બોર્ડની પરીક્ષાનો ડર / બોર્ડની પરીક્ષાના ટેન્શનમાં પાટણનો ધોરણ 10નો વિદ્યાર્થી ઘરેથી ભાગી એવી જગ્યાએ પહોંચ્યો કે જાણીને તમે પણ વિચારમાં પડી જશો

ગુજરાત

ગુજરાત (Gujarat)ના પાટણ (Patan) શહેરમાં આદર્શ વિદ્યાલય (Adarsh Vidyalaya)માં અભ્યાસ કરતો એક ધોરણ 10નો વિદ્યાર્થી ટ્યુશન જવાનું કહીંને ઘરેથી સાઈકલ લઈને નીકળ્યો હતો. ઘરેથી ગયા પછી પરત ન ફરતા પરિવારજનો અને પોલીસ દ્વારા તેની શોધખોળ શરુ કરવામાં આવી હતી. ત્યારે રવિવારે બપોરે જાણ થઇ કે બાળક ગ્વાલિયર પહોંચી ગયો છે. આ વાતની જાણ થતા પરિવાર સાથે પોલીસ બાળકને લેવા ગ્વાલિયર માટે રવાના થઈ હતી. જયારે પોલીસનાં અનુમાન દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે, બાળકે આ પગલું ધોરણ 10ની બોર્ડની પરીક્ષા નજીક આવી રહી હોવાથી ટેન્શનમાં આવીને લીધે ભર્યુ હશે.

મળતી માહિતી અનુસાર આદર્શ હાઇસ્કૂલમાં અભ્યાસ કરતો ધોરણ-10નો 15 વર્ષિય વિદ્યાર્થી શનિવારની બપોરે 1:00 વાગ્યે ઘરેથી ટ્યુશન જવા માટે નીકળ્યો હતો. જયારે આ બાળક ગુજરાતના પાટણ શહેરમાં ગાયત્રી મંદિરની પાછળ આવેલ શ્રીનગર સોસાયટીમાં રહે છે. જયારે આ પૌત્ર ટ્યુશનથી સાંજના 5:00 વાગ્યે પણ પરત ન આવતા દાદા તપાસ કરતાં પૌત્રનાં ટ્યુશને પહોંચ્યા હતા. જયારે તપાસ કરતા જાણ થઇ કે તે ટ્યુશન નથી. તેમજ આ વાતની જાણ થતા સગાસંબંધી તેમજ અન્ય સ્થળોએ બાળકની શોધખોળ કરવામાં આવી હતી.

જયારે બાળકની શોધખોળ કરતા દાદાએ મહેસાણામાં રહેતાં તેમના દીકરાને પણ ફોન કર્યો હતો. પરંતુ બાળક ત્યાં પણ ન મળતા પાટણ બી ડિવિઝન પોલીસ મથકે બાળક ગુમ થયાની ફરિયાદ નોંધવામાં આવી હતી અને ત્યાર પછી પોલીસ દ્વારા CCTV કેમેરાના ફૂટેજ સહિતની ચકાસણી કરીને આગળની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જયારે બાળકની ગ્વાલિયર હોવાની જાણ થઇ હતી. જોકે તે મહેસાણાથી રેલ્વે મારફતે બાળક ગ્વાલિયર પહોંચ્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

ટ્યુશનનાં નામે બાળક પાટણથી પહોંચ્યો મહેસાણા
જયારે બી.ડીવીઝન પી.આઇ શક્તિસિંહ ગોહિલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, બાળકના ગુમ થયાની જાણ થતા જ પાટણ શહેરના CCTV કેમેરાના ફુટેજની ચકાસણી દરમિયાન બાળક ઉંઝા ત્રણ રસ્તા સુધી સાયકલ લઈને જતો દેખાય આવ્યો હતો. જયારે મહેસાણા શહેરનાં CCTV ફૂટેજની ચકાસણી રવિવારનાં રોજ કરવામાં આવી હતી.

તે દરમિયાન મહેસાણા રેલ્વે સ્ટેશન આસપાસના વિસ્તારમાં બાળક સાયકલ સાથે જોવા મળ્યો હતો. મળતા અહેવાલો અનુસાર બાળકની સાયકલ મહેસાણાનાં રેલ્વે સ્ટેશન પાસે મળી આવી હતી. આ જોતા અંદાજ લગાવી શકાય છે કે, બાળક પાટણથી મહેસાણા સુધી સાયકલ લઈને ગયો છે.

પરીક્ષાનાં ટેન્શનને લેતા પગલું ભર્યાનું અનુમાન:
જયારે બાળકને ધોરણ-10ની બોર્ડની પરીક્ષાને શરુ થવામાં ગણતરીના દિવસો બાકી રહ્યા હતા. ત્યારે બાળકે પરીક્ષાના ટેન્શનમાં આવીને આ પગલું ભરી લીધું હતું. જો કે કહેવામાં આવી રહ્યું છે કે, બાળકની પૂછપરછ કર્યા પછી જ બધી સાચી હકીકત જાણવા મળશે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.