લગ્નના એક મહિનામાં જ સુરતની ફિઝિયોથેરાપિસ્ટે તાપીમાં લગાવી મોતની છલાંગ, કારણ જાણીને તમે ચોંકી જશો

ટોપ ન્યૂઝ સુરત

સુરત શહેર માંથી આપઘાતની વધુ એક ઘટના સામે આવી છે. શહેરના પાલનપુર વિસ્તારમાં રહેતી ફિઝિયોથેરાપિસ્ટ યુવતીની તાપી નદીમાંથી લાશ મળી આવતા ચકચાર મચ્યો છે. ઘટના અંગે પોલીસનું જણાવવું છે કે, યુવતીએ તાપીમાં છલાંગ લગાવી આપઘાત કર્યો છે.

તમને જણાવી દઈએ કે, આ યુવતીના 27 દિવસ પહેલા જ લગ્ન થયા હતા. તાપીમાં મોતની છલાંગ લગાવી આપઘાત કરી લેતા ઘણા સવાલો ઉભા થયા છે. ફિઝિયોથેરાપિસ્ટ યુવતીના અકાળે મોતથી પરિવારમાં માતમ છવાઈ ગયો છે.

શહેરના પાલનપુર પાટિયામાં આવેલી શ્રી રંગ સોસાયટીમાં રહેતી 25 વર્ષીય હેમાંગી પટેલ ફિઝિયોથેરાપિસ્ટ હતી. હેમાંગી પટેલના 27 દિવસ પહેલા જ ડેરિક સાથે લગ્ન થયા હતા. ડેરિક ઓનલાઇનના બિઝનેસ સાથે સંકળાયેલો હતો. લગ્નના 27 દિવસમાં જ એવું શું થયું કે, યુવતીએ આવું પગલું ભર્યું.

હેમાંગી પટેલ ગઈકાલે એટલે કે મંગળવારે નોકરીએ જવાનું કહીને ઘરેથી નીકળી હતી. પછી હેમાંગી પાછી આવી જ નહોતી. ત્યારબાદ કોઈ ખબર ન મળતા પરિવાર હેમાંગીની શોધખોળમાં લાગી ગયો હતો. ઘણી શોધખોળ બાદ પણ હેમાંગીનો કોઈ પતો લાગ્યો નહતો, ત્યારે બુધવારે સવારે હેમાંગીની હનુમાન ટેકરી નજીક તાપી નદીમાંથી લાશ મળી આવતા હાહાકાર મચી ગયો હતો.

ઘટનાની જાણ થતા સિંગણપોર પોલીસ સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પહોચી ગયો હતો. ગઈકાલે બપોરના સમયે હેમાંગી ઘરેથી નોકરી પર જવા માટે નીકળી હતી. ત્યારબાદ હેમાંગી કલીનીક પર પહોચી ન હતી, કલીનીક પરથી ફોન પણ કરવામાં આવ્યો હતો કે, હેમાંગી કેમ કલીનીક પર પહોચી નથી.

કલીનીકથી ફોન આવતા જ પરિવારજનોએ હેમાંગીની શોધખોળ શરુ કરી હતી. લાંબી શોધખોળ બાદ કોઈ અતોપતો ન મળતા પરિવારે તેરાંદેર પોલીસ મથકમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *