પાટીલ સાહેબનું મોટું નિવેદન / પેપરકાંડ મુદ્દે અંતે પાટીલ સાહેબે નિવેદન આપ્યું, કહ્યું અસિત વોરા સામે….

ગુજરાત ટોપ ન્યૂઝ

પેપરલીક કાંડમાં સામેલ કોઈપણ વ્યક્તિને છોડવામાં નહી આવે: પાટીલ

12 ડિસેમ્બરના રોજ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવેલી પરીક્ષાનું પેપર ફૂટ્યું હતું. ત્યાર બાદ ગૃહ રાજ્યમંત્રીએ પણ પેપર લીક થયું હોવાનો સ્વીકાર કર્યો હતો. આ મામલે આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રેસ-કોન્ફરન્સ યોજી હતી, જેમાં તેમણે જણાવ્યું હતું કે 14 આરોપીની ધરપકડ થઈ ગઈ છે તેમજ હેડ ક્લાર્કની પરીક્ષા રદ કરવામાં આવે છે. ત્યારે હાલમાં જ ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે પણ પ્રેસ-કોન્ફરન્સ યોજી જણાવ્યું હતું કે, સીએમ અને હર્ષ સંઘવીએ અધિકારીઓને કડક સૂચના આપીને સૌથી વધુ ગુનેગારોને તાત્કાલિક ઝડપી લીધા છે. પરંતુ કમલમમાં જબરજસ્તી ઘુસીને અને ત્યાં સ્થતિ આગેવાનો સાથે જે વર્તન થયું તે કોઈપણ રાજકીય પાર્ટી માટે યોગ્ય નથી. પેપરલીક કાંડમાં અસિત વોરા સામે હજુ પુરાવા મળ્યા નથી, મળશે તો પગલા લેવાશે.

હું ચોક્ક્સ માનું છું કે પેપરલીક થયું છે: સીઆર
સીઆરએ વધુમાં જણાવ્યું કે, હું ચોક્ક્સ માનું છું કે પેપરલીક થયું છે, અને આવો બનાવ (પેપરલીક જેવો) બને ત્યારે અલગ-અલગ પાર્ટીઓ પોતાનો વિરોધ બનાવવા આવે છે. પરંતુ ગઈકાલે કમલમમાં જબરજસ્તી ઘુસીને અને ત્યાં સ્થતિ આગેવાનો સાથે જે વર્તન થયું તે કોઈપણ રાજકીય પાર્ટી માટે યોગ્ય નથી. આવુ બેહુદુ વર્તન આવી પાર્ટીઓને સોભતુ નથી કે જે ગઈકાલે કમલમમાં થયું છે. બીજી તરફ પેપરલીક કાંડમાં સામેલ કોઈપણ વ્યક્તિને છોડવામાં નથી આવે. ભરતી પ્રક્રિયાની સત્તા અધિકારીઓના હાથમાં હોય છે. અસીત વોરાનું કોઈ ઇનવોલ્વમેન્ટ આવશે તો તેમની સામે પગલ લેવામાં વાંધો નથી, પરંતુ હજુ માત્ર આક્ષેપ જ થાય છે કોઈ ઠોસ પુરાવો મળ્યો નથી. પરંતુ પુરાવો આવતો તો મે એક જ લાઈનમાં કહ્યું છે કે, કોઈને છોડવામાં નહીં આવે.

70 પરીક્ષાર્થીઓએ પેપર લીધા હતાં તેમને પણ છોડાશે નહીં: હર્ષ સંઘવી
12 ડિસેમ્બરના રોજ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવેલી પરીક્ષાનું પેપર ફૂટ્યું હતું. ત્યાર બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ પેપર લીક થયું હોવાનો સ્વીકાર કર્યો હતો. હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું હતું કે, ગૌણ સેવા પસંદગી મંડળ સાથે ચર્ચા કર્યા બાદ પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી માર્ચ મહિનામાં ફરીવાર હેડક્લાર્કની પરીક્ષા લેવાશે. નવી પદ્ધતિથી પરીક્ષા લઈ શકાય તે માટે મુખ્યમંત્રી સાથે ચર્ચા કરાઈ છે. 70 પરીક્ષાર્થીઓએ પેપર લીધા હતાં તેમને પણ છોડાશે નહીં. હવે એવી વ્યવસ્થા સાથે પરીક્ષા લેવાશે કે ગેરરીતિની કોઈ તક નહીં રહે. પેપર લેનારને એવી સજા કરાશે કે વર્ષો સુધી બહાર નહીં આવી શકે.

ઉમેદવારોએ ફરીથી ફોર્મ ભરવા પડશે નહીં
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે, રાજ્યના યુવાનોના ભવિષ્ય સાથે ચેડા કરનાર તત્વોને રાજ્ય સરકાર સાખી લેશે નહીં. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલ હેડ કલાર્કની પરીક્ષાના પેપર લીક સંદર્ભે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના યુવાનોના હીતમાં આ પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય લઇ આગામી માર્ચ માસમાં આ પરીક્ષા યોજવાનો નિર્ણય કર્યો છે. માર્ચ માસમા યોજાનાર આ પરીક્ષા સંદર્ભે ઉમેદવારોએ ફરીથી ફોર્મ ભરવાના રહેશે નહીં.

કોઈ પેપર ફોડવાની હિંમત ન કરે તેવા પગલાં લઈ દાખલો બેસાડીશું
મંત્રી સંઘવીએ ઉમેર્યું કે, ઘટનાના પ્રથમ દિવસથી જ તટસ્થ પારદર્શી તપાસના આદેશો આપી દીધા હતા. અત્યાર સુધી પેપર લીક માટે ષડયંત્ર રચનાર સામે ક્યારેય પગલા ન લેવાયાં હોય તેવા કડક પગલાં લઇ, ભવિષ્યમાં કોઇ પેપર ફોડવાની કે પેપર ખરીદવાની હિંમત ન કરે તેવો દેશ ભરમાં દાખલો બેસે તેવી કડક કાર્યવાહી કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.

સીઆર પાટિલે AAP પાર્ટી પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, અમુક લોકો છાવણીમાં જવાના બદલે ભાજપ કાર્યાલય પર આવીને વિરોધ કર્યો તે યોગ્ય નથી. વિરોધ કરવો જ જોઈએ પણ બેહૂદુ વર્તન યોગ્ય નથી. હું એને સખત શબ્દોમાં વખોડી નાખું છું. જે કોઈ રાજકીય નિમણૂંક થાય છે, તેની સત્તા અધિકારીઓ પાસે રહેલી છે. આ સંસ્થામાં જે ચેરમેન છે. તે પ્રતિષ્ઠિત વ્યક્તિ છે, સારા કાર્યકર છે. આ બનાવમાં તપાસ કરી રહ્યા છીએ તેમાં કોઈ પણ વ્યક્તિને છોડવામાં નહીં આવે. અમે કોઈને બચાવવા માંગતા નથી. અમે પેપર લીક કાંડમાં કોઈને બચાવીશું નહીં. યુવાનોને વિશ્વાસ બેસે તે માટે આ કેસમાં ઝડપી કાર્યવાહી માટે કામ કરી રહ્યા છે. આક્ષેપો કરવા સહેલા છે, પુરાવા હોય તો આવીને આપે, તમામ પગલાં ભરીશું.

ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલએ એક મહત્ત્વપૂર્ણ મોટું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે અસિત વોરા સામે પુરાવા મળશે તો કાર્યવાહી કરીશું. કોઈ ઠોસ પુરાવો હજુ સુધી અસિત વોરા સામે મળ્યો નથી. અમે કોઈને પણ બચાવવાનો પ્રયાસ કર્યો નથી. આરોપીઓને કડક સજા મળે તે માટે સરકાર કટિબદ્ધ છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

 

Leave a Reply

Your email address will not be published.