ફરી આંદોલનના એંધાણ / રાજ્યભરના પાટીદારો ઉમટ્યા, જુઓ વિધાનસભાની ચૂંટણી પેહલા સરકારને ઘેરવા આ બાબતે રણનીતિ ઘડાઈ

ટોપ ન્યૂઝ ગુજરાત

પાટીદાર અનામત આંદોલન સમયે યુવાનો પર થયેલા ખોટા કેસો પાછા ખેંચવાની માંગની સાથે આજે અમદાવાદ ખાતે રાજ્યભરમાંથી આવેલા સંઘર્ષના સાથીઓનું સ્નેહમિલન યોજાયું હતું. એક વાત મગજમાં ઉતારી લેજો કે કેસો પાછા ખેંચવાની માંગ આજની નથી પરંતુ છેલ્લા ચાર વર્ષથી ચાલે છે. સાથે જ સરકારને પાટીદાર અનામત આંદોલન ચલાવનાર પાટીદાર યુવાનોએ સરકારને 23મી માર્ચ સુધી કેસ પાછા ખેંચવાનું એલ્ટિમેટમ આપ્યું હતું.

હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, હું હંમેશા નીડરતાથી સત્ય માટે લડ્યો છું અને સફળ થયો છું, કેમ કે મારા પેટમાં પાપ હોતું નથી. સત્યની લડાઈને અસત્ય બનાવનાર લોકો વધુ હોય છે, પરંતુ હંમેશા સત્યની જીત થાય છે. અમારા આંદોલનને પણ લોકો ખોટું કહેતા હતા, પરંતુ વિજય તો આંદોલનનો જ થયો.

પાટીદાર અનામત આંદોલન સમયે યુવાનો પર થયેલા ખોટા કેસો પાછા ખેંચવાની માંગની સાથે આજે અમદાવાદ ખાતે રાજ્યભરમાંથી આવેલા સંઘર્ષના સાથીઓનું સ્નેહમિલન યોજાયું હતું. એક વાત મગજમાં ઉતારી લેજો કે કેસો પાછા ખેંચવાની માંગ આજની નથી પરંતુ છેલ્લા ચાર વર્ષથી ચાલે છે. ( માટે ચૂંટણી આવી એટલે હાર્દિકે માંગ કરી એ મગજમાંથી કાઢી નાખજો ) રાજ્યની સરકારે ઉમિયાધામ અને ખોડલધામ સંસ્થાના પ્રમુખ-આગેવાનોને વચન આપ્યું હતું કે કેસો પાછા ખેંચી લેવામાં આવશે. પરંતુ હજુ સુધી સરકારે કોઈ યોગ્ય નિર્ણય કર્યો નથી.

પાટીદાર અનામત આંદોલનથી રાજ્યના અનેક સમાજને ફાયદો થયો છે પરંતુ આંદોલન કરનાર યુવાનો પરેશાનીમાં મૂકાઈ ગયા છે. જે પણ યુવાનને આંદોલનથી ફાયદો થયો હોય તે યુવાન કેસો પાછા ખેંચવાની અમારી લડાઈને સહયોગ આપે તે જ વિનંતી છે. આજના સ્નેહમિલનમાં એક અવાજે સૌ યુવાનોએ કહ્યું છે કે, 23 માર્ચ સુધીમાં સરકાર નિર્ણય નહીં કરે તો ગુજરાતમાં ગાંધી માર્ગે આંદોલન કરીશું. છેલ્લે એક જ વિનંતી છે કે તમે જે પાર્ટીમાં માનતા હોય ત્યાં માનજો, જ્યાં મત આપવો હોય ત્યાં આપજો. પરંતુ કેસો પાછા ખેંચવાની આ બિનરાજકીય માંગ અને લડાઈને સહયોગ આપજો.

અલ્પેશ કથિરીયાએ આ વિશે જણાવ્યું હતું કે, CM એ આ સમાચાર સાંભળીને નરેશ પટેલને ફોન કર્યો હતો. નરેશ પટેલ પાસે વધુ એક સપ્તાહનો સમય માંગ્યો છે. નરેશ ભાઇના માન ખાતર અમે આંદોલન 23મી માર્ચ પછી શરૂ કરીશું. તેમણે ઉમેર્યું હતું કે, સંવેદનશીલતા બતાવવા સરકાર ખોટું બોલે છે.

જ્યારે હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, આંદોલનને મારૂં સંપૂર્ણ સમર્થન છે. નવા કોઇ કેસ ન થાય એ ધ્યાને રાખી આપણે ફરી આંદોલન કરીશું. હું હંમેશા નીડરતાથી લડ્યો છું, જેમાં મને સફળતા પણ મળી છે. મારા પેટમાં કોઈ પાપ નથી. તેમણે ઉમેર્યું હતું કે, સત્યની લડાઈમાં હંમેશાં અસત્ય બનાવનાર લોકો વધુ હોય છે, પરંતુ હંમેશા સત્યની જીત થાય છે. અમારા આંદોલનને પણ લોકો ખોટું કહેતા હતા, પરંતુ વિજય તો આંદોલનનો જ થયો છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.