રાજ્યમાં પાટીદાર અનામત આંદોલન(PAAS) દરમિયાન થયેલા પાછા કેસો ખેંચવા ગુજરાત સરકારે અગાઉ ખાતરી આપી હતી. આ ખાતરી આપવામાં આવ્યા છતાં પણ તમામ કેસો પાછા ના ખેંચવામાં આવતા પાટીદાર સમાજમાં હજુ પણ અસંતોષ છે. આ અસંતોષ દૂર કરવા માટે રાજ્યના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે(Bhupendra Patel) મુખ્યમંત્રી નિવાસસ્થાને પાટીદાર અગ્રણીઓની આજ રોજ ખાસ બેઠક બોલાવવામાં આવી છે.
પાટીદાર અગ્રણીઓની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે આજે યોજાશે મહત્વપૂર્ણ બેઠક:
રાજ્યના મુખ્યમંત્રી સાથેની બેઠક પહેલા ખોડલધામના પ્રમુખ નરેશ પટેલે જણાવતા કહ્યું હતું કે, મુખ્યમંત્રીને અમે પાટીદાર દીકરા-દીકરીઓ સામે થયેલા કેસ પરત ખેંચવા તે અંગે રજૂઆત કરીશું તો મૃતકોના પરિવારજનોને વળતર મળે તેવી પણ અમારી રજૂઆત સરકાર સમક્ષ રહેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગાંધીનગર ખાતે યોજનારી બેઠકમાં ખોડલધામના ચેરમેન નરેશ પટેલની સાથે પાટીદાર ચહેરો ગણાતા અલ્પેશ કથીરિયા, દિનેશ બાંભણિયા સહિત અગ્રણીઓ આજે હાજર રહેશે. મુખ્યમંત્રી સાથે બેઠક સાંજે 6.30 કલાકે યોજવામાં આવશે.
તમને જણાવી દઈએ કે, સરદાર પટેલ ગૃપ અને પાટીદાર અનામત આંદોલન સમિતિની બેઠકમાં નિર્ણય કર્યો હતો કે, જો સરકાર દ્વારા આગામી સમયમાં કેસો પાછા ખેંચવામાં નહી આવે તો ફરીથી પાટીદાર આંદોલન પાર્ટ ટુ શરૂ કરવામાં આવશે. ત્યારે આજે મળવા જઈ રહેલી આ બેઠક ખુબ જ મહત્વની ગણવામાં આવશે.
પાટીદાર અનામત આંદોલન દરમિયાન થયેલા કેસો પાછા ખેંચવાની અગાઉ ગુજરાત સરકારે ખાતરી આપી હતી. એમ છતાં તમામ કેસો પાછા ના ખેંચાતાં પાટીદાર સમાજમાં અસંતોષ છે. આ અસંતોષ દૂર કરવા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી નિવાસસ્થાને પાટીદાર અગ્રણીઓની ખાસ બેઠક બોલાવી છે. આ બેઠકમાં પાટીદાર અનામત આંદોલન દરમિયાન થયેલા કેસો પાછા ખેંચવાના મુદ્દે ચર્ચા થશે અને કોઈ નક્કર નિર્ણય લેવાય એવી શક્યતા છે. મુખ્યમંત્રી નિવાસસ્થાને આજે સાંજે 6.00 વાગ્યે બેઠક યોજાશે.
આ બેઠકમાં બિનરાજકીય લોકો જ હાજર રહેશે : આ અંગે પાટીદાર અનામત આંદોલન સમિતિ (PAAS)ના દિનેશ બાંભણિયાએ દિવ્યભાસ્કરને જણાવ્યું હતું કે મુખ્યમંત્રી સાથેની બેઠકમાં હાર્દિક પટેલ સહિત કોઈ જ રાજકીય નેતાઓ હાજર નહીં રહે, માત્ર આજે બિનરાજકીય લોકો હાજર રહેશે, જેઓ પાટીદાર અનામત આંદોલનના આગેવાનો હતા. આ બેઠકમાં લાંબા સમયથી બાકી રહી ગયેલા પાટીદાર આંદોલનના 197 કેસ પાછા ખેંચવા અંગે ચર્ચા કરાશે. આ બેઠકમાં લેઉઆ પાટીદાર સમાજના અગ્રણી અને ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ, કડવા પાટીદાર સમાજની સૌથી મોટી સંસ્થા ઉમિયા માતા સંસ્થાન, ઊંઝાના પ્રતિનિધિને નિમંત્રણ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત PAASના નેતા અલ્પેશ કથીરિયા, દિનેશ બાંભણિયા સહિતના નેતા હાજર રહેશે. આ ઉપરાંત અન્ય પાટીદાર આગેવાનો પણ હાજર રહેશે.
ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે કેસો પાછા ખેંચવાની ખાતરી આપી હતી : તાજેતરમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે પાટીદારો સામેના તમામ કેસ પાછા ખેંચવાની ખાતરી આપી હતી. આ પહેલાં ઓગસ્ટમાં ગુજરાતમાં પાટીદારોની બેઠકમાં ફરી આંદોલન કરવાનો નિર્ણય લેવાયો હતો. પાટીદારોનાં બે મોટાં સંગઠનો સરદાર પટેલ ગ્રુપ અને પાટીદાર અનામત આંદોલન સમિતિની મહેસાણામાં યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. સરદાર પટેલ ગ્રુપ અને પાટીદાર અનામત આંદોલન સમિતિની બેઠકમાં નિર્ણય કરાયો હતો કે આગામી સમયમાં ફરીથી પાટીદાર આંદોલન પાર્ટ 2 શરૂ કરવામાં આવશે.
પાટીદારો સામેના કેસ પરત ખેંચવા ઝડપી કાર્યવાહી કરો : કોંગ્રેસનેતા હાર્દિક પટેલે પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને પાટીદાર આંદોલનના કેસો પરત ખેંચવા માગ કરી હતી. પાટીદાર સમાજના દીકરા તરીકે મારી માગણી છે કે અનામત આંદોલનમાં પાટીદારો સામેના કેસ પરત ખેંચવાની કાર્યવાહી જેમ બને એમ ઝડપથી ફરી એક વખત કરવામાં આવે. આંદોલનમાં રહેલા દરેક નેતા પર ખટલા ચાલી રહ્યા છે. આવા 400 બનાવો અંગે ગુના હતા. આ કેસો પરત ખેંચવાનું અગાઉની સરકારોએ વચન આપ્યું હતું, જે પૂરું થયું નથી. તમે આ અંગે જરૂરી અગ્રતા આપીને પાટીદારો પરના ગુનાઓ દાખલ કરેલા છે એ પરત ખેંચવામાં આવે.
અનામત આંદોલન સમયે શું થયું હતું? :
25 ઓગસ્ટ 2015ના રોજ પાટીદાર અનામત આંદોલન પાટીદાર ક્રાંતિરેલી થઈ હતી, ત્યાર પછી આ ગુનાઓ દાખલ કરાયા હતા. ઑગસ્ટ-2015ના પાટીદાર અનામત આંદોલન વખતે બાપુનગર પોલીસની કસ્ટડીમાં શ્વેતાંગનું મૃત્યુ થયું હતું. પ્રવીણ પટેલનો દીકરો નિશિત 2015માં મહેસાણામાં પોલીસ ગોળીબારમાં મૃત્યુ પામ્યો હતો. બનાસકાંઠાના મહેશનું પણ પોલીસ ફાયરિંગમાં મૃત્યુ થયું હતું. બીજા 13 લોકો મૃત્યુ પામ્યા હતા. શહીદ થયેલા પાટીદારનાં પરિવાજનોને સહકારી સંસ્થાઓમાં નોકરી આપવાની વાત પણ સરકારે કરી હતી. તેમને નોકરી આપવામાં આવે એવી અમારી સ્પષ્ટ માગણી છે. પોલીસ તપાસ કરીને સજા કરવામાં આવે. પોલીસ દમનની તપાસ માટે પંચની રચના કરીને પીડિતોની ફરિયાદો લેવાની હતી એ આપને યાદ અપાવું છું.
આનંદીબેને 29 જુલાઈ 2016માં કેસ પરત ખેંચવા આદેશ આપ્યો હતો : તમને યાદ અપાવી દઉં કે આનંદીબેન પટેલને તમે માનો છો. પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેને 29 જુલાઈ 2016માં કેસ પરત ખેંચવા આદેશ આપ્યો હતો. 438 કેસમાંથી ગુજરાત સરકારે 391 કેસ પાછા ખેંચવાનો નિર્ણય કર્યો હતો. આનંદીબહેને ગૃહ વિભાગની સમીક્ષા બેઠકમાં આ સૂચના આપી હતી, જેની નોંધ સરકારના મિનિટ્સમાં છે. ત્યાર પછી બેઠક મળવાની હતી, એમાં 155 કેસ પરત ખેંચવાની સમીક્ષા થવાની હતી, જેમાં 54 કેસ પરત ખેંચવાની સાથે બીજા 209 કેસ પરત ખેંચવાનો નિર્ણય લીધો હતો. ત્યાર પછી ત્રીજા તબક્કામાં 182 ગુના પરત ખેંચવાના હતા. 430 કેસમાંથી 400 કેસ એટલે કે 90 ટકા તો ત્યારે પરત ખેંચાઈ જવા જોઈતા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈
👉 વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!