બજેટ સત્ર 2022 LIVE / બજેટ સત્ર પેહલા PM મોદીએ આપ્યું મહત્વનું નિવેદન, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું સંબોધન શરુ

ટોપ ન્યૂઝ ઇન્ડિયા

બજેટ સત્ર શરૂ થતા પહેલા આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મીડિયા સાથે વાત કરી. પીએમ મોદીએ કહ્યું કે વારંવાર ચૂંટણી સત્રને પ્રભાવિત કરે છે. ચૂંટણી પોતાની જગ્યાએ છે પરંતુ બજેટ સત્રનું પણ પોતાનું મહત્વ છે. ચૂંટણીના કારણે સંસદમાં ઉઠનારા મુદ્દાઓ પ્રભાવિત ન થવા જોઈએ.

પીએમ મોદીએ કહ્યું કે આજથી બજેટ સેશન શરૂ થઈ રહ્યું છે. હું તમામ સાંસદોનું સત્ર માટે સ્વાગત કરું છું. આજની વૈશ્વિક સ્થિતિમાં ભારત માટે અનેક અવસરો છે. આ સત્ર દેશની આર્થિક પ્રગતિ, રસીકરણ કાર્યક્રમ, મેડ ઈન ઈન્ડિયા રસી વિશે દુનિયામાં વિશ્વાસ વધારશે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે આ સત્રમાં પણ ચર્ચા, ચર્ચાના મુદ્દા અને ખુલ્લા વિચારોવાળી ચર્ચા વૈશ્વિક પ્રભાવ માટે એક મહત્વપૂર્ણ અવસર બની શકે છે. મને આશા છે કે તમામ સાંસદો, રાજકીય પક્ષો ખુલ્લા મગજથી ગુણવત્તાવાળી ચર્ચા કરશે અને દેશને ઝડપથી વિકાસના પથ પર લઈ જવામાં મદદ કરશે.

પીએમ મોદીએ કહ્યું કે એ સાચુ છે કે ચૂંટણી સત્ર અને ચર્ચા પર પ્રભાવ કરે છે પરંતુ મારી તમામ સાંસદોને અપીલ છે કે ચૂંટણી તો થતી રહેશે પરંતુ બજેટ સત્ર આખા વર્ષનું બ્લ્યૂપ્રિન્ટ છે. આપણે આ સત્રમાં જેટલી સારી ચર્ચા કરીશું, દેશને આર્થિક ઊંચાઈઓ પર લઈ જવા માટે એટલી જ તકો મળશે.

સંસદનું બજેટસત્ર આજથી શરૂ થઈ રહ્યું છે. એની શરૂઆત રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના સંબોધનથી થઈ છે. તેઓ સંસદનાં બંને ગૃહોને સંબોધિત કરી રહ્યા છે. એની સાથે જ બજેટસત્ર-2022ની શરૂઆત થઈ છે. મંગળવારે બજેટ રજૂ કરવામાં આવશે. બજેટ સત્રની શરૂઆત પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંસદ પહોંચ્યા હતા અને તેમણે મીડિયા સાથે વાતચીત કરી હતી. તેમણે કહ્યું હતું કે બજેટ પર ખુલ્લા મનથી ચર્ચા થાય. આ દેશને એક નવી ઊંચાઈએ લઈ જવાની તક છે.

શરૂઆતના બે દિવસ સિવાય સંસદનાં બંને ગૃહોની કાર્યવાહી બે શિફ્ટમાં ચાલશે. રાષ્ટ્રપતિ સોમવારે બંને ગૃહોને સંબોધિત કરશે. તે પછીના દિવસથી લોકસભાની કાર્યવાહી સાંજે ચાર વાગ્યાથી નવ વાગ્યા સુધી અને રાજ્યસભાની કાર્યવાહીની શરૂઆત સવારે નવ વાગ્યાથી થશે. સોમવારે રાજ્યસભાની કાર્યવાહી બપોરે અઢી વાગ્યાથી શરૂ થશે. સોમવારે જ બંને ગૃહોમાં આર્થિક સર્વેક્ષણ રજૂ કરવામાં આવશે.

સત્રમાં બધાની નજર મંગળવારે રજૂ થનારા સામાન્ય બજેટ પર રહેશે. નાણાં મંત્રી નિર્મલા સીતારમણ સવારે 11 વાગ્યે લોકસભામાં સામાન્ય બજેટ રજૂ કરશે. આ સતત બીજુ બજેટ છે, જે કોરોનાની વચ્ચે રજૂ થશે. નાણાં મંત્રીની સામે કોરોનાના કારણે પડકારોનો સામનો કરી રહેલી અર્થવ્યવસ્થાને સંભાળવાની સાથે મધ્ય અને ગરીબ વર્ગને રાહત આપવાનો પડકાર છે. આ પાછળનું કારણ એ છે કે પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી આવી રહી છે.

પેગાસસ, MSP સહિત ઘણા મુદ્દાઓ પર સરકારને ઘેરવાની તૈયારી
પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીના કારણે વિપક્ષ ઘણા મુદ્દાઓ પર સરકારને ઘેરવાની કોશિશ કરશે. કોંગ્રેસ સહિત ઘણા વિપક્ષોએ પેગાસસ મામલામાં થયેલા નવા ખુલાસાઓ પર સરકારને ઘેરવાની યોજના બનાવી છે. તેમાં ખેડૂત આંદોલન દરમિયાન નોંધાયેલા કેસોને પરત ન લેવા, MSP પર કાયદાકીય ગેરન્ટી સહિત અન્ય મુદ્દાઓ પર વિચાર માટે કમિટીની રચના અત્યાર સુધી ન થવી, RRB-NTPC પરિક્ષાના પરિણામ પર વિદ્યાર્થીઓનું આંદોલન અને મોંઘવારીના મુદ્દાઓ પર વિપક્ષે સરકારને ઘેરવાની યોજના બનાવી છે. કોંગ્રેસ લદ્દાખમાં ચીનની ઘુસણખોરી સાથે જોડાયેલા મુદ્દાઓ બાબતે પણ સરકાર પર પ્રહારો કરી શકે છે.

રાજ્યસભામાં બજેટ સત્ર દરમિયાન 29 બેઠક થશે
આજથી શરૂ થઈ રહેલા સંસદના બજેટ સત્ર દરમિયાન રાજ્યસભામાં કુલ 29 બેઠકો થશે. રાજ્યસભાના સચિવાલય તરફથી આપવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બજેટ સત્રના પ્રથમ ભાગમાં 31 જાન્યુઆરીથી 11 ફેબ્રુઆરીની વચ્ચે 10 બેઠક થશે. જેનો સમય 95 કલાકનો રહેશે. આ રીતે બજેટ સત્રના બંને ભાગમાં રાજ્યસભામાં કુલ 135 કલાક બેઠક ચાલશે.

કેન્દ્રીય બજેટ 2022ની મંજૂરી માટેની બેઠક એક ફેબ્રુઆરીએ
સંસદ સત્રનું કામકાજ સરળ રીતે ચાલે તેના માટે રાજ્યસભાના મોડરેટર અને વાઈસપ્રેસિડન્ટ એમ વેંકૈયા નાયડૂ અને સંસદીય કાર્યમંત્રી પ્રહ્લાદ જોશી સોમવારે રાજકીય પક્ષોના નેતાઓ સાથે બેઠ કરશે. કાર્યમંત્રણા સમિતિની બેઠક પણ સોમવારે થશે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.