અંદરો અંદર ફાટા પડ્યા / પાટીદાર સમાજના યુવાનોનું સંગઠન SPGમાં ભાગલા, જુઓ લાલજી પટેલના આ મોટા નિર્ણયથી નારાજ થયા SPGના યુવાનો

ગુજરાત ટોપ ન્યૂઝ

પાટીદાર સમાજના યુવાનોના સંગઠન સરદાર પટેલ સેવાદળમાં ભાગલા પડ્યા છે. લાલજીભાઈએ અટકાવેલી નિમણુકને લઈને વિવાદ વકર્યો છે. તમને જણાવીએ કે અગાઉ SPG ના રાષ્ટીય અધ્યક્ષ લાલજી પટેલે તમામ જિલ્લા અને ઝોનના પ્રમુખોના હોદા રદ કર્યા હતા. આ મુદ્દે સરદાર પટેલ સેવાદળ SPG ના રાષ્ટીય અધ્યક્ષના નિર્ણયને દર કિનારે કર્યો છે.

પાટીદાર સમાજના યુવાનોના સંગઠન સંસ્થા SPGના લાલજી પટેલના નિર્ણયની વિરોધમાં નવી સમિતિ બનાવી છે. હવે SPG ના અધ્યક્ષ બદલાવાયા છે. SPG ગ્રુપના નવા હોદેદારો નિમવાના મુદ્દે એસપીજીના નવા અધ્યક્ષ અશ્વિન પટેલ બનવા મુદ્દે લાલજી પટેલનું મહત્ત્વનું નિવેદન સામે આવ્યું છે.

મહત્ત્વનું છે કે, પૂર્વે હોદેદારો એ બળવો પોકારી ગઈ કાલે કારોબારી બેઠક બોલાવી હતી. કારોબારી બેઠકમાં SPG ના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ, ઉપાધ્યક્ષ,મહામંત્રી, સૌરાષ્ટ્ ઝોન અધ્યક્ષ અને ગુજરાત પ્રદેશ 108 અધ્યક્ષની વરણી કરાઈ છે. લાલજી પટેલ દ્વારા સૌરાષ્ટ્ ઝોનના અધ્યક્ષ તરીકે કલ્પેશ રાંકની નિમણૂક કરાઈ હતી. પૂર્વે હોદેદારોએ કોરોનાને પરિણામે એક વર્ષે ટર્મ લંબાવવા માટે કારોબારીમાં ચર્ચા કરી હતી.

લાલજી પટેલે જણાવ્યું હતું કે એસપીજી ગ્રુપના કોઇ નવા હોદેદારોની નિમણુક કરવામાં આવી નથી. અમારી ગેરહાજરીમાં એસપીજીના લેટરપેડ અને લોગાનો ઉપયોગ કરી મિટિંગ બોલાવી અધ્યક્ષ બની ગયાં છે. આ મિટિંગમાં હું હાજર નહોતો. એસપીજી ગ્રુપ બે ભાગમાં વેચાઈ ગયું છે. જેમાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે અશ્વિન પટેલે જાહેરાત કરવામાં આવી છે.

પ્રદેશ ઉપાધ્યક્ષ ગૌરાંગ પટેલ મહામંત્રી અને પ્રવક્તા પુર્વિન પચેલની વરણી કરવામાં આવી છે. 27/7/21 એસપીજીના હોદ્દા અને વરણી સ્થગીત કર્યા હતા. બાદમા 17 તારીખ સુધી કોઈ પણ હોદ્દેદારોની વરણી સ્થગિત કરી નવા હોદ્દેદારોની નિમણુક કરાઈ.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.