પંજાબ સરકાર હલવાઈ / જુઓ PM મોદીની સુરક્ષાના ચૂક મામલે ગૃહ મંત્રાલયની તપાસથી પંજાબ અધિકારીઓમાં હડકંપ, જુઓ આ મોટા અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની તૈયારી

Uncategorized

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પીએમની‘સુરક્ષામાં મોટી ચૂક’ને લઈને બઠિંડા પોલીસ પ્રમુખ સહિત 6 વરિષ્ઠ અધિકારીઓને કારણ બતાઓ નોટિસ જારી કરી છે.

ગૃહ મંત્રાલય તરફથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સુરક્ષામાં બેદરકારી અંગે થઈ રહેલી તપાસ પર પંજાબ પોલીસના અધિકારીઓમાં હડકંપ મચી ગયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સુરક્ષામાં તૈનાત અધિકારી એકબીજાને બેદરકારી માટે જવાબદાર ઠેરવી રહ્યા છે.

શુક્રવારે જ ગૃહ મંત્રાલયે પંજાબના ભટિંડાના એસએસપીને શોકોઝ નોટિસ પાઠવીને એક દિવસમાં તેમના પર લાગેલા બેદરકારીના આરોપો પર જવાબ માંગ્યો હતો. એસએસપીએ આજે જવાબ આપવો પડશે. નોંધનીય છે કે ગૃહ મંત્રાલયે ત્રણ દિવસની ઉચ્ચસ્તરીએ ટીમ પંજાબ પોલીસના અનેક અન્ય મોટા અધિકારીઓને શો કોઝ નોટિસ પાઠવવાની તૈયારીમાં છે.

અત્રે જણાવવાનું કે 5 જાન્યુઆરીના રોજ પંજાબના ફિરોઝપુરમાં એક ફ્લાયઓવર પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો કાફલો 15-20 મિનિટ સુધી અટવાયેલો રહ્યો હતો. ત્યારબાદ પંજાબ પોલીસ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ચૂક કરવાના આરોપ લાગ્યા. જો કે પંજાબ પોલીસનું કહેવું છે કે પ્રદર્શનકારીઓ અચાનક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પ્રધાનમંત્રીની સુરક્ષા માટે વધુ ફોર્સ તૈનાત કરાઈ હતી.

પ્રધાનમંત્રીની સુરક્ષામાં ચૂકના મામલે ગઈ કાલે શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં પણ સુનાવણી થઈ હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે આ મામલો Rarest Of The Rare છે. ફરીથી આવી હરકત થવી જોઈએ નહીં. પીએમ મોદીનો કાફલો અટવાયો તે ખોટું હતું. પ્રધાનમંત્રીની સુરક્ષાને લઈને અમે ગંભીર છીએ.

ગૃહ મંત્રાલયની ટીમ શુક્રવારે તપાસ માટે ફિરોઝપુરમાં પીએમ મોદીનો કાફલો જે ફ્લાયઓવર પર 15થી 20 મિનિટ સુધી અટવાયેલો રહ્યો હતો ત્યાં પહોંચી હતી. ગૃહ મંત્રાલયની ટીમે સીન પણ રિક્રિએટ કર્યો હતો.

અજય મલૂજા વર્તમાન બઠિંડાના એસએસપી છે
મામલાની જાણકારી ધરાવતા એક અધિકારીએ જણાવ્યું છે કે, હા અમે બઠિંડાના એસએસપીને કારણ જણાવો નોટિસ જારી કરી છે અને તેમને પીએમના પ્રવાસ દરમિયાન સુરક્ષામાં ગંભીર ચૂકનો જવાબ આપવાનું કહ્યું છે. અજય મલૂજા વર્તમાન બઠિંડાના એસએસપી છે.

ઓછામાં ઓછા 5 અન્ય વરિષ્ઠ અધિકારીઓને કારણ જણાવો નોટિસ જારી
એક અન્ય અધિકારીએ કહ્યું કે પંજાબ પોલીસના ઓછામાં ઓછા 5 અન્ય વરિષ્ઠ અધિકારીઓને કારણ જણાવો નોટિસ જારી કરવામાં આવી છે. જે પીએમના પ્રવાસ દરમિયાન ફરજ પર હતા. અન્ય અધિકારીઓની ઓળખનો તાત્કાલીક ખુલાસો નથી કરવામાં આવ્યો. પરંતુ સૂત્રોના જણાવ્યાનુસાર તે એસએસપી, ડીઆઈજી અને તેનાથી ઉપરના રેન્કના પોલીસ અધિકારીઓ છે. ગૃહ મંત્રાલયે કારણ જણાવો નોટિસના માધ્યમથી અધિકારીઓને પૂછ્યું કે આ મોટી ચૂક માટે તેમની વિરુદ્ધ આઈપીસીની કલમ હેઠળ કાર્યવાહી સહિત કાયદા હેઠળની કાર્યવાહી કેમ શરુ ન કરવામાં આવે.

અધિકારીઓની વિરુદ્ધ કાર્યવાહી સંપૂર્ણ તપાસ બાદ જ કરવામાં આવશે
આ કાર્યવાહીના નિયમો હેઠળ સજામાં દોષી જોવા મળતા સસ્પેન્ડ, અનિવાર્ય સેવાનિવૃત્તિ, નિંદા અને પ્રમોશન રોકવાનું સામેલ છે. જો કે આ અધિકારીઓની વિરુદ્ધ કાર્યવાહી સંપૂર્ણ તપાસ બાદ જ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે સુરક્ષા ચૂકના મામલે તપાસ માટે 3 સભ્યોની સમિતિ બનાવવામાં આવી છે. જેનું નેતૃત્વ (સુરક્ષા) કેબિનેટ સચિવાયલ સુધીર કુમાર સક્સેના કરી રહ્યા છે. આને બે અન્ય સભ્યોમાં ગુપ્તચર બ્યૂરોના સંયુક્ત નિદેશન બલબીર સિંહ અને વિશેષ સુરક્ષા સમૂહના આઈજી એસ સુરેશ સામેલ છે. કેન્દ્રએ સમિતિને જલ્દી રિપોર્ટ સોંપવાનું કહ્યું છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.