સૌથી સુરક્ષિત મોદીની નવી કાર / AK-47ની ગોળીઓ હોય કે મોટો બોમ્બ PM મોદીની નવી મર્સિડીઝ મેબેક S650 ગાર્ડ સામે ફેલ થઈ જશે, બુલેટપ્રૂફ કારના ફીચર્સ જાણી આંખો પહોળી થઈ જશે

ટોપ ન્યૂઝ ઇન્ડિયા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાફલામાં નવી મર્સિડીઝ કારનો સમાવેશ કરવામાં આવ્યો છે. પીએમની સુરક્ષા માટે આ નવી કાર લાવવામાં આવી છે. એનો મોડલ નંબર મર્સિડીઝ મેબેક S650 ગાર્ડ છે. આ કાર પ્રીમિયમ અને હાઈટેક ફીચર્સથી સજ્જ છે. જોકે આ કારની સૌથી મહત્ત્વની વાત એ છે કે એ બુલેટ અને બોમ્બબ્લાસ્ટથી બિનઅસરકારક છે. તાજેતરમાં જ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની ભારત મુલાકાત દરમિયાન પીએમ મોદી પહેલીવાર આ કારમાં જોવા મળ્યા હતા. મોદીની આ નવી કારમાં શું ખાસ છે ચાલો, જાણીએ.

PM મોદીની ન્યૂ મર્સિડીઝ મેબેક S650 ગાર્ડનાં સેફ્ટી ફીચર્સ

  • આ કારમાં હાઇ લેવલ સેફ્ટી પ્રોટેક્શન આપવામાં આવ્યું છે. કારના વિંડો ગ્લાસ અને બોડી શેલ એટલા મજબૂત છે કે એની પર AK-47 જેવી બંદૂકની ગોળી પણ કોઈ અસર નથી કરતી.
  • કારને એક્સપ્લોસિવ રેઝિસ્ટન્ટ વ્હીકલ 2010 રેટિંગ મળ્યાં છે. એમાં બેઠેલી વ્યક્તિ માત્ર 2 મીટરના અંતરે 15 કિલો સુધીનો TNT વિસ્ફોટ થાય તોપણ સુરક્ષિત રહી શકે છે.
  • ગાડીની વિંડો પર પોલિકાર્બોનેટનો સ્તર છે. એનાથી વધુ એક લેયર સેફ્ટી મળે છે. ગેસનો હુમલો થાય તો કેબિનને અલગથી એર સપ્લાય પણ મળે છે.
  • મર્સિડીઝ મેબેક S650 ગાર્ડ સ્પેશિયલ રન ફ્લેટ ટાયર્સ પર પણ ચાલી શકે છે, તેથી જો કોઈ બોમ્બ ફૂટ્યો અને ટાયર્સ ડેમેજ થયાં તોપણ આ ગાડી સ્પીડમાં દોડી શકે છે.
  • કારની ફ્યૂલ ટેંકમાં એક સ્પેશિયલ એલિમેન્ટ કોટ આપવામાં આવ્યો છે, જે ગોળી વાગવાથી પડેલા કાણાંને રિપેર કરીને સીલ કરી દે છે. આ કોટ બોઇંગ AH-64, અપાચે ટેંક એટેક હેલિકોપ્ટર્સમાં ઉપયોગમાં આવનારી સામગ્રીથી બનેલો હોય છે.

એન્જિન અને ઇન્ટીરિયર : આ હાઈ લેવલ સિક્યોરિટી કારમાં 6.0-લિટર ટ્વિન-ટર્બો V12 એન્જિન આપવામાં આવ્યું છે. એ 516bhpનો પાવર અને 900Nmનો ટોર્ક જનરેટ કરી શકે છે. કારની ટોપ સ્પીડ 160 kmph છે. કારની અંદર મસાજ સીટ આપવામાં આવી છે, જે પ્રવાસ દરમિયાન પેસેન્જરનો થાક દૂર કરશે. પેસેન્જર જરૂરિયાત મુજબ લેગરૂમ વધારી શકે છે. કારની પાછળની સીટ્સમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે.

કિંમત : મર્સિડીઝ મેબેક S650 ગાર્ડ એ ફેસલિફ્ટ મોડલ છે, જેની કિંમત આશરે રૂ. 12 કરોડ છે. અન્ય કોઈપણ કારની તુલનામાં એ હાઈ ક્વોલિટીની સેફ્ટી ધરાવે છે. મર્સિડીઝ મેબેકે ગયા વર્ષે S600 ગાર્ડ ઇન્ડિયન માર્કેટમાં 10.5 કરોડ રૂપિયામાં લોન્ચ કરી હતી.

ગાડીઓનું અપગ્રેડેશન SPG નક્કી કરે છે : નવી કારનું અપગ્રેડેશન સામાન્ય રીતે સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ (SPG) દ્વારા કરવામાં આવે છે, જે દેશના રાજ્યના વડાઓની સુરક્ષાનું ધ્યાન રાખે છે. SPG નક્કી કરે છે કે શું રાજ્યના વડાને સુરક્ષાની જરૂરિયાતોને ધ્યાનમાં લઈને વાહન અપગ્રેડ કરવાની જરૂર છે. આવી સ્થિતિમાં હવે PM મોદીના કાફલાનાં વાહનોને અપગ્રેડ કરવામાં આવ્યાં છે. મર્સિડીઝ મેબેક S650 ગાર્ડને રેન્જ રોવર વોગ અને ટોયોટા લેન્ડ ક્રૂઝરથી અપગ્રેડ કરવામાં આવી છે.

PM નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેઓ બુલેટપ્રૂફ મહિન્દ્રા સ્કોર્પિયોમાં મુસાફરી કરતા હતા. 2014માં વડાપ્રધાન બન્યા બાદ તેમણે BMW 7 સિરીઝ હાઈ-સિક્યોરિટી એડિશનનો ઉપયોગ કર્યો હતો. ત્યાર બાદ તેમની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સમયાંતરે કારને અપગ્રેડ કરવામાં આવતી રહી છે.

કારમાં દમદાર સુરક્ષા : મર્સિડીઝ-માયબાક S650 ગાર્ડ લેટેસ્ટ ફેસલિફ્ટેડ મોકલ છે જે VR10 લેવલ પ્રોટેક્શન સાથે આવે છે અને આ અત્યાર સુધી કોઈ કારમાં આપવામાં આવેલી સૌથી સારી સુરક્ષા છે. રિપોર્ટ પ્રમાણે મર્સિડીઝ-માયબાકને પાછલા વર્ષે 10.5 કરોડ રૂપિયાની કિંમત પર S600 ગાર્ડ ભારતમાં લોન્ચ કરી હતી અને S650 ની કિંમત 12 કરોડ રૂપિયાથી વધુ છે.

છેતરવા માટે તેનો ઉપયોગ કરો : સ્પેશિયલ પ્રોટેક્શન ગાર્ડ અથવા SPG ભારતના વડાની સુરક્ષા માટે જવાબદાર છે અને સામાન્ય રીતે તે નવી કાર માટે વિનંતી મોકલે છે. SPG સંરક્ષણની જરૂરિયાતને સમજે છે અને તે નક્કી કરે છે કે જે વ્યક્તિને સુરક્ષિત કરવામાં આવી રહી છે તેને નવી કારની જરૂર છે કે નહીં.

મર્સિડીઝ-માયબાક S650 ગાર્ડની સાથે ખુબ દમદાર 6.0-લીટર ટ્વિન-ટર્બો વી12 એન્જિન આપવામાં આવ્યું છે, જે 516 બીએચપી તાકાત અને 900 એનએમ પીક ટોર્ક બનાવે છે. તેની વધુમાં વધુ ગતિ 160 કિમી- પ્રતિ કલાક છે. આ કારના દરબાજા અને બારીને કોઈ ગનની ગોળી ભેદી શકે નહીં. ત્યાં સુધી કે 2010 એક્સપ્લોઝન પ્રૂફ વાહન રેટિંગ પણ તેને મળી છે અને માત્ર 2 મીટરના અંતર પર 15 કિલો ટીએનટી બ્લાસ્ટ થવા પર પણ કારમાં બેઠેલા તમામ લોકો સુરક્ષિત હોય છે.

આ કારની અંદરથી વિન્ડો પર પોલિકાર્બોનેટની કોટિંગ કરવામાં આવી છે અને વાહનનો નિચલો ભાગ સુરક્ષિત બનાવવામાં આવ્યો છે, જેનાથી સીધા ધમાકાના સંપર્કમાં આવવા પર કારમાં બેઠેલા લોકો સુરક્ષિત રહે છે. ગેસ એટેક થવા પર આ કારની કેબિનમાં અલગથી હવા સપ્લાયની વ્યવસ્થા પણ હાજર છે. મર્સિડીઝ-માયબાક S650 હાર્ડની ફ્યૂલ ટેન્ક પણ ખાસ મટિરિયલથી બનેલી છે અને ટક્કર થતાં તેનું ઢાંકણુ ઓટોમેટિક બંધ થઈ જાય છે. આ મટિરિયલનો ઉપયોગ AH-64 અપાચે ટેન્ક અને એટેક હેલિકોપ્ટરમાં કરવામાં આવે છે.

આ કારમાં ખાસ ટાયર ફીટ કરવામાં આવ્યા છે, જે બગડ્યા પછી પણ કામ કરતા રહે છે અને કારને કોઈપણ જગ્યાએથી ઝડપથી બહાર કાઢવામાં સક્ષમ છે. કારનું ઈન્ટિરિયર મસાજ સીટ સાથે લક્ઝરી છે અને પાછળની સીટો બદલવામાં આવી છે, જેનાથી પેસેન્જરોને વધુ જગ્યા મળી છે. નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેઓ બુલેટપ્રુફ મહિન્દ્રા સ્કોર્પિયોનો ઉપયોગ કરતા હતા. 2014માં પીએમ બન્યા બાદ તેમણે BMW7 સિરીઝ હાઈ-સિક્યોરિટી એડિશનનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.