પ્રધાનમંત્રી મોદીએ ગૃહમંત્રી અમિત શાહ અને રક્ષામંત્રી રાજનાથ સિંઘ સાથે હાઇલેવલ મીટિંગ કરી છે, જાણો કયા મુદ્દે થઈ ચર્ચા
સંસદમાં શિયાળુ સત્ર શરૂ થઈ ગયું છે અને હાલમાં જ કૃષિ કાયદાને રદ્દ કરતાં બિલ પસાર કરવામાં આવ્યા છે. આ સત્રમાં ભારત સરકાર 26 બિલોને પાસ કરાવવા માંગે છે ત્યારે વિપક્ષ કોઈ ભોગે માનવા માટે તૈયાર નથી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સવારે શિયાળુ સત્ર મુદ્દે હાઇલેવલ બેઠક બોલાવી હતી. આ બેઠકમાં રક્ષામંત્રી રાજનાથ સિંઘ, ગૃહમંત્રી અમિત શાહ અને કૃષિ મંત્રી નરેન્દ્ર સિંઘ તોમર હાજર હતા. આ બેઠકમાં આગામી સત્રમાં કઈ રણનીતિ પર કામ કરવામાં આવે તે મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. જોકે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ સિવાયના પણ અમુક ખાસ મુદ્દાઓ પર પ્રધાનમંત્રીએ સૂચનો આપ્યા હોય તેવી પૂરેપૂરી શક્યતા છે.
છેલ્લા એક વર્ષથી જે કામ કરવા માટે સરકાર પાસે માંગ કરવામાં આવી રહી હતી, તે ગઇકાલે જ સંસદનાં પહેલા દિવસે જ કરવામાં આવ્યું છે. ત્રણેય કૃષિ કાયદા રદ્દ કરતો બિલ સંસદમાંથી પસાર કરવામાં આવ્યું હતું. જોકે વિપક્ષી પાર્ટીઓએ આમાં પણ ભયંકર હંગામો કર્યો હતો. રાહુલ ગાંધી સહિતનાં નેતાઓ માંગ કરી રહ્યા છે કે સરકાર ચર્ચા કર્યા વગર કાયદાઓને રદ્દ ન કરી શકે.
Prime Minister Narendra Modi holds meeting with top ministers including Rajnath Singh, Amit Shah and Narendra Singh Tomar in Parliament to discuss strategy for the ongoing winter session pic.twitter.com/cTmliLMeAA
— ANI (@ANI) November 30, 2021
આ સિવાય ગઇકાલે જ લોકસભા અને રાજ્યસભામાં જુદી જુદી પાર્ટીઓના 12 સાંસદોને આખા સત્ર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ મુદ્દે પણ વિપક્ષી પાર્ટીઓ લાલચોળ થઈ છે અને આજે પણ રાહુલ ગાંધી સહિત અનેક નેતાઓએ વિરોધમાં મીટિંગ કરી હતી.
કેન્દ્ર સરકારની તરફથી ત્રણેય કૃષિ કાયદાને રદ્દ કરવાનું બિલ સંસદમાં રજૂ કરવામાં આવી શકે છે. કેન્દ્રીય કેબિનેટે આ ત્રણેય કાયદાને પરત લેવાની મંજૂરી આપી દીધી છે. આ કાયદા અંગે દિલ્હીની સરહદ પર છેલ્લા એક વર્ષથી ખેડૂતો પ્રદર્શન કરી રહ્યા છે. MSPની ગેરંટી આપવા મુદ્દે પણ ખેડૂતો હજી પણ પ્રદર્શન કરી રહ્યા છે.
સંસદનું શિયાળુસત્ર હંગામેદાર રહેવાની શક્યતાઓ જણાઈ રહી છે. સત્ર દરમિયાન વિપક્ષ કૃષિ કાયદાની સાથે પેગાસસનો મુદ્દો પણ ઉઠાવી શકે છે. આ મુદ્દાઓ પર વિપક્ષ ભારે હોબાળો કરી શકે છે. સરકાર તરફથી પણ વિપક્ષનું ચક્રવ્યુહ તોડવાની રણનીતિ બનાવવામાં આવી રહી છે.

સર્વદળીય બેઠક બાદ બપોરે ત્રણ વાગે ભાજપ સંસદીય કાર્યકારિણીની બેઠક મળશે. ત્યારબાદ સાંજે 4 વાગે NDAની મહત્વની બેઠક યોજાવા જઇ રહી છે. કહેવામા આવી રહ્યું છે કે NDA સત્ર માટેની રણનીતિ બનાવશે. જ્યારે સરકારની તૈયારીઓની વચ્ચે વિપક્ષની પાર્ટીઓના નેતાઓએ પણ બેઠક બોલાવી હતી. આ બેઠકમાં રાજ્યસભા અને વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ બોલાવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!