પેટ્રોલ-ડીઝલ ના ભાવ ભડકે બળ્યા / બે અઠવાડિયામાં ફરી 13મી વખત પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો, જાણો ગુજરાતમાં આજનો નવો ભાવ શું છે?

ટોપ ન્યૂઝ ગુજરાત

ગુજરાત સહિત દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સામાન્ય લોકોને દઝાડી રહ્યા છે. છેલ્લાં 15 દિવસમાં 13મી વખત પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. છેલ્લા બે સપ્તાહમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં લગભગ 9.20 રૂપિયા પ્રતિ લીટરનો વધારો થયો છે. વધેલી કિંમતો મંગળવારે સવારે 6 વાગ્યાથી લાગુ થશે.

ઇંધણના સતત વધતા ભાવથી પ્રજા પરેશાન થઈ રહી છે, ત્યારે ગુજરાતમાં પેટ્રોલમાં લીટરે 79 પૈસાનો વધારો થયો છે, જ્યારે ડીઝલમાં લીટરે 83 પૈસાનો વધારો થયો છે. આ સાથે જ પેટ્રોલનો ભાવ 104.28 પ્રતિ લીટરે પહોંચ્યો છે, જ્યારે ડીઝલનો ભાવ 98.60 પ્રતિલીટરે પહોંચ્યો છે. મોંઘવારી ના માર નીચે મધ્યમવર્ગ મરી રહ્યો છે, પરંતુ તેની કોઈને ફરક પડતો નથી.

તેલ કંપનીઓએ પેટ્રોલ ડીઝલ, બન્નેમાં 80 પૈસા પ્રતિ લીટરના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી છે. છેલ્લાં 15 દિવસોની અંદર આ 13મી વખત ભાવ વઘારો ઝીંકાયો છે. આ વધારા સાથે અત્યાર સુધીમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 9.20 રૂપિયા પ્રતિ લીટરનો વધારો થયો છે. દેશની રાજધાની દિલ્હીમાં એક લીટર પેટ્રોલની કિંમત 104.61 રૂપિયા થશે, જ્યારે ડીઝલની કિંમત 95.87 રૂપિયા પ્રતિ લીટર થશે.

પેટ્રોલ ડીઝલ બાદ સીએનજી પણ ભાવ વધારાના રેસમાં છે 
ભૂતકાળમાં સીએનજીના ભાવમાં પણ કિલો દીઠ 80 પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો. આ વધારા બાદ દિલ્હીમાં CNGની નવી કિંમત 61.61 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. સીએનજીના ભાવમાં પણ એક સપ્તાહમાં ત્રણ વખત વધારો કરવામાં આવ્યો છે. એક સપ્તાહમાં તે 2.40 રૂપિયા પ્રતિ કિલો મોંઘો થયો છે.

તમે આ નંબરો પર નવી કિંમત જાણી શકો છો
તમે SMS દ્વારા પણ તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ શું છે તેની માહિતી મેળવી શકો છો. આ માટે, ઇન્ડિયન ઓઇલ (ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ – IOCL) ના ગ્રાહકોએ RSP કોડ લખીને 9224992249 નંબર પર મેસેજ મોકલવાનો રહેશે. તમને ઇન્ડિયન ઓઇલની વેબસાઇટ પર કોડ મળશે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.