ખુલ્લેઆમ ખૂની ખેલ ખેલાયો / સુરતમાં જાહેરમાં જ ખેલાયો ખૂની ખેલ, જુઓ આ કારણોસર યુવકને ચપ્પુના ઘા ઝીંકીને ઉતાર્યો મોતને ઘાટ

સુરત ટોપ ન્યૂઝ

હેરના પરવત(Paravat) ગામના બજરંગ નગર(Bajrang Nagar)માં અડધી રાત્રે કેટલાક અસમાજિક તત્વોએ એક યુવકને જાહેરમાં ચપ્પુના ઘા મારી જીવતો પતાવી દીધો હતો. મળતી માહિતી અનુસાર, મૃતક સોનુ ઉર્ફે રાકેશ વાધમારે ડાયમંડમાં નોકરી કરતો હોવાનું જાણવા મળ્યું છે અને દોઢ વર્ષ પહેલાં જ પ્રભુતામાં પગલાં પાડી એક નવી જિંદગીની શરૂઆત કરી હતી. ઘરથી 500 મીટર દૂર સોનુને કોઈ મારી રહ્યા હોવાની માહિતી મળતાની સાથે જ ભાઈ અને પિતાએ બચાવવા દોટ મૂકી હતી. જોકે સોનુ જમીન પર લોહી લુહાણ હાલતમાં મળી આવતા ચકચાર મચી ગઈ હતી.

ઘટના સ્થળેથી ચપ્પુ મળ્યું
મૃતકનો મોટો ભાઈ જગદીશ વાધમારેએ જણાવતા કહ્યું હતું કે, પરિવારમાં બે ભાઈ અને માતા-પિતા સાથે તે રહેતા હતાં. સોનુના દોઢ વર્ષ અગાઉ જ લગ્નના તાંતણે બંધાયા હતા. ગુરુવારના રોજ મોડી રાત્રે એક અજાણ્યો ઈસમ ઘરે કહેવા માટે આવ્યો હતો કે, સોનુને બજરંગ નગરમાં કોઈ મારી રહ્યું છે. આ સાંભળીને મે અને મારા પપ્પાએ સાથે દોટ મૂકી હતી. ત્યાં પૂગતા જ સોનુ લોહીના ખાબોચિયામાં પડેલો જોવા મળ્યો હતો. ઘટના સ્થળેથી એક તીક્ષ્ણ ચપ્પુ પણ મળી આવ્યું હતું.

હોસ્પીટલમાં મૃત જાહેર કરાયો હતો:
સોનુને તાત્કાલિક ધોરણે 108ની મદદથી સ્મીમેર હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. સોનુની હત્યા પાછળ જૂની અદાવત હોવાનું બહાર આવ્યું છે. એટલું જ નહીં પણ દારૂના ધંધાની અદાવત કે હરીફાઈમાં સોનુનું મર્ડર કરવામાં આવ્યું હોવાની ચર્ચા ચાલી રહી છે. લિંબાયત પોલીસ દ્વારા આ મામલે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

જગદીશ વાધમારે (મૃતકનો મોટો ભાઈ)એ જણાવ્યું હતું કે, પરિવારમાં બે ભાઈ અને માતા-પિતા સાથે રહેતા હતાં. સોનુના દોઢ વર્ષ પહેલા જ લગ્ન થયા હતા. ગુરુવારની મોડી રાત્રે એક અજાણ્યો ઈસમ ઘરે કહેવા આવ્યો હતો કે, સોનુને કોઈ બજરંગ નગરમાં મારી રહ્યું છે. આ સાંભળીને હું પિતા સાથે દોડીને ગયો હતો. સોનુ લોહીના ખાબોચિયામાં પડેલો હતો. ઘટના સ્થળેથી એક ચપ્પુ પણ મળી આવ્યું હતું.

સોનુને તાત્કાલિક 108ની મદદથી સ્મીમેર હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં તેને મૃત જાહેર કરાયો હતો. સોનુની હત્યા પાછળ જૂની અદાવત હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં પણ દારૂના ધંધાની અદાવત કે હરીફાઈમાં સોનુનું મર્ડર કરાયું હોવાની ચર્ચા ચાલી રહી છે. લિંબાયત પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.


જો તમને આ આર્ટિકલ ગમ્યો હોય તો આને લાઈક અને શેર કરી અમને નવા આર્ટિકલ બનાવવા માટે પ્રેરણા આપતા રહો. સાથેજ નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.