સુરત નજીક પાસોદરામાં યુવતીની થયેલી કરપીણ હત્યા બાદ હવે સમગ્ર શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. ઘટના બાદ પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર અલ્પેશ કથિરીયા તેમજ પાસની ટીમના સભ્યો મૃતકના પરિવારના સભ્યોની મુલાકાત લીધી હતી. અલ્પેશ કથેરિયાએ કહ્યું કે, અમારા વિસ્તારની અંદર એટલે કે, વરાછા યોગીચોક, સરથાણા, કતારગામ, પુણા ગામ વિસ્તારમાં ડ્રગ્સ અને તેના જેવા માદક પદાર્થોનું સેવન યુવાનો વધુ પ્રમાણમાં કરતા હોય તેવું જણાઈ રહ્યું છે. ફેનિલ પણ આ પ્રકારના વ્યસનનો બંધાણી હોય તેવું મને વ્યક્તિગત રીતે લાગે છે. ફેનિલએ કરેલા કૃત્યને કારણે સ્વભાવિક રીતે જ માતા-પિતાને પોતાના સંતાનની ચિંતા થાય. અમારા વિસ્તારમાં આ પ્રકારનું દૂષણ વધુ ન ફેલાય તેના માટે અને આગામી દિવસોમાં અનેક કાર્યક્રમો કરવાના છીએ.પોલીસને પણ અલ્ટીમેટમ આપીએ છીએ કે, તાત્કાલિક આ પ્રકારની કામગીરી કરનારા સામે પગલાં લે.
આવતીકાલે અંતિમક્રિયા થશે
આવતીકાલે મૃતક યુવતીની અંતિમ વિધિ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. મૃતક યુવતીના પિતા સાઉથ આફ્રિકામાં ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાયેલા હોવાને કારણે તેમને જાણ કર્યા બાદ આજે તેઓ સુરત આવી રહ્યા છે.આવતીકાલે તેમની હાજરીમાં જ ક્રિયા કરવામાં આવશે. આ કાર્યક્રમ માટે અમે એ જાહેર કોલ આપવાના છે જેથી કરીને લોકો તેમાં જોડાઈ શકે. અંતિમક્રિયામાં લગભગ દરેક સોસાયટીમાથી એક વ્યક્તિ આવે પ્રકારનું આયોજન થઈ રહ્યું છે.
પોલીસને અલ્ટીમેટમ
અમારા વિસ્તારની અંદર જે પ્રકારે ડ્રગ્સ સહિત પાવડર તેમજ અન્ય માદક પદાર્થોનું વેચાણ ખૂબ મોટા પ્રમાણમાં થતો હોવાના કારણે અમે આ બાબતે તાજેતરમાં જ પોલીસ કમિશનરને પણ એક આવેદનપત્ર આપ્યું હતું. પરંતુ હવે અમે આગામી દિવસોમાં સુરત પોલીસને સાત દિવસ માટેનું અલ્ટીમેટમ આપવાના છીએ. અમારા વિસ્તારના યુવાનો આ લતે જાય અને પોતાની યુવાની વેડફી નાખે તે પહેલાં જ સામાજિક સ્તર ઉપર પણ અમે આ કામ કરવાના છે.
કપલ બોક્સ બંધ થવા જોઈએ
બીજી મહત્વની બાબત એ છે કે, અમારા વિસ્તારમાં કપલ બોક્સ ચાલી રહ્યા છે. કપલ બોક્સની અંદર અમારા કોલેજીયન યુવાનો લગભગ 90% જતા હોય છે. આ અવળે રસ્તે ચડી ગયા છે. તેઓ ત્યાં જતા હોય છે. કપલ બોક્સમાં નશાથી લઈને શરીર સુખ માણી શકાય તેવી તમામ વ્યવસ્થાઓ કરવામાં આવતી હોય છે. અને તેના માટે મસમોટા ચાર્જીસ પણ વસૂલી લેવાતા હોય છે.પોલીસે આ બાબતને ગંભીરતાથી લેવી જોઈએ અને તેને તાત્કાલિક અસરથી બંધ કરવા માટેના પ્રયાસો શરૂ કરવા જોઈએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈
👉 વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!