સોશિયલ મીડિયા પર એવા અનેક વીડિયો વાયરલ થઈ રહ્યા છે જેમાં કેટલાક લોકો સ્કૂટી ચલાવતી વખતે પડતા હોય છે કે પછી લોકોને નુકસાન પહોંચાડતા હોય છે. મોટાભાગે એવું જોવા મળ્યું છે કે ગાડી શીખતી વખતે એટલી સમજ નથી હોતી કે એક્સીલેટર કેવી રીતે કંટ્રોલ કરવું. જેના કારણે માત્ર ચલાવનાર જ નહીં પરંતુ શીખવાડનાર પણ અકસ્માતનો ભોગ બની જાય છે. ઈન્ટરનેટ પર છોકરીઓના સ્કૂટી ચલાવતા વીડિયો પણ વાયરલ થાય છે જેને લઈને ટ્રોલ પણ કરવામાં આવે છે. આવા અનેક વીડિયો સોશિયલ મીડિયા પર છે જેને જોયા બાદ તમે પણ દંગ રહી જશો. ટ્રોલર્સ આવી છોકરીઓને ‘પાપા કી પરી’ કહીને બોલાવે છે.
હાલ આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેને જોયા બાદ તમે પણ ચોંકી જશો. ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે એક છોકરી ઘરના આંગણામાં જ સ્કૂટી ચલાવતા શીખે છે. તે ગાડી પર બેઠી અને તેને ગાઈડ કરવા માટે તેના કાકા ત્યાં હાજર હતા. સ્કૂટીનું એક્સીલેટર ધીમી ધીમે વધારવાનું કહ્યું તો છોકરીએ ધ્યાન ન આપ્યું અને જેવું તેણે એક્સીલેટર ઘૂમાવ્યું કે સ્કૂટી બેકાબૂ બન્યું અને ઘરના આંગણામાં જ સ્કૂટી ઉછળીને કાકા ઊભા હતાં ત્યાં ઘૂસી ગયું. જો કે છોકરીને તો બહુ નુકસાન ન થયું પરંતુ કાકાને જરૂર નાની મોટી ઈજા થઈ હશે.
જેવું છોકરીના હાથમાંથી સ્કૂટીનો કંટ્રોલ ગયો કે તે કાકા ઊભા હતા ત્યાં ઘૂસી ગયું અને કાકા જમીન પર પડ્યા. સૌથી ચોંકાવનારી વાત એ છે કે સ્કૂટી પરથી પડનારી છોકરી હસવા લાગી ગઈ. જેના પર તેના કાકા નારાજ થતા પણ જોવા મળ્યા. વીડિયોમાં તેમના ચહેરા પર ગુસ્સો સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે. જો કે ત્યારબાદ તેમણે છોકરીને ફટકાર પણ લગાવી હશે. હાલ આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયો જોઈને એકબાજુ જ્યાં લોકોને હાસ્યના ફૂવારા છૂટી રહ્યા છે ત્યાં બીજી બાજુ એક યૂઝરે લખ્યું કે ‘અંકલનો લૂક કઈંક એવો હતો, ભૂલ કરી નાખી આ આપીને, સાઈકલ આપવા જેવી હતી.’
View this post on Instagram
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈
👉 વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!