અલ્પેશ કથિરિયાની નવી શરૂઆત / સુરતમાં પાસ નેતા અલ્પેશ કથીરિયાની સગાઈ ભાજપ નેતા સાથે થતા અનેક તર્કવિતર્ક, કાવ્યા પટેલ ભૂતપૂર્વ કોર્પોરેટર રહી ચૂક્યા છે

ટોપ ન્યૂઝ સુરત

હાર્દિક પટેલ બાદ પાસના કન્વીનર અલ્પેશ કથીરિયા લગ્નના બંધને બંધાશે

પાટીદાર આંદોલન થકી પ્રકાશમાં આવેલા બે યુવાનો પૈકી હાર્દિક પટેલ બાદ હવે અલ્પેશ કથિરીયા પણ ઠરીઠામ થવા તરફ આગળ વધી ગયા છે. અલ્પેશ કથીરિયા પાટીદાર અનામત આંદોલન થકી પ્રકાશમાં આવ્યા અને સુરત અને સમગ્ર ગુજરાતનાં પાટીદારોમાં મજબુત પકડ ધરાવતા યુવા નેતાઓ પૈકી એક ગણવામાં આવે છે.અલ્પેશ કથીરિયાની નવા જીવનની શરૂઆત ભાજપના પૂર્વ મહિલા નગરસેવક(કોર્પોરેટર) કાવ્યા પટેલ સાથે થવા જઈ રહી છે.

કામરેજની હોટલમાં સગાઈ
અલ્પેશ કથીરિયાએ ભાજપનાં નેતા સાથે સગાઇ કરતા લોકોમાં કુતુહલ પણ વ્યાપ્યું છે. પાસ કન્વીનર અલ્પેશ કથીરીયા ભાજપના પૂર્વ મહિલા કોર્પોરેટર સાથે આજે સગાઇના બંધનથી બંધાયા હતા. કાવ્યા પટેલ સાથે અલ્પેશ કથીરિયાએ કામરેજની ફાઉન્ટેન હોટલમાં સગાઇના બંધનથી બંધાયા હતા. કાવ્યા પટેલ કનકપુર કનસાડ નગરપાલિકામાં ઉપપ્રમુખ પણ રહી ચૂક્યા છે.

અલ્પેશની સગાઈથી તર્કવિતર્ક
હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાઇ ગયા બાદ અલ્પેશ એક નોન પોલિટિકલ ચહેરા તરીકે ઉભર્યો અને પાટીદારોમાં પણ તેની લોકપ્રિયતામાં ભારે ઉછાળો આવ્યો હતો. અલ્પેશ પોતાનાં સ્પષ્ટ અને બેબાક વિચારો વ્યક્ત કરવાનાં કારણે પણ રાજકીય વર્તુળોમાં હલચલ પેદા કરતા રહે છે. જો કે હાલમાં જ સુરતમાં આપને મોટી સફળતા અપાવ્યા બાદ તે આપમાં જોડાય તેવી શક્યતા સેવાઇ રહી હતી. તેવામાં અલ્પેશે ભાજપ નેતા સાથે સગાઇ કરતા અનેક તર્ક વિતર્કો વહેતા થયા છે.

અલ્પેશ પર રાજદ્રોહનો ગુનો
કાવ્યા પટેલ ભાજપના બેનરતળે તેઓ કોર્પોરેટર પણ રહી ચુક્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અલ્પેશ કથીરીયા રાજદ્રોહ સહિતના અનેક ગુનામાં જેલવાસ પણ ભોગવી ચૂક્યો છે. હાલ તો પાટીદાર અનામત મુદ્દે તે હંમેશા પ્રકાશમાં રહે છે. આ ઉપરાંત ભાજપ વિરોધી ચહેરાઓ પૈકી પણ તેનો ચહેરો પ્રખર માનવામાં આવે છે.

સુરત અને સમગ્ર ગુજરાતનાં પાટીદારોમાં મજબુત પકડ ધરાવતા યુવા નેતાઓ પૈકી એક ગણવામાં આવે છે.અલ્પેશ કથીરિયાની નવા જીવનની શરૂઆત ભાજપના પૂર્વ મહિલા નગરસેવક(કોર્પોરેટર) કાવ્યા પટેલ સાથે થવા જઈ રહી છે. અલ્પેશ પોતાનાં સ્પષ્ટ અને બેબાક વિચારો વ્યક્ત કરવાનાં કારણે પણ રાજકીય વર્તુળોમાં હલચલ પેદા કરતા રહે છે. જો કે હાલમાં જ સુરતમાં આપને મોટી સફળતા અપાવ્યા બાદ તે આપમાં જોડાય તેવી શક્યતા સેવાઇ રહી હતી.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.