ઠપકો આપવો ભારે પડ્યો / સુરતમાં પાણીપુરી ખાવા આવેલી યુવતીઓની મશ્કરી કરનાર યુવકને ઠપકો આપવો આધેડને ભારે પડ્યો, જુઓ ઠપકો આપતા કર્યું એવું કે જાણીને ચોંકી ઉઠશો

ટોપ ન્યૂઝ સુરત

ગુનાખોરીના નામે જાણિતા થયેલા સુરતમાં વધુ એક હત્યાની ઘટના (Surat Murder case) સામે આવી છે. પાણીપુરીની લારી ઉપર પાણીપુરી (Panipuri) ખાવા ગયેલી યુવતીની મશ્કરી (Girl molestation) કરતા યુવકને બાજુમાં ઊભેલા આધેડે ઠપકો આપતાં ઉશ્કેરાયેલા યુવકે પોતાની પાસે રહેલા ચપ્પુ વડે (Knife attack) આ જણને ગંભીર ઇજા પહોંચાડી હત્યા કરી નાખી હતી. જોકે ઘટનાની જાણ થતાં સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ જવા પામ્યો હતો ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી જઇ આ મામલે હત્યાનો ગુનો દાખલ કરી હત્યા કરી ફરાર આરોપીની શોધખોળ શરૂ કરી હતી.

ગુજરાતનું આર્થિક પાટનગર ગણાતું સુરત છેલ્લા કેટલાક દિવસથી હતી આવો માટે જાણીતું બન્યું છે. દરરોજ સવાર પડેને એક હત્યાની ઘટના સામે આવતી હોય છે જોકે કહેવાય તો કેટલાક દિવસથી કે દિવસમાં બે અથવા ત્રણ હત્યાની ઘટનાઓમાં સુરતમાં બની છે.

ત્યારે વધુ એક હત્યાની ઘટના સામે આવતા શહેરમાં ચકચાર સાથે ભયનો માહોલ ફેલાઈ જવા સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા વડોદરા નજીકના ગણેશનગરમાં મોડી રાત્રે હત્યાની ઘટના સામે આવી હતી. ગણેશ નગર પાસે આવેલી પાણીપુરીની લારી ઉપર એક યુવતી પાણીપુરી ખાવા પહોંચી હતી તે સમયે આ જ વિસ્તારમાં રહેતો અને માથાભારે ઇસમની છાપ ધરાવતો રોહિત યાદવ પણ આ પાણીપુરીની લારી પર નાસ્તો કરવા પહોંચ્યો હતો.

જોકે નજીકમાં બે યુવતીને જોઈને રોહીત યાદવ ઠઠ્ઠા મશ્કરી કરવા લાગ્યો હતો. ત્યારે નજીકમાં જ ઊભેલા એક આધેડ રાહુલ ઠાકોર આ સમગ્ર ઘટના જોઈ ને રોહિત યાદવને યુવતિની મશ્કરી ન કરવા માટે બાબતે સમજાવી ઠપકો આપ્યો હતો.જે વાંચી રોહીત યાદવ ઉશ્કેરાઈ ગયો હતો અને પોતાની પાસે રહેલા ઘટક અને રાહુલ ઠાકોર ઉપર હુમલો કરી દીધો હતો જેને લઇને રાહુલ ઠાકોર ને પેટના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેનું ઘટના સ્થળે કરૂણ મોત થયું હતું. જોકે હત્યાની ઘટનાને અંજામ આપ્યા બાદ રોહિત યાદવ ત્યાંથી ભાગી છૂટ્યો હતો.

ઘટનાની જાણ થતા પાંડેસરા પોલીસ ઘટના સ્થળે દોડી જઇ આ મામલે ગુનો દાખલ કરી હત્યા કરી ફરાર થયેલા રોહિત યાદવને પકડી પાડવા અલગ અલગ ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. યુવતીની મશ્કરી કરવા જ એમને માર્યું હતું અને માતા પડ્યું કે આ જેની હત્યા કરી દેતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર સાથે અરેરાટી ફેલાઇ જવા પામી હતી.

જોકે શહેરમાં એક પછી એક હત્યાની ઘટના બનતા હાલ સુરત શહેર ક્રાઈમ સિટી તરીકે ઓળખાવવામાં આવી છે અને શહેરના લોકોમાં સામાન્ય બાબતે અત્યારની ઘટનાઓ જે રીતે સામે આવી જાય છે તેને લઈને ભયનો માહોલ પણ જોવા મળી રહ્યો છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *