હૈયુ ચીરી નાખતી ઘટના / ટ્રેન નીચે આવી જતા શરીરના ટુકડેટુકડા થઇ ગયા, કપાયેલું શરીર પકડીને દીકરાનું હૈયાફાટ રુદન : વિડિઓ જોઈને કાળજું કંપી જશે

ટોપ ન્યૂઝ ગુજરાત

એ વિચાર માત્ર જ કાળજું કંપાવી દે છે કે ટ્રેન નીચે આવી જતાં પિતાના બે ટુકડા થયા હોય, ધડ તરફડિયાં મારતું હોય અને લાચાર પુત્ર પિતાના પગ પકડીને હૈયાફાટ રુદન કરતો હોય. આવી જ કરુણ ઘટના, જેને જોઈને હૃદય ધ્રૂજી ઊઠે, એ ઘટના પાટણના સુજનીપુર નજીક ઘટી છે. રેલવે-ફાટક પાસે 45 વર્ષીય આધેડે કોઈ કારણસર માલગાડી નીચે પડતું મૂકતાં તેમના શરીરના બે ટુકડા થઈ ગયા.

પિતાએ ટ્રેન નીચે પડતું મૂક્યાની જાણ થતાં દીકરો અને દીકરી ઘટનાસ્થળે પહોંચ્યાં હતાં. ટ્રેન નીચે કપાયેલા પિતાનું ધડ તરફડિયાં મારી રહ્યું હતું. પિતાની હાલત જોઈ દીકરો તેમના પગ પકડીને હૈયાફાટ આક્રંદ કરી રહ્યો હતો. પિતાના દેહ પાસે દીકરા-દીકરીના આક્રંદથી સૌકોઈ કંપી ઊઠ્યા.

પાટણ સુજનીપુર નજીક રેલવે-ફાટક પર 45 વર્ષીય આધેડે આત્મહત્યા કરી લીધી છે. સુજનીપુર નજીકથી પસાર થઇ રહેલી માલગાડી નીચે આધેડે પડતું મૂકતાં શરીરના બે ટુકડા થઇ ગયા હતા. આ કાળજું કંપાવનારી ઘટનામાં આધેડના શરીરના બે ટુકડા થઇ ગયા હોવા છતાંય અમુક સેકન્ડ તેઓ જીવંત રહ્યા હતા. તેઓ હાથથી ટ્રેનને પકડીને શ્વાસ લઇ રહ્યા હતા. તરફડતા આધેડને જોઇ પરિવારના સભ્યનું હૈયાફાટ આક્રંદથી ગમગીની છવાઇ ગઇ હતી.

મળતી માહિતી મુજબ, શનિવારે પાટણના સુજનીપુર નજીક રેલવે-ફાટક પાસે માલગાડી પસાર થઇ રહી હતી. એ દરમિયાન અગમ્ય કારણોસર સેવંતી ભારથી ગૌસ્વામી નામના 45 વર્ષીય આધેડે ટ્રેન નીચે પડતું મૂકીને આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટનામાં આધેડના શરીરના બે ટુકડા થઇ ગયા હતા. આધેડના શરીરના બે ટુકડા થઇ ગયા હોવા છતાંય અમુક સેકન્ડ તેઓ જીવંત રહ્યા હતા.

આ ઘટનાના પગલે માલગાડી ઊભી રહેતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક આ બાબતે જાણ કરતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસ તપાસમાં આધેડની ઓળખાણ થતાં તેના પરિવારનો સંપર્ક કરતાં તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પરિવારજનોના આક્રંદથી ગમગીની છવાઈ ગઈ હતી. પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

( વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://videos.bhaskarassets.com/2022/03/19/13-patan-aatmhatya-vishal1_1647685428/mp4/v360.mp4 )


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.