ગુનેગારોની ખેર નહિ / પેપર લીક મામલે ગુજરાત પોલીસને મોટી સફળતા, વધુ બે આરોપીઓ ને આટલી મોટી રકમ સાથે પકડ્યા

ગુજરાત ટોપ ન્યૂઝ

રાજ્યમાં બહુચર્ચિત હેડ ક્લાર્ક પેપર લીક કાંડ મામલે (GSSSB Head Clerk Paper Leak 2021) સાબરકાંઠા જિલ્લાના પોલીસ વડા નિરજ બડગુજરે પત્રકાર પરિષદ (Sabarkantha district police chief Niraj Badgujar on paper leak case) યોજી હતી. અહીં તેમણે જણાવ્યું હતું કે, ગઈકાલે વધુ 2 આરોપીઓની ધરપકડ (Sabarkantha police arrested the accused) કરવામાં આવી હતી. આ સાથે જ અત્યાર સુધી પોલીસે કુલ 8 આરોપીની ધરપકડ કરી છે. જ્યારે વધુ 3 આરોપીઓ પોલીસ પકડથી દૂર છે. જોકે, પોલીસ આરોપીઓને આજે પ્રાંતિજ કોર્ટમાં રજૂ કરશે અને 14 દિવસના રિમાન્ડની માંગ (Demand for remand of accused in paper leak case) કરશે.

સાબરકાંઠા રાજ્યમાં રવિવારે (12 ડિસેમ્બરે) લેવાયેલી હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક (GSSSB Head Clerk Paper Leak 2021) થયું હોવાનો મામલો ખૂબ જ ગરમાયો છે. આ મામલે આજે સાબરકાંઠા જિલ્લાના પોલીસ વડા નિરજ બડગુજરે પત્રકાર પરિષદ (Sabarkantha district police chief Niraj Badgujar on paper leak case) યોજી હતી. તેમણે જણાવ્યું હતું કે, પોલીસે અત્યાર સુધી 8 આરોપીની ધરપકડ કરી છે, જેમાંથી 2 આરોપીઓ ગઈકાલે ઝડપાયા (Sabarkantha police arrested the accused) હતા. જ્યારે વધુ 3 આરોપીઓ પોલીસ પકડથી દૂર છે. જોકે, પોલીસ આરોપીઓને આજે પ્રાંતિજ કોર્ટમાં રજૂ કરશે અને 14 દિવસના રિમાન્ડની માગ કરશે.

પોલીસે 23 લાખ રૂપિયા કબજે કર્યા
જિલ્લા પોલીસ વડાએ વધુમાં જણાવ્યું હતું કે, આરોપીઓ સામે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં આરોપીઓ ફરિયાદ (Accused complain to provincial police station) નોંધાઈ હતી. જ્યારે ગઈકાલે વધુ 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ 2 આરોપીઓ ઉમેદવારોને પેપર સોલ્વ કરવામાં મદદ કરતા હતા. સાથે જ પોલીસે દર્શન નામના વ્યક્તિના ઘરેથી 23 લાખ રૂપિયા કબ્જે કર્યા હતા. આ રૂપિયા આરોપીઓએ ઉમેદવારો પાસેથી લીધા હતા. આ ઉપરાંત આ આઠેય આરોપીઓ એકબીજા સાથે કઈ રીતે જોડાયેલા છે કે નહીં તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે.

રાજ્ય સરકારે પેપર લીક થયું હોવાનું ગઈકાલે સ્વીકાર્યું હતું
આપને જણાવી દઈએ કે, રાજ્યમાં 12 ડિસેમ્બરે હેડ ક્લાર્કની પરીક્ષા લેવાઈ હતી. ત્યારબાદ યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ પરીક્ષાનું પેપર લીક થયું હોવાનો આક્ષેપ કર્યો હતો. ત્યારબાદ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે પેપર લીક ન થયું હોવાનું રટણ કર્યું હતું. જોકે, ત્યારબાદ મીડિયા અને સોશિયલ મીડિયા પર વાત ફેલાતા આખરે પેપર ફૂટ્યું હોવાનો ઘટસ્ફોટ થયો હતો. છેવટે ગઈકાલે સરકારે પણ પેપર લીક થયું હોવાનું સ્વીકારી લીધું હતું


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.