રાજ્ય સરકારનું આખે આખુ તંત્ર વાઇબ્રન્ટ ગુજરાત સમિટ યોજવા વ્યસ્ત બન્યું છે.

રાજ્ય સરકાર અને ભાજપ સંગઠન જાણે કોરોનાએ ગુજરાતમાંથી વિદાય લીધી હોય તેવું પ્રસ્થાપિત કરી રહ્યા છે. દિવાળી બાદ જિલ્લા મથકોએ ચાલી રહેલાં ભાજપના સ્નેહ મિલનમાં હજારોની ભીડ એકત્ર કરવામાં આવી રહી છે. રેલી યોજી શક્તિ પ્રદર્શન કરવામાં આવી રહ્યુ છે. આ ઉપરાંત પાટનગર ગાંધીનગરમાં ય મહાત્મા મંદિર ખાતે વાઇબ્રન્ટ ગુજરાત સમિટની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ગુજરાત સરકારનુ આખુય તંત્ર ઉંધા માથે છે. અત્યારે તો બધીય કામગીરી છોડી મોટાભાગના વિભાગના અધિકારીઓ વાઇબ્રન્ટ ગુજરાત સમિટના કામે લાગ્યા છે.

નવા વેરિયન્ટના ગુજરાત આગમન બાદ લોકોમાં ડરનો માહોલ ફેલાયો છે ત્યારે નવી સરકારને ય જાણે સરકારી તાયફા યોજવાનો મોહ લાગ્યો છે. નિષ્ણાત તબીબોનો મતે છેકે, નવો વેરિયન્ટ ખુબ જ ઝડપથી ફેલાય છે.

એટલુ ંજ નહીં, ડેલ્ટા વેરિયન્ટ કરતાં ખતરનાક છે. આ જોતાં હાઇરિસ્ક દેશોમાંથી ડેલિગેટ્સ ગુજરાત આવે તે જોખમી પુરવાર થઇ શકે છે. અત્યારે તો વિદેશના લોકોને આમંત્રણ આપવું એટલે કોરોનાને ખુલ્લું નોતરૂં આપવા બરાબર છે. કોરોનાથી સતર્ક રહેવાની જરૂર છે. નમસ્તે ટ્રમ્પ વખતે પણ લોકોએ શંકા સેવી હતી તેમ છતાંય સરકારે મોટેરા સ્ટેડિયમમાં હજારોની ભીડ એકત્ર કરી હતી.

ર બાદ કોરોનાની બીજી લહેરે ગુજરાતમાં આતંક મચાવ્યો હતો જેમાં લોકોએ જાન ગુમાવ્યા હતાં. માંડ માંડ ગુજરાતનુ આર્થિક તંત્ર પાટે ચડયું છે ત્યારે ફરી એકવાર સરકાર જ બેધારી નીતિ અપનાવી રહ્યું હોય તેમ લોકોને લાગી રહ્યું છે જેમ કે, હાઇરિસ્ક દેશોમાંથી આવતા મુસાફરો પર સરકાર બાજનજર રાખી રહી છે જયારે ખુદ ભાજપ સરકારના જ આઇએએસ સહિત અન્ય અધિકારીઓ ફ્રાન્સ, જાપાન, નેધરલેન્ડ સહિતના દેશોમાં વાઇબ્રન્ટ ગુજરાત સમિટનો પ્રચાર કરવા રોડ-શો કરી રહ્યા છે. નવા વેરિયન્ટે દેખા દેતા લોકોને જીવની પડી છે ત્યારે ગુજરાત સરકારને રાજકીય તાયફા ઉજવવાની પડી છે. કોરોના વકરશે તેવી ચિંતા કરવાને બદલે સરકારને વાહવાહી લૂંટવાનો રસ જાગ્યો છે.

નવા વેરિયન્ટની એન્ટ્રી પછી ય લોકો બેખોફ, માસ્ક વિના ફરી રહ્યા છે : બજાર, મોલ, શોપિગ સેન્ટર સહિતના સ્થળોએ લોકો માસ્ક વિના જોવા મળી રહ્યા છે તેમ છતાંય કોઇ રોકનાર નથી. ચાની કીટલીઓ પર પણ એટલી જ ભીડભાડ જામી રહી છે. દિવાળીના તહેવારો બાદ સરકારે છુટછાટ આપતાં લોકો બેખોફ બન્યા છે. વાઇબ્રન્ટ ગુજરાત સમિટને પગલે સરકાર વધુ કડકાઇ દાખવવા ઇચ્છતી નથી.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.