હોળી એ ધાર્મિક આસ્થા અને માન્યતા સાથે ઉજવાતો હિન્દૂ સંસ્કૃતિનો તહેવાર છે. જેની સાથે અનેક ધાર્મિક ગાથાઓ જોડાયેલી છે. ત્યારે શ્રદ્ધા અને વિશ્વાસની મશાલ કાયમ કરતા હોળીના આ પર્વ પર વિસનગર ખાતે આવેલા લાછડી ગામે અનોખી પરંપરા જોવા મળી રહી છે. જ્યાં આજે પણ હોળી પૂજન બાદ લોકો અંગારા પર ચાલે છે. ઉલ્લેખનીય છે કે આ પરંપરા 100 વર્ષ જૂની છે.
શાસ્ત્રોક્ત વિધિ વિધાનો દ્વારા મળતી માહિતી પ્રમાણે ભક્ત પ્રહલાદને પોતાની જ ફોઈ હોલિકાએ ખોળામાં લઇ આસુરી શક્તિ બતાવી અગ્નિમાં જલાવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે ઈશ્વરીય શક્તિ સામે આસુરી શક્તિનો પરાજય થતાં ભક્ત પ્રહલાદ બચી જવા પામેલા અને રાક્ષસી વૃત્તિ ધરાવતી હોલિકાનો પરાજય થયો હતો.
ભક્ત પ્રહલાદના માનમાં હોલિકા દહનની પરંપરા આજે પણ ઉજવવામાં આવે છે. જેને લઇને વિસનગરના લાછડી ગામે લગભગ 100 વર્ષથી વધુ સમયથી ગામના વડવાઓ દ્વારા ગામના ચોરે હોળી પ્રગટાવી હોલિકા દહન અને પૂજન બાદ ઝરતા અંગારામાં ચાલવાની પરંપરા ચાલી આવે છે. ત્યારથી જ ગામમાં નાનાથી લઈ મોટા લોકો જેમાં સ્ત્રીઓ હોય કે પુરુષો બધા જ લોકો પોતાના સારા સ્વાસ્થ્ય અને સુખાકારી માટે અંગારા પર ચાલવાની પરંપરા નિભાવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે આ પરંપરા પાછળ આજે ગામમાં કોઈ ચોક્કસ ઇતિહાસ જાણવા નથી મળતો. પરંતુ અંગારા પર ચાલવાથી યુવાનોને કોઈ પ્રકારે પગમાં નુકસાન ન થતું હોવાનું તેમણે જણાવ્યું હતું. નોંધનીય છે કે ગ્રામજનો આ ચમત્કારિક ઘટનામાં ઈશ્વરીય શક્તિનો સમન્વય હોવાનું માની રહ્યા છે.
( વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://videos.bhaskarassets.com/2022/03/18/06-mahesana-angara-par-chavani-pratha-sahil_1647590278/mp4/v360.mp4 )
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈
👉 વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!