Breaking News / PM મોદીનું ટ્વિટર એકાઉન્ટ હેક : ટ્વિટ્ટર હેક થતા PMO મચી ગયો ખળભળાટ, જાણો હેકરે મોદીના એકાઉન્ટ પરથી ટ્વિટ કરીને શું ચેતવણી આપી

ટોપ ન્યૂઝ ઇન્ડિયા

પ્રધાનમંત્રી મોદીનું ટ્વિટર એકાઉન્ટ હેક થયાના સમાચાર સામે આવતા ખળભળાટ મચી ગયો છે. આ ઘટનાને પગલે સાયબર સેલ અને સુરક્ષા એજન્સીઓ કામે લાગી ગઈ છે. પ્રધાનમંત્રીનું ટ્વિટર અકાઉન્ટ હેક થયાના સમાચાર મળતાની સાથે જ તાત્કાલીક અસરથી પીએમઓ ઓફિસ આ સમગ્ર મામલાને લઈ ગંભીરતાથી પગલાં લઈ રહ્યું છે. સુરક્ષા એજન્સીઓને પણ સમગ્ર બાબતની તપાસ કરવાનું કામ સોંપી દેવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છેકે, ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ટ્વિટર અકાઉન્ટ હેક કરીને તેમની બિટકોઈન અંગે ટ્વીટ કરવામાં આવ્યું હતું. આ પ્રકારની ઘટના સામે આવતા તાત્કાલીક સાયબર વિભાગે પ્રધાનમંત્રીનું એકાઉન્ટ સૌથી પહેલાં સુરક્ષિત કરી દીધું છે. અને આ સાથે જ બિટકોઈન અંગે કરાયેલું ટ્વીટ પણ પીએમઓના હેન્ડલ પરથી દૂર કરવામાં આવ્યું છે. અને સમગ્ર મામલા અંગેની જાણકારી ખુદ પીએમઓ એટલે કે પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા આપવામાં આવી છે.

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ટ્વિટર એકાઉન્ટ શનિવારે મોડી રાતે કેટલાક સમય માટે હેક થયું હતું. તેમના એકાઉન્ટમાંથી બિટકોઇનને લીગલ કરવાનું ટ્વીટ કરવામાં આવ્યું હતું. આ ટ્વીટમાં એક લિન્ક પણ શેર કરવામાં આવી હતી. જેના પર લોકોને બિટકોઇન ક્લેમ કરવા માટે કહેવામાં આવ્યું હતું.

થોડા સમય માટે એકાઉન્ટ હેક
આ ટ્વીટ જોતા જ કેટલાક લોકોએ પ્રધાનમંત્રીનું ટ્વિટર એકાઉન્ટ હેક થયું હોવાનો અંદાજો લગાવ્યો હતો. ત્યારબાદ પ્રધાનમંત્રી કાર્યાલયમાંથી જાણકારી આપવામાં આવી હતી કે, PMનું એકાઉન્ટ થોડા સમય માટે હેક થઈ ગયું હતું. PMOએ જણાવ્યું છે કે, ‘આ દરમિયાન કેટલીક ટ્વીટ કરવામાં આવી હતી તેને ઇગ્નોર કરો’.

CERT-INની ટીમ હેકિંગ મામલે તપાસ કરી રહી
વડાપ્રધાન મોદીનું ટ્વિટર એકાઉન્ટ હેક થયા બાદ સરકાર એકશનમાં આવી ગઈ છે. એકાઉન્ટ કોણે હેક કર્યું? તેની તપાસ કરવા મામલે સરકાર લેટેસ્ટ ટેકનૉલોજીનો ઉપયોગ કરી રહી છે. સૂત્રોએ જણાવ્યુ છે કે CERT-IN હેકિંગ મામલે તપાસ કરી રહી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ કેન્દ્ર સરકાર તે વાતને જાણવા માગે છે કે આખરે હેકિંગની પાછળ કોણ હતું. આ માટે સરકાર દ્વારા ઇન્ડિયન કમ્પ્યુટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ એટલે કે CERT-INની ટીમને કામે લગાડવામાં આવી છે. આ ટીમ હેકિંગના મૂળ સુધી પહોંચવા માટે લેટેસ્ટ ટેક્નોલીજીનો ઉપયોગ કરી રહી છે.

CERT-IN કેન્દ્ર સરકારની એજન્સી છે જે મિનિસ્ટ્રિ ઓફ ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્ફર્મેશન ટેક્નોલૉજી હેઠળ કામ કરે છે. તેનું કામ ભારત સરકારના હેકિંગ જેવા સાયબાફ જોખમોને દૂર કરવાનું છે. આ એજન્સી ભારતીય ઇન્ટરનેટ ડોમેનની સુરક્ષા બાબતનું પણ કામ સંભાળે છે.

રાતે 2.11 વાગ્યે એકાઉન્ટ હેક થયું
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ @narendramodi મોડી રાતે હેક થઈ ગયું હતું. રાતે 2 વાગ્યાને 11 મિનિટે વડાપ્રધાનના એકાઉન્ટમાંથી ટ્વીટ કરવામાં આવ્યું હતું. જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે, ‘અંતે ભારતે બિટકોઇનને કાયદેસર માન્યતા આપી છે. સરકાર 500 બિટકોઇન ખરી રહી છે અને તેને દેશના નાગરિકોમાં વહેંચશે’. આ ટ્વીટ સાથે એક સ્કેમ લિન્ક પણ શેર કરવામાં આવી હતી. બે મિનિટ પછી આ ટ્વીટ ડિલિટ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ફરી 2 વાગ્યાને 14 મિનિટે આવું જ ટ્વીટ કરવામાં આવ્યું હતું.

આ ટ્વીટનો સ્ક્રીનશોટ જે ટ્વિટર પર વાઇરલ થયો હતો
થોડીવાર બાદ તે ટ્વિટને પણ ડિલીટ કરી દેવામાં આવી હતી, પરંતુ ત્યાં સુધીમાં સ્ક્રીનશૉટ વાયરલ થઈ ગયો હતો. 3.18 મિનિટે પીએમઓએ ટ્વિટ કરીને જણાવ્યુ હતું કે વડાપ્રધાન મોદીના ટ્વિટર એકાઉન્ટ સાથે ચેડાં કરવામાં આવ્યા હતા. જેને હવે દૂર કરીને યોગ્ય કરવામાં આવ્યું છે. આને આ મામલે ટ્વીટરને જાણ કરવામાં આવી છે.

સપ્ટેમ્બર 2020માં પીએમની પર્સનલ વેબસાઇટનું ટ્વિટર એકાઉન્ટ પણ હેક થયુ હતું
PM મોદીનું ટ્વિટર એકાઉન્ટ આજે પહેલીવાર હેક થયું નથી. આ પહેલા સપ્ટેમ્બર 2020માં તેમની પર્સનલ વેબસાઈટ સાથે જોડાયેલ ટ્વિટર એકાઉન્ટ પણ હેક કરવામાં આવ્યું હતું. હેકર્સે ટ્વિટ કરીને PM કેયર્સ ફંડમાં બિટકોઈન ડોનેટ કરવાનું કહ્યું હતું. હેકર્સે ટ્વિટ કરીને લખ્યું હતું કે આ એકાઉન્ટ ‘જ્હોન વિકે’ હેક કર્યું છે.

પીએમઓ એ ટ્વીટ કરીને આ ઘટના અંગે જાણકારી આપી છે. આવું ટ્વીટ કોણે કર્યું? કઈ રીતે પીએમના એકાઉન્ટથી ટ્વીટ કરાયું? આ પ્રકારનું ટ્વીટ કરવા પાછળનો આશય શું છે? હાલ આ તમામ સવાલોનો જવાબ મેળવવા માટે સુરક્ષા એજન્સીઓ અને સાયબર નિષ્ણાંતો કામે લાગ્યાં છે. ઉલ્લેખનીય છેકે, પીએમ મોદીના ટ્વિટર પર એક ટ્વીટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, ‘ભારતના અધિકારથી બીટીકોઈનને કાયદાકીય માન્યતા આપી છે અને સરકાર પણ 500 BTC ખરીદીને લોકોને વહેચી રહી છે. ‘ જોકે, આ સમગ્ર વાત ઉપજાવી કાઢેલી અને પાયાવિહોણી હોવાનું પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા ટ્વીટ કરીને જણાવવામાં આવ્યું છે


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.