ગ્રીષ્મા હત્યા કેસમાં નવો વળાંક / હત્યારા ફેનિલના વકીલે બચાવની દલીલો કર્યા બાદ પોલીસ એક્શન મોડમાં, જુઓ કરશે એવું કામ કે હત્યારાને સજા થતા કોઈ નહિ અટકાવી શકે

ટોપ ન્યૂઝ સુરત

ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસમાં આરોપી ફેનિલ માનસિક રીતે અનસાઉન્ડ હોવાની અરજી નામંજૂર થયા બાદ કેસની કાર્યવાહીનો આરંભ થઇ ગયો છે. હવે ગુરુવારના રોજ વધુ 25 સાક્ષીઓની સરઉલટ તપાસ કરવામાં આવશે. આ કેસમાં નોંધનીય બાબત એ છે કે સોમવારના રોજ મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ પોસ્ટમોર્ટમ કરનાર સહિત કુલ 4 ડૉક્ટરની તપાસ કરી હતી અને બચાવ પક્ષે એડવોકેટ ઝમીર શેખ દ્વારા ડોક્ટરની ઉલટ તપાસ લેવામાં આવી હતી.

પાસોદરામાં ગ્રીષ્મા વેકરીયાની આરોપી ફેનિલ દ્વારા જાહેરમાં ગળુ કાપીને હત્યા કરી દેવામાં આવી હતી. જેમાં આરોપી ફેનિલની ધરપકડ કરવામાં આવી હતી.નોંધનીય છે કે, સોમવારના રોજ કેસ કાર્યવાહીની શરૂઆતની સાથે જ આરોપી ફેનિલ તરફે પોતે માનસિક રીતે સ્થિર ન હોવા સંદર્ભની અરજી કરવામાં આવી હતી. જેમાં દલીલો બાદ કોર્ટે આ આરોપી ફેનિલ તરફે કરવામાં આવેલી અરજી નામંજૂર કરી હતી. હવે ગુરુવારના દિવસે આ કેસમાં વધુ 25 સાક્ષીઓ ચકાસવામાં આવનાર છે. જેમાં ઘટના સ્થળના પંચોનો પણ સમાવેશ થાય છે. આરોપીએ ટ્રાયલ દરમિયાન હાજર રહેવાનું હોય દર મુદતે કોર્ટમાં કડક પોલીસ બંદોબસ્ત હોય છે.

કોર્ટમાં સુનાવણી અગાઉ આરોપીના વકીલે કોર્ટમાં અરજી કરી હતી ત્યારે સરકારી વકીલે કોર્ટમાં અરજીનો વિરોધ કર્યો હતો. મુખ્ય સેશન્સ જજે ચેમ્બરમાં આરોપીને સવાલો પૂછ્યા હતા. મહત્વનું છે કે, સવાલ જવાબ બાદ આરોપી અસ્વસ્થ ન હોવાનું કોર્ટનું તારણ સામે આવ્યું હતું. આરોપી માનસિક અસ્વસ્થ નથીના તારણ સાથે અરજી નામંજૂર કરવામાં આવી હતી. સાથોસાથ ગ્રીષ્માના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરનાર તબીબની પણ જુબાની લેવાઈ હતી. હવે ગુરુવારે કોર્ટમાં ગ્રીષ્મા કેસની વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.

સુરતના કામરેજના પાસોદરામાં ફેનિલ પંકજ ગોયાણીએ એક તરફી પ્રેમમાં ગ્રીષ્મા વેકરીયાની ઘાતકી રીતે હત્યા કરી નાખી હતી. જે બાદ સુરત સહિત ગુજરાત ભરમાં આ સનકી હત્યારાને કડક સજા થાય તેવી માંગ ઉઠી છે. ફેનિલ છેલ્લા ઘણા દિવસથી યુવતીનો પીછો કરી રહ્યો હતો. થોડા દિવસ અગાઉ યુવતીના મોટા પિતા દ્વારા યુવકને ઠપકો પણ આપવામાં આવ્યો હતો.આજે અચાનક છરી જેવા ધારદાર હથિયાર સાથે લઈ યુવતીના ઘર બહાર તોફાન મચાવ્યું હતું.

જે બાદ યુવતીના મોટા પિતાએ ગુસ્સે થઈ યુવકને હાંકી કાઢતા છરીથી હુમલો કરી દીધો હતો.યુવતી વચ્ચે પડતા યુવતીને બંધક બનાવી લોકોને આસપાસ ન આવવા ધમકી આપી રહ્યો હતો. ઘણા લોકો હતા પણ ડરના માર્યા દૂર ઊભા રહી તમાશો જોતાં રહ્યા હતા. યુવકે અચાનક યુવતીનો ભાઈ છોડવા જતા યુવતીના ગળા પર છરી હુલાવી દીધી હતી અને ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખી હતી.

હત્યારા યુવકનો આંતક આ સુધી સિમિત રહ્યો ન હતો. મોડેથી ઘટના સ્થળે પહોંચેલી પોલીસ પર પણ હુમલાની કોશિશ કરી હતી. અને ત્યાર બાદ હાથની નસ કાપી ઝેરી ગોળી ખાઈ લીધી હતી. ઘાયલ મૃતક યુવતીના ઈજાગ્રસ્ત ભાઈ અને પિતા સહિત આરોપીને સ્વિમેર હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયા છે. પોલીસે યુવકની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.