આલે લે તારે…જનતાના રખેવાળ પોલીસથી જ જનતા અસુરક્ષિત, જુઓ નશામાં ધૂત પોલીસ કોન્સ્ટેબલે સરકારી ગાડીથી બે યુવકોને અડફેટે લીધા : જુઓ ભયંકર વિડિઓ

ગુજરાત ટોપ ન્યૂઝ

હાલ સમગ્ર ભારતમાં ‘આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. તેમજ મોડાસા ખાતે હાલ રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીની તૈયારીનો ધમધમાટ ચાલી રહ્યો છે, ત્યારે આ રાજ્યકક્ષાના ઉત્સવને સફળ બનાવવા માટે સુરક્ષાકર્મીઓ આખા ગુજરાતમાંથી મોડાસા ખાતે એકઠા થયા હતા. ( વિડિઓ નીચે આપેલો છે )

આ દરમિયાન એક SRP કોન્સ્ટેબલે નશામાં ધૂત થઈ સરકારી ગાડી દ્વારા બે કિશોરને અડફેટે લીધા હતા. દારુ પીને ગાડી ચલાવવા ઉપરાંત લોકો સામે પણ દાદાગીરી કરી હતી. ત્યારબાદ હોસ્પિટલમાં પહોંચીને પણ કોન્સ્ટેબલે તમાશો કર્યો હતો. હાલ તેની વિડીયો પણ સામે આવ્યો છે.

મળતી માહિતી અનુસાર, મોડાસાનગરમાં એક તરફ પોલીસ દ્વારા સંગીત સંધ્યાનું આયોજન ચાલી રહ્યું હતું. આ દરમિયાન મૂળેટી એસઆરપી કેમ્પસમાં ફરજ બજાવતા એક કોન્સ્ટેબલે મોડાસા કલેક્ટર કચેરી પાસે આવેલા સીએનજી પમ્પ પાસે બે કિશોરને અડફેટે લીધા હતા. બંને કિશોર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.

ઇજાગ્રસ્ત બંનેને સારવાર અર્થે મોડાસા સાર્વજનિક હોસ્પિટલ ખસેડાયા હતા. તેમજ કોન્સ્ટેબલ પણ નશાની હાલતમાં જ સાર્વજનિક હોસ્પિટલ પહોંચ્યો હતો. હોસ્પિટલમાં સારવાર માટે આવ્યા બાદ પણ કોન્સ્ટેબલે હોબાળો મચાવ્યો હતો. જવાનનાં આ દૃશ્યો જોઈને દારૂબંધીના દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યા હોય એવું લાગે છે.

દારૂના નશામાં તેણે દરેક લોકો જોડે ગેરવર્તણૂક કરી હતી. કારણ પૂછતાં નશામાં ધૂત થઈને તેણે જણાવ્યું હતું કે, ગાડીની લાઈટ બંધ હોવાને કારણે અકસ્માત સર્જાયો હતો. દારૂ અંગે પૂછવામાં આવતાં તેણે કહ્યું હતું કે તમને કોણે કહ્યું કે મેં દારૂ પીધો છે? પછી ઉશ્કેરાઈને બૂમો પાડવા લાગ્યો હતો. આ રીતે હોસ્પિટલમાં પણ હોબાળો મચાવ્યો હતો. ગુજરાતમાં દારૂબંધી કહેવા માત્રની રહી ગઈ હોય ર્તેવું લાગી રહ્યું છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *