આવો વિરોધ તમે ક્યાંય નહી જોયો હોઈ / અહીં પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા સામે એવો વિરોધ કર્યો કે સુરક્ષાકર્મીઓને મશીનગન થી ફાયરિંગ કરવું પડ્યું : જુઓ ડઝનબંધ નાગરિકો અને સૌનિકોના મૃત્યુ થયા

ટોપ ન્યૂઝ વર્લ્ડ

અધિકારીઓનું કહેવું છે કે પ્રદર્શન દરમિયાન લગભગ 18 સુરક્ષાકર્મીઓનાં મોત થયાં છે. મશીનગન ફાયરિંગમાં ડઝનબંધ પ્રદર્શનકારીઓ પણ માર્યા ગયા છે.

કઝાકિસ્તાનમાં ઇંઘનની કિંમતોમાં વધારાના વિરોધમાં પ્રદર્શનો શરૂ થયાં હતાં, પરંતુ બાદમાં પ્રદર્શનકારીઓએ તેમાં ઘણા રાજકીય મુદ્દાઓને પણ સામેલ કર્યા હતા.

રાષ્ટ્રપતિએ કોને જવાબદાર ઠેરવ્યા?
રાષ્ટ્રપતિ કાસિમ-જોમાર્ટ તોકાયેવે આ માટે વિદેશમાં પ્રશિક્ષિત ‘આતંકવાદી ગૅંગ’ને જવાબદાર ઠેરવી છે. જોકે, આ માટે કોઈ પુરાવા આપ્યા નથી.

બુધવારે એક સરકારી ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં રાષ્ટ્રપતિએ દેશમાં બગડતી પરિસ્થિતિ વચ્ચે સામૂહિક સુરક્ષા સંધિ સંગઠન (સીએસટીઓ) પાસેથી સમર્થન માંગ્યું હતું. સીએસટીઓએ રશિયા અને છ પૂર્વ સોવિયેટ સંઘનાં રાજ્યોનું લશ્કરી સંગઠન છે.

રશિયન આરઆઈએ ન્યૂઝ સંસ્થા અનુસાર, કઝાકિસ્તાનની મદદ માટે મોકલવામાં આવેલી સેનામાં કથિત રીતે 2,500 સૈનિકો છે. સીએસટીઓનું કહેવું છે કે આ શાંતિસેના છે અને તે દેશ અને તેનાં લશ્કરી થાણાઓની સુરક્ષા કરશે. આ સેના કેટલાંક અઠવાડિયાં સુધી કઝાકિસ્તાનમાં રહેશે.

રશિયામાં પણ પ્રદર્શનકારીઓ રોષે ભરાયને સરકાર સામે ઉગ્ર વિરોધ કર્યો હતો પરંતુ હજુ સુધી સરકારે કોઈ નિર્ણય લીધો નથી અને સૌનિકોને પણ ક્યારે પરત બોલાવશે તે પણ સરકારે જણાવ્યું નથી.

બીજી તરફ અમેરિકાનું કહેવું છે કે તેઓ કઝાકિસ્તાનની સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. હવે આ સ્થિતિમાં રશિયા અને અમેરિકા કઈ રીતે આગળ સંમજોતી કરશે એ નિર્ણય જોવાનો રહ્યો.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.