પોપટ પણ ગજબનો છે હો / આ પોપટોને લાગી ગઈ છે અફીણની લત, અફીણ ચાટીને નશામાં ઝૂમી રહ્યા છે પોપટ, જુઓ નશાના ચક્કરમાં ખેડૂતોને થઈ રહ્યું છે આ મોટું નુકસાન

ઇન્ડિયા

જ્યારે અફીણના ડોડામાં ખેડૂતો ચીરા લગાવે છે અને તેના સુકાવાની રાહ જુએ છે. ત્યારે જ નશાના આદી બની ગયેલા પોપટ ચુપકેથી આવીને ડોડામાંથી અફીણ ચાટી જાય છે. ફળના શોખીન પોપટ જ્યારે અફીણના ડોડાને ફળ સમજીને વારંવાર ચાખે છે ત્યારે તેમનું નશામાં જોવા મળવું સામાન્ય વાત છે. નશો કરવો ખરાબ વાત છે અને તમે પણ જાણો છે અને એટલે જ સતત તમને તેનાથી થતા નુકસાન વિશે સાવધાન કરવામાં આવે છે. પરંતુ હવે માણસની જગ્યાએ પક્ષીઓને નશાની લત લાગી જાય તો તેને કોણ સમજાવે.

કહેવાય છે કે, પોપટ દ્રાક્ષ ખાય છે, પોપટ મરચા ખાય છે. પરંતુ તને એ સાંભળીને આશ્ચર્ય થશે કે કેટલાક પોપટ અફીણ ખાય છે. ચિતૌડગઢ જિલ્લાના અફીણ ઉત્પાદક ક્ષેત્રોમાં પોપટ હાલમાં અફીણના પાક પર લાગતા ડોડાને ખાઈને મદમસ્ત રહે છે. આ સમય એ છે કે, જ્યારે અફીણના ડોડામાં ખેડૂતો ચીરા લગાવે છે અને તેના સુકાવાની રાહ જુએ છે.

ત્યારે જ નશાના આદી બની ગયેલા પોપટ ચુપકેથી આવીને ડોડામાંથી અફીણ ચાટી જાય છે. ફળના શોખીન પોપટ જ્યારે અફીણના ડોડાને ફળ સમજીને વારંવાર ચાખે છે ત્યારે તેમનું નશામાં જોવા મળવું સામાન્ય વાત છે.

રાજસ્થાનમાં સૌથી વધુ અફીણનું ઉત્પાદન કરતા જિલ્લા ચિતોડગઢમાં અફીણના ખેતરોની આસપાસ પોપટનું આ કારસ્તાન રોજ જોવા મળી રહ્યું છે. જે ડોડામાંથી અફીણનો સ્વાદ લઈને નશાના નુકસાનથી બેપરવાહ વૃક્ષ પર નશામાં ઝુમતા અને લાંબી ઉડાનો ભરતા નજર આવી રહ્યા છે.

અફીણની લતમાં ચૂર પોપટને એ નથી ખબર કે થોડા દિવસમાં જ્યારે અફીણ ખતમ થઈ જશે ત્યારે તેમનું શું થશે. પોપટની આ હરકત ખેડૂતોને પણ નુકસાન કરાવી રહી છે. કેટલાક ખેડૂતોએ તો પાકને બચાવવા માટે પાક પર જાળ બિછાવીને રાખી છે, પરંતુ જો પોપટ તેમાં ફસાઈ જાય તો તેઓ મરવાની સ્થિતિમાં આવી જાય છે. જેથી હવે ખેડૂતો પાકને ધ્યાન રાખીને પોપટને બચાવી શકે છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.