ખાખી પર ડાઘ / પોલીસે બે મહિલા પાસે સ્ટેશનમાં જ અર્ધનગ્ન થઈને મસાજ કરાવ્યું, જુઓ વિડિઓ થયો વાઇરલ

ઇન્ડિયા

બિહારના સહરસા જિલ્લાના નવહટ્ટા બ્લોક હેઠળના પોલીસ સ્ટેશનમાં ફરિયાદી મહિલાને તેલ માલિશ કરતા પોલીસ અધિકારીનો વીડિયો વાયરલ થયો છે. વાયરલ વીડિયોમાં ઈન્સ્પેક્ટર શશિભૂષણ સિન્હા ફોન પર કોઈની સાથે વાત કરી રહ્યા છે, જ્યારે મહિલા તેને તેલ મસાજ કરાવી રહી છે.

બિહાર પોલીસ હંમેશા પોતાના કારનામાને લઈને ચર્ચામાં રહે છે. પોલીસના ઘણાં બધા કામો અને સેવા ખુબ સારી હોય છે, પરંતુ એવા પણ ઘણા કિસ્સાઓ છે, જેના કારણે જવાબ આપવો મુશ્કેલ બની જાય છે. આવો જ એક કિસ્સો સહરસાના દરહાર ઓપી પોલીસ સ્ટેશનમાંથી આવ્યો છે.

પોલીસસ્ટેશન ઓફિસર સ્ટેશનમાંજ ખૂબ આનંદ સાથે મહિલા પાસેથી મસાજ લેતા જોવા મળે છે. તેની સામેજ બીજી એક મહિલા ખુરશી પર બેઠી છે. પોલીસ સ્ટેશનમાં મસાજ લેવાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે. જોકે સુત્રો દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે વીડિયો બે મહિના જૂનો છે.

બિહારમાં બનેલી ઘટનાની વિગતે માહિતી જણાવીએ કે મહિલા પોતાના પુત્રને જેલમાંથી છોડાવવા માટે પોલીસ સ્ટેશન પોહચી હતી. ત્યારે ત્યાં હાજર શશિભૂષણ સિન્હા કહે છે કે તે પુત્રને બચાવશે પણ હું કહું તેમ કર. પોલીસ સ્ટેશનના કહેવા પર લાચાર મહિલાએ મસાજ કરવાનું શરૂ કર્યું.

સબ ડિવિઝનલ પોલીસ ઓફિસર (SDPO), સદર, સંતોષ કુમારે વિડિયોની સત્યતાની પુષ્ટિ કરી અને કહ્યું કે ‘તેણે આ વીડિયો જોઈ લીધો છે. તેમણે કહ્યું કે તેમણે આ મામલાની તપાસ કરી છે અને તેનો રિપોર્ટ જિલ્લા એસપીને સુપરત કર્યો છે. 1 મિનિટ 4 સેકન્ડનો આ વીડિયો ખાકી પર ઘણા ગંભીર સવાલો ઉભા કરે છે.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Trishul News (@trishulnews)


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.