અરેરાટીભર્યો અકસ્માત / સુરતમાં BRTS રૂટમાં કાળમુખી સીટી બસે રાહદારીને અડફેટે લીધો, જુઓ અકસ્માત એટલો ભયંકર હતો કે માથું થયું ધડથી અલગ : જુઓ વિડિઓ

ટોપ ન્યૂઝ સુરત

સુરતના પાંડેસરા વિસ્તારમાં BRTS રૂટમાં ST બસની અડફેટે આવી જતાં યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. મૂળ નેપાળનો વતની યુવક અને સચિન વિસ્તારમાં મિત્ર સાથે રૂમ રાખીને રહેતો હતો. સવારે આઠ વાગ્યાની આસપાસ​​​​ પાંડેસરા યુનિટી એસ્ટેટ બાટલીબોય પાસે કામનાથ મહાદેવ પાસે CNG પંપની સામેથી રસ્તો ક્રોસ કરી રહ્યો હતો.

એ દરમિયાન એસટી બસની અડફેટે આવી જતાં મોતને ભેટ્યો હતો. મૂળ નેપાળનો રહેવાસી અને સચિન વિસ્તારમાં મિત્ર સાથે ભાડાની રૂમમાં રહેતો સુભાષ રાકેશ પાસીના (ઉં.વ.આ.19)ના સવારના આઠ વાગ્યાની આસપાસ પાંડેસરા વિસ્તારમાં રસ્તો ક્રોસ કરીને બીઆરટીએસ રૂટમાંથી પસાર થતો હતો.

એ તે દરમિયાન બીલીમોરાથી મોડાસા જતી બસની અડફેટે આવી ગયો હતો, જેથી ઘટનાસ્થળે માથું ફાટી જતાં તે મોતને ભેટ્યો હતો. સમગ્ર કેસની સાથે જોડાયેલા પીએસઆઈ કે.ડી.પટેલે જણાવ્યું હતું કે અકસ્માતમાં ઘટનાસ્થળે જ યુવકનું મોત નીપજ્યું હતું, જેથી પીએમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. બીજી તરફ અકસ્માત નિપજાવનાર એસટીના ચાલક પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયો હતો, જેથી તેમની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

 આ અકસ્માત બાદ પાંડેસરા પોલીસ તરત જ ઘટના સ્થળે દોડી આવી હતી. ત્યારબાદ અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસે જણાવ્યું હતું કે, 19 વર્ષીય આ યુવકનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. જયારે બીજી તરફ અકસ્માત નિપજાવનાર એસટીનો ચાલક પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયો હતો. હાલ પોલીસ દ્વારા આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

( વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://videos.bhaskarassets.com/2022/04/19/03-surat-accident-pankaj_1650349784/mp4/v360.mp4 )


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.