ગુલમર્ગનો ભયાનક વીડિયો / બરફવાળા રસ્તા ઉપરથી પસાર થતી ‘THAR’ કાર વળાંક લેતા અચાનક જ ખીણમાં સરકી ગઈ, નજરે જોનારા લોકો પણ ચીસો પાડી ગયા : VIDEO

ઇન્ડિયા ટોપ ન્યૂઝ

જમ્મુ કાશ્મીરમાં હાલ ઠંડીનો કહેર ચાલુ છે. ઠંડીના કારણે કાશ્મીરમાં નદીઓની સાથે સાથે રસ્તાઓ ઉપર પણ બરફ જામી ગયો છે. કડકડતી ઠંડીમાં લોકોની મુશ્કેલીઓ પણ ખુબ જ વધી રહી છે. ત્યારે હાલમાં જ જમ્મુ કાશ્મીરના ગુલમર્ગમાંથી એક રોડ દુર્ઘટનાનો હૃદય હચમચાવી દેનારો વીડિયો સામે આવ્યો છે.

જમ્મુ-કાશ્મરીના ગુલમર્ગમાં એક ભયાનક દુર્ઘટના ઘટી છે. આ દુર્ઘટનામાં એક THAR ગાડી બરફમાં લપસીને સીધી ખીણમાં ખાબકે છે. હિમવર્ષાની વચ્ચે ગુલમર્ગ રોડ પર આ દુર્ઘટના ઘટી છે. આ ભયાનક દૃશ્યો કોઈ કારચાલકના કેમેરામાં કેમેરામાં કેદ થયા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, રસ્તો બરફથી ઢંકાયેલો છે અને THAR ગાડી જઈ રહી છે. આગળ કેટલાક વાહનો છે અને ટર્નમાં કેટલાક ટૂરિસ્ટ્સ ઉભેલા છે. આ સમયે જ THAR ટર્ન લે છે અને અચાનક અનિયંત્રિત થઈ જાય છે. જોતજોતામાં ગાડી બરફમાં લપસીને સીધી ખીણમાં ખાબકે છે.

આ દુર્ઘટનાને નજરે જોનારા લોકો ચીસો પાડી જાય છે. આ વીડિયોના બેકગ્રાઉન્ડમાં એવું સાંભળી શકાય છે કે, ખીણમાં પડેલી ગાડીમાં એક વ્યક્તિ હતી. જો કે રિપોર્ટ મુજબ કારમાં સવાર બન્ને લોકો કૂદી જતાં તેમના જીવ બચી ગયા છે. જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ આ ભયાનક વીડિયો શૅર કર્યો છે. આ વીડિયો પરથી સમજી શકાય છે કે, બરફવર્ષા વખતે ઘાટીના રોડ પર વાહનો ચલાવવામાં કેટલું જોખમ છે.

જમ્મુ કાશ્મીરના ગુલમર્ગમાં બરફવાળા રસ્તાના કારણે એક એસયુવી કાર લપસીને ખીણમાં સરકી ગઈ. મીડિયા રિપોર્ટ અનુસાર આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 5 લોકો ઘાયલ થયાનું જણાવાઈ રહ્યું છે. જાણકારી પ્રમાણે રોડ ઉપરથી લપસીને એસયુવી કાર રોડના કિનારે લાગેલા બેરિયર્સ તોડીને ખાડીમાં પડી હતી.

આ દુર્ઘટનાનો વીડિયો એસયુવીની પાછળ ચાલી રહેલી કારમાં બેઠેલા લોકોએ રેકોર્ડ કર્યો હતો. વીડિયોમાં રસ્તાની ચારેય તરફ બરફ જોમેલો જોવા મળી રહ્યો છે. અને વળાંક આવતા જ કાર અનિયંત્રિત થઈને ખીણમાં ખાબકી જાય છે અને આ મોટી દુર્ઘટના સર્જાય છે. સોશિયલ મીડિયામાં પણ આ ઘટનાનો વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

વીડિયોમાં એ પણ જોવા મળી રહ્યું છે કે જ્યાં કાર ખીણમાં ખાબકી રહી હતી ત્યારે બે લોકો કૂદીને બહાર પડી જાય છે. ત્યાં આસપાસ ઉભેલા લોકો પણ ચીસો પાડી ઉઠે છે, આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા જ લોકો પણ હેરાન રહી ગયા હતા. ઘણા લોકો આ ઘટના અંગે પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.

( વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://videos.bhaskarassets.com/2021/12/25/69-gulmarg-car_1640435499/mp4/v360.mp4 )


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.