અરરર / સુરતમાં આ જગ્યાએ મળે છે એવી પાણીપુરી કે જોઈને છોકરીઓ તો છી…છી..છી… કરવા લાગશે : વિડિઓ જોઈને આંખે અંધારા આવી જશે

ટોપ ન્યૂઝ સુરત

પાણીપુરી એ ખાવાની એક એવી વસ્તુ છે જેના વિશે વિચારતા જ તમારા મોઢામાં પાણી આવી જતું હશે. ત્યારબાદ મન ભરીને પાણીપુરી ખાવાની ઈચ્છા થતી હોય છે. ભારતમાં લોકોને પાણીપુરી ખુબ જ ભાવતી હોય છે. એ હદે ભાવતી હોય છે કે લોકો તેના માટે લાઈન લગાવે છે. છોકરીઓને તો ખુબ જ પસંદ હોય છે.

વાયરલ થયો વીડિયો
પણ અહીં તમને એક એવી પાણીપુરી વિશે જણાવીશું જે જાણીને તમારી આંખો પહોળી થઈ જશે. તમારા માટે વિશ્વાસ કરવું મુશ્કેલ થશે કે આખરે આવું કઈ રીતે શક્ય બની શકે. પાણીપુરીમાં જાત જાતના પ્રયોગો થતા રહે છે. આવો જ એક પ્રયોગ સુરતના દુકાનદારે પાણીપુરી સાથે કર્યો છે. આ પ્રયોગ જોઈને તમારું માથું ભમી જશે.

વાત જાણે એમ છે કે એ દુકાનદાર પાણીપુરીમાં ઈંડા નાખીને લોકોને સર્વ કરી રહ્યો છે. આ અજીબોગરીબ કોમ્બિનેશનને કેટલાક લોકો પસંદ કરી રહ્યા છે. જો કે આ પાણીપુરીનો વીડિયો જોઈને કેટલાક લોકો ભડકી પણ ગયા છે. સોશિયલ મીડિયા પર ભડકેલા યૂઝર્સે તો એટલે સુદ્ધા કહી દીધુ કે આ પાણીપુરી જોઈને ઉલટી આવી રહી છે.

પાણીપુરીમાં નાખે છે ઈંડાની જરદી
વીડિયોમાં જોઈ શકાય છે કે દુકાનદાર મોટી કડાઈમાં તેલ નાખે છે. પછી તેમાં કાપેલી ડુંગળી, લીલા મરચા, ટામેટા અને પછી છેલ્લે બે ઈંડાની જલદી નાખીને તેમા થોડો મસાલો ભેળવવામાં આવે છે. ત્યારબાદ તેને સાંતળીને દુકાનદાર સ્ટ્ફ મેશ કરી ગ્રેવી તૈયાર કરે છે અને તેને એક વાડકીમાં મૂકે છે. પછી દુકાનદાર આ ગ્રેવીને પાણીપુરીમાં નાખીને તેના પર દહીં અને સેવ ભભરાવે છે. ત્યારબાદ લોકોને સર્વ કરી દે છે.

આ વીડિયો જોયા બાદ શાકાહારી લોકોને તો છોડો માંસાહારી લોકોને પણ ઉલટી આવી જાય. આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર ફૂડ બ્લોગર આશીષ શ્રીવાસ્તવે પોતાના એકાઉન્ટ foodie_on_enfield પર શેર કર્યો છે. આ વીડિયો જોયા બાદ લોકો દુકાનદાર પર ભડકી રહ્યા છે. એક યૂઝરે તો લખ્યું કે હવે પાણીપુરી ખાવાનું છોડવું પડશે.

પરંતુ સુરતના આ પાણીપુરી વાળાએ કેટલીક મહિલાઓનો પાણીપુરી ખાવાનો ટેસ્ટ જ બગાડી નાખ્યો છે, કારણ કે મોટાભાગે આપણે પાણીપુરીમાં બટાકા અને ચણાના માવા સાથે ખાઈએ છીએ, પરંતુ આ ભાઈ તો પાણીપુરીમાં ઈંડા વાપરે છે. જેને જોઈને નોનવેજ ના ખાનારી મોટાભાગની મહિલાઓને વીડિયો જોઈને ગુસ્સો આવી ગયો છે.

સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલા આ વીડિયોની અંદર જોઈ શકાય કે એક વ્યક્તિ તવા ઉપર તેલ ગરમ કરીને તેમાં ડુંગળી, ટામેટા અને મસાલો નાખીને ગ્રેવી બનાવે છે, તેમાં તે બે ઈંડાનો અંદરનો ભાગ પણ નાખે છે, અને આ ગ્રેવીને તે પાણીપુરીની અંદર ભરી દે છે, તેના બાદ તે પાણીપુરીમાં સફેદ દહીં જેવું દેખાતું પણ કંઈક નાખે છે.

જેના બાદ તે તવા ઉપર બોઈલ અને ચીઝ છીણી તેમાં ક્રીમ નાખીને વધુ એક ગ્રેવી બનાવીને પાણીપુરીમાં નાખે છે, આ ઉપરાંત તે પાણીપુરી ઉપર સેવ પણ નાખે છે અને પછી ગ્રાહકને ખાવા માટે આપે છે. વાયરલ વીડિયોની અંદર આ પાણીપુરી સુરતમાં કઈ જગ્યાએ મળે છે તેનું સરનામું પણ જણાવામાં આવ્યું છે, ઘણા એગ લવરને આ પાણીપુરી પસંદ આવી રહી છે તો ઘણા લોકોના મોઢા આ વીડિયોને જોઈને બગડી ગયા છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.