ચેતી જજો ગુજરાતીઓ / અંબાલાલ પટેલની મોટી આગાહી, જુઓ ગુજરાતમાં આ તારીખે મેઘરાજા કરશે ધમાકેદાર બેટિંગ, ચારેય કોર થઇ જશે પાણી પાણી

ગુજરાત ટોપ ન્યૂઝ

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરીથી એકવાર વરસાદને લઇને મોટી આગાહી કરી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં ભારે વરસાદ પડશે. આગામી દિવસોમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ થશે.

તેમણે જણાવ્યું કે, દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની શક્યતા છે. ઉત્તર અને મધ્યમ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકશે. ગુજરાતમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 13 સપ્ટેમ્બર સુધી ગુજરાતના કેટલાક જિલ્લામાં ધમાકેદાર વરસાદ ની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બંગાળની ખાડીમાં વેસ્ટ સેન્ટ્રલ દિશામાં સર્જાયેલા લો પ્રેશરની અસરના કારણે ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થઈ ગયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બંગાળની ખાડીમાં વેસ્ટ સેન્ટ્રલ દિશામાં સર્જાયેલા લો પ્રેશરની અસરના લીધે ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થઈ ગયો છે.

આગામી તારીખ 13 સુધી તોફાની પવન અને ભારે વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. એમાંય આજની આગાહી કરતા હવામાન વિભાગે જણાવ્યું કે, ગુજરાત રાજ્યના 18 જિલ્લાઓમાં વરસાદ વરસી શકે છે.

જેમાં કચ્છ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, વલસાડ, ભાવનગર, આણંદ, દાહોદ, પંચમહાલ, વડોદરા, ડાંગ, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારીમાં વરસાદની થવાની સંભાવના છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાક માં રાજ્યના 117 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ પારડીમાં સવા 4 ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે વાપીમાં સવા 4 ઈંચ, કપરાડામાં 4 ઈંચ, ઉમરગામમાં 2.5 ઈંચ, ગણદેવીમાં 2.5 ઈંચ, અંકલેશ્વરમાં પોણા 2 ઈંચ, ઉમરપાડામાં 1.5 ઈંચ, ચિખલીમાં 1.5 ઈંચ, ડેડિયાપાડામાં 1.5 ઈંચ વરસાદ ખાબક્યો છે.

લાંબા વિરામ બાદ વરસાદ ખાબકતા લોકોને ગરમી અને ઉકળાટ ભર્યા વાતાવરણથી રાહત મળી છે. ગુજરાતમાં અત્યાર સુધી 102 ટકા સરેરાશ વરસાદ વરસી ગયો છે. ઝોન પ્રમાણે વાત કરીએ તો કચ્છમાં 157.12 ટકા, ઉત્તર ગુજરાતમાં 110.70 ટકા, પૂર્વ અને મધ્ય ગુજરાતમાં 85.58 ટકા, સૌરાષ્ટ્રમાં 90.10 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 110.66 ટકા વરસાદ વરસી ગયો છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.