પોતાની આગવી ભાષણ શૈલીના કારણે લોકચાહના ધરાવનાર કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા મહાશિવરાત્રિના દિવસે પોતાના ગામમાં યોજાયેલા લોકડાયરામાં ગરબે ઘૂમતા જોવા મળ્યા હતા. રૂપાલાની સાથે ઈફ્કોના ચેરમેન અને ગામના આગેવાનો પણ ગરબે ઘૂમ્યા હતા. આ સમયે ગામના લોકોએ ગાયક કલાકારની સાથે નેતાઓ પર પણ રૂપિયાનો વરસાદ કર્યો હતો.
સૌરાષ્ટ્રમાં યોજાતા લોકડાયરામાં ગાયક કલાકાર પર થતા રૂપિયાના વરસાદનાં દૃશ્યો સામાન્ય છે. કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાના વતન ઈશ્વરિયામાં મહાશિવરાત્રિની રાતે લોકડાયરાનું આયોજન કરાયું હતું, જેમાં પુરુષોત્તમ રૂપાલા અને ઈફ્કોના ચેરમેન દિલીપ સંઘાણી પણ હાજર રહ્યા હતા.
ગ્રામ્ય વિસ્તારમાં પરંપરાગત રીતે યોજાતા તહેવારોમાં લોકો ગરબે ઘૂમતા હોય છે. ત્યારે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા પણ ગામના લોકો સાથે મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા. રૂપાલાની સાથે ઈફ્કોના ચેરમેન દિલીપ સંઘાણી અને ગામના લોકો પણ ગરબે રમતા જોવા મળ્યા હતા.
લોકડાયરામાં ઉપસ્થિત લોકો ગાયક કલાકાર પર રૂપિયાનો વરસાદ વરસાવી રહ્યા હતા. ત્યારે નેતાઓ ગરબે ઘૂમતા લોકોએ તેના પર પણ રૂપિયાનો વરસાદ વરસાવ્યો હતો. નોંધનીય છે કે રૂપાલા અને દિલીપ સંઘાણી ભૂતકાળમાં પણ પોતાના વતનમાં જૂના મિત્રોની સાથે રાસ રમતા જોવા મળ્યા હતા.
( વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://videos.bhaskarassets.com/2022/03/02/12-amreli-dayro-rupala-bharat-shailesh_1646218667/mp4/v360.mp4 )
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈
👉 વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!