સુરતમાં પાસ નેતા અલ્પેશ કથીરિયાની કોંગ્રેસના ચાર ધારાસભ્યોએ મુલાકાત લઈને બેઠક કરી હતી. જેને લઈ ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. અલ્પેશ કથીરિયા કોંગ્રેસમાં જોડાય તેવી અટકળો વહેતી થઈ છે. પાસ દ્વારા પાટીદાર અનામત આંદોલનમાં મહિલાઓ અને પાટીદાર યુવાનો પર થયેલા પોલીસ કેસો પરત ખેંચવાની માંગ કરી હતી. જો કે સરકારે હજી સુધી કેસો પરત ખેંચ્યા નથી. જેને લઇ પાસ દ્વારા કોંગ્રેસ પક્ષને સાથે રાખી વિધાનસભા સત્રની અંદર આ મુદ્દે નિરાકરણ લાવવાના પ્રયાસ કરવામાં આવશે.
કોંગ્રેસ દ્વારા પણ અલ્પેશ કથેરિયાને પક્ષમાં જોડાવવા માટેનું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ મુદ્દે અલ્પેશે જણાવ્યું છે કે હાલ કોંગ્રેસમાં જોડાવવાનો કોઈ નિર્ણય કર્યો નથી. સમાજના યુવાઓ અને મહિલાઓ પર થયેલા કેસો હજી પરત ખેંચાયા નથી. જેથી સમાજ હિતની લડાઈ દરેક પક્ષને સાથે રાખી કરવામાં આવશે. કોંગ્રેસના ચાર ધારાસભ્યનો બેઠકમાં કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દુધાત, લલિત વસોયા, લલિત કગથરા સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ જણાવ્યું છે કે અલ્પેશ કથેરિયા કોંગ્રેસમાં આવશે તો તેનો સીધો ફાયદો કોંગ્રેસને થશે.
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસથી નારાજ થથા અલ્પેશ કથિરિયાના સમર્થકો સુરત કોર્પોરેશનની ચૂંટણીમાં આપના સિમ્બોલથી ચૂંટણી મેદાને ઉતર્યા હતા અને તેમણે જીત પણ મેળવી હતી. અલ્પેશ કથિરિયાએ આપને સમર્થન આપતા કોંગ્રેસની ભૂંડી હાર થઈ હતી. જેથી 2022 વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસે રાજકીય દાવપેંચ લડાવવાના શરૂ કર્યા છે.
વિધાનસભા ચૂંટણી પહેલા ફરી ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. હાર્દિક બાદ હવે કથીરિયાને કોંગ્રેસમાં લાવવાની કોંગ્રેસ નેતાઓની કવાયત શરૂ થઈ છે. આ મામલે કોંગ્રેસના નેતા કિરીટ પટેલે કહ્યું કે, અલ્પેશ જેવા લોકોએ રાજકારણમાં આવવું જોઈએ.
તો બીજી તરફ, કોંગ્રેસના આમંત્રણ વિશે અલ્પેશ કથીરિયાએ જણાવ્યું ક, કોંગ્રેસના આમંત્રણ અંગે હજુ વિચાર્યું નથી. આગામી સમયમાં હું વિચારણા કરીશ. સરકાર અમારા વચન નહીં સ્વીકારે તો ભોગવવું પડશે. ભાજપ સાથે મારે કોઈ વાત નથી થઈ.
ઉલ્લેખનીય છે, અલ્પેશ કથીરિયા પાટીદાર અનામત આંદોલનના નેતા છે. તેઓ હાર્દિક પટેલ સાથે આ આંદોલનમાં જોડાયા હતા. હાર્દિક પટેલ રાહુલ ગાંધીની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા હતા. ત્યારે અલ્પેશ કથીરિયા પણ હાર્દિકને પગલે કોંગ્રેસમાં જોડાય તેવી શક્યતા દેખાઈ રહી છે.
( વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://youtu.be/q14Uwxq0UMo )
( વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://www.facebook.com/watch/?v=646499529931970 )
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
? અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. ?
? વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.?
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!