પુરપાટ ઝડપે આવી રહેલી AMTS બસ BRTSની રેલિંગ તોડી પેટ્રોલ પંપમાં ઘૂસી, અકસ્માતનો LIVE વિડિઓ જોઈને તમે હચમચી જશો : જુઓ વિડિઓ

અમદાવાદ

અમદાવાદ શહેરમાંથી હાલ એક હચમચાવી દેતા અકસ્માતના CCTV સામે આવ્યા છે. જેમાં બુધવારના રોજ સાંજના સમયે દાણાપીઠ વિસ્તારમાં પૂરપાટ ઝડપે આવી રહેલી AMTS બસ બીઆરટીએસ લેનની રેલિંગ તોડી અને પેટ્રોલ પંપ સુધી પહોંચી ગઈ હતી. જોકે, સદનસીબે બસની આગળ રેલિંગ હોવાથી બસ રોકાઈ ગઈ હતી. જેને પગલે કોઈ જાનહાની થઈ નથી. (CCTV વિડિઓ નીચે આપેલો છે) 

તેમજ આ સમગ્ર ઘટના પેટ્રોલ પંપ પર લાગેલા CCTVમાં કેદ થઈ છે. જાણવા મળ્યું છે કે, બુધવારના રોજ સાંજના સમયે AMTSની રૂટ નંબર 14ની બસ આઆસ્ટોડિયા સર્કલ તરફથી પુરપાટ ઝડપે આવી હતી. આ દરમિયાન શહેરના દાણાપીઠ વિસ્તારમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય ઓફિસની સામે અચાનક જ બસના ડ્રાઈવરે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવ્યું હતું.

જેને પગલે બસ રેલિંગ તોડી ડાબી તરફના રોડ પર જતી રહી હતી અને સીધા પેટ્રોલ પંપ સુધી પહોંચી ગઈ હતી. આ સમગ્ર ઘટના પેટ્રોલ પંપ પર લાગેલા CCTV માં કેદ થઈ ગઈ છે. જોકે, બસની આગળના ભાગે રેલીગના ટુકડા આવી ગયા હતા જેથી બસ રોકાઈ ગઈ હતી. આ અકસ્માતમાં કોઈપણ પ્રકારની જાનહાની થઈ નથી. (વિડિઓ નીચે આપેલો છે) 

તેમજ બસનો અકસ્માત થયો ત્યારે આગળ એક રીક્ષા જતી હતી. જોકે, સદનસીબે રીક્ષા ચાલકોનો તેમાં બચાવ થયો છે. ત્યારે આ અંગે AMTSના ટ્રાન્સપોર્ટ મેનેજર આર એલ પાંડએ જણાવ્યું હતું કે, આજે સાંજે જે અકસ્માત સર્જાયો તેમાં સામેથી બીઆરટીએસ ટ્રેકમાં બાઈક ચાલક આવ્યો હતો અને તેને બચાવવા જતા આ અકસ્માત સર્જાયો છે. જોકે, આ ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાની થઈ નથી.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Trishul News (@trishulnews)


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *