ચૂંટણીનો પ્રવાહ તેજ / એક દિવસના ગુજરાત પ્રવાસે આવશે PM મોદી, જાણો ક્યારે અને કેમ ખાસ છે આ મુલાકાત

ઇન્ડિયા ગુજરાત

12મી જુલાઇએ રથયાત્રા બાદ પીએમ મોદી ગુજરાત પ્રવાસે આવશે જેમાં તેઓ અમદાવાદ સ્થિત સાયન્સસિટીની મુલાકાત લેશે.

  • PM મોદી વધુ એક વખત ગુજરાત મુલાકાતે આવશે
  • ગૃહમંત્રી અમિત શાહના પ્રવાસ બાદ PM મોદી ગુજરાત આવશે
  • રથયાત્રા બાદ PM મોદી ગુજરાત આવશે

PM મોદી અમદાવાદ સાયન્સસિટીની મુલાકાત લેશે 
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટૂંક જ ગુજરાતનો પ્રવાસ કરશે. ગૃહમંત્રી અમિત શાહના પ્રવાસ બાદ હવે પીએમ મોદી અમદાવાદની મુલાકાતે આવી રહ્યા છે. પીએમ મોદીના પ્રવાસને લઈને તંત્રને કામ અંગે સૂચના આપી દેવામાં આવી છે.

સાયન્સ સિટી ખાતે તૈયાર કરાયેલ એક્વિરિયમને ખુલ્લું મુકશે
12મી જુલાઇએ રથયાત્રા બાદ પીએમ મોદી ગુજરાત પ્રવાસે આવશે જેમાં તેઓ અમદાવાદ સ્થિત સાયન્સસિટીની મુલાકાત લેશે. સાયન્સ સિટી ખાતે તૈયાર કરવામાં આવેલ એક્વિરિયમનું ઉદ્ઘાટન પીએમ મોદીના હાથે કરવામાં આવશે. આ સિવાય પ્રવાસ દરમિયાન પીએમ મોદી ગાંધીનગર રેલવે સ્ટેશન પર તૈયાર કરવામાં આવેલ હોટલ પણ ખુલ્લી મૂકશે.

વહીવટી તંત્રને તમામ કામગીરી 10 દિવસમાં પૂર્ણ કરવા સૂચના
પીએમ મોદીના પ્રવાસને તંત્રને તમામ કામગીરીને 10 જ દિવસમાં પૂરી કરી લેવાના ગુજરાત સરકાર દ્વારા આદેશ આપવામાં આવ્યા છે.

અમદાવાદમાં આવેલી સાયન્સ સિટીમાં ગુજરાતનું પહેલું એક્વેરિયમ બનાવવામાં આવ્યું છે જેમાં દેશ વિદેશની માછલીઓ જોવા મળશે તેમજ એક્વેરિયમમાં સ્કૂબા ડાઈવિંગ મજા પણ માણી શકાશે, સાયન્સ સિટીની મુલાકાતે આવેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે 250 કરોડના ખર્ચે વર્લ્ડ ક્લાસ એક્વેરિયમ પણ તૈયાર કરવામાં આવ્યું છે જેનું લોકાર્પણ ટૂંક સમયમાં કરવામાં આવશે.

દુનિયાના સારા એક્વેરિયમમાનું એક એક્વેરિયમ 
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે દુનિયાના સારા એક્વેરિયમમાનું એક એક્વેરિયમ બની રહ્યું છે, જેમાં દુનિયામાં અલગ અલગ મહાસાગરોમાંથી વિવિદ પ્રજાતિની માછલીઓ લાવ્યા છીએ, જેની વ્યવસ્થાના ભાગરૂપે એક્સપર્ટ લોકોને જવાબદારી સોંપવામાં આવી છે. સાથે જ એક્વેરિયમમાં સ્કૂબા ડાઈવિંગની પણ વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં નાના માટા સૌ કોઈ સ્કૂબા ડાઈવિંગની મજા માણી શકશે. મુખ્યમંત્રીએ જણાવ્યું છે કે હવે અમદાવાદીઓ માટે સ્કૂબા ડાઇવિંગ કરવું શક્ય બનશે, અમદાવાદ માટે સ્કૂબા ડાઈવિંગ આકર્ષણનું કેન્દ્ર બનશે. ટૂંક સમયમાં જ એક્વેરિયમ અને સ્કૂબા ડાઈવિંગ યુવાનો અને બાળકો માટે ખુલ્લું મુકવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published.