યુક્રેનમાં ભારતીય વિદ્યાર્થીઓ પર અત્યાચાર / યુક્રેનને મદદની ના પડતા રોમાનિયા-પોલેન્ડ બોર્ડર પર વિદ્યાર્થીઓને પોલીસે ઊંધા કરી કરીને લાતો અને દંડાથી માર્યા : જુઓ વિડિઓ

ટોપ ન્યૂઝ વર્લ્ડ

યુક્રેનમાં સ્થિતિ બગડી રહી છે ત્યારે ત્યા ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓ સાથે યુક્રેનની પોલીસના અત્યાચાર સામે આવ્યા છે. રોમાનિયા અને પોલેન્ડ સરહદ પર ભારતીય વિદ્યાર્થીઓને ખૂબ જ માર મારવામાં આવ્યો છે. વિરોધ કરવા બદલ વિદ્યાર્થીઓ પર દંડા અને લાઠીનો વરસાદ વરસાવવામાં આવ્યો. યુક્રેનમાં ફસાયેલા પંજાબના એક વિદ્યાર્થીએ રોમાનિયા સરહદ પર યુક્રેનની પોલીસની બર્બરતાનો એક વીડિયો અને ઓડિયો શેર કર્યો છે. વીડ્યોમાં યુક્રેનની પોલીસનો અત્યાચાર સ્પષ્ટપણે જોવા મળે છે. પોલીસ કર્મચારીઓ બેગ લઈને જઈ રહેલા ભારતીય વિદ્યાર્થીઓને લાતો અને લાકડીઓથી મારતી દેખાય છે. પંજાબના કપૂરથલાના રહેવાસી વિદ્યાર્થી યુક્રેનની સુમી સ્ટેટ યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે. તેણે પોતાના ઓડિયોમાં સંપૂર્ણ ઘટનાક્રમ અંગે જાણકારી આપી છે.

છત્તીસગઢના જાંજગીર જિલ્લાના વિદ્યાર્થી ભૂપેન્દ્ર સિંહ રાઠોડે પણ પોલેન્ડ સરહદ પર પોલીસ દ્વારા જે અત્યાચાર કરવામાં આવ્યા તેનો વીડિયો બનાવીને પિતા દીપક સિંહ રાઠોડને મોકલ્યો છે. વીડિયોમાં ભૂપેન્દ્રએ કહ્યું કે અહીં સ્થિતિ ખૂબ જ ખરાબ છે. વિદ્યાર્થીઓ સાથે મારઝૂડ કરવામાં આવી રહી છે.

કેરળના અનેક વિદ્યાર્થીઓને પણ યુક્રેન પોલેન્ડ બોર્ડર પાસે શેહયાનીમાં યુક્રેનની પોલીસ તથા સેના પર મારઝૂડને આરોપ મુક્યો છે. એક વિદ્યાર્થીએ વીડિયો મેસેમાં કહ્યું કે જે વિદ્યાર્થી પોલેન્ડ તરફ જવાનો પ્રયત્ન કરી રહ્યા હતા તેમના તરફ સેનાએ ખૂબ ઝડપથી ગાડી ચલાવી. સેનાએ હવાઈ ફાઈરિંગ પણ કર્યું છે.

કપુરથલાના વિદ્યાર્થીઓએ કહ્યું કે ઘટના સ્થળ પર પહેલા યુક્રેનના વિદ્યાર્થીઓને જ અંદર લેવામાં આવ્યા. અમે જ્યારે આ અંગે વાત કરી તો તેમણે પહેલા ભારતીય છોકરીઓને બોર્ડર પાર કરવા મંજૂરી આપી. ત્યારબાદ પોલીસ આવી અને સ્થળ પર રહેલી બેગ અને અન્ય સામગ્રીને ઉઠાવી ભારતીય યુવકોને ખૂબ જ માર મારવામાં આવ્યો. લાતો મારવામાં આવી.

રોડ અને ગનથી ભારતીય વિદ્યાર્થીઓને માર મારવામાં આવ્યો
વિદ્યાર્થીઓ વધુમાં જણાવ્યું કે ભારતીય યુવકો ઉપર ખૂબ જ અત્યાચાર કરવામાં આવ્યા છે. ત્યા સુધી કે જે લોકો ફરિયાદ કરતા હતા તેમના મોં બંધ કરી દેખાડતા હતા કે તેઓ કેવી રીતે નિર્દય છે. રાત્રે 12 વાગે જે ગાર્ડ ત્યા ઉપસ્થિત હતા તેમણે બોર્ડના ચેકિંગ પોઇન્ટ ઉપર વિદ્યાર્થીઓ સાથે હંટર ગેમ રમ્યા.

વિદ્યાર્થીઓએ કહ્યું તેમને ખબર નથી કે આ ગેમ શું હોય છે. ત્યા ગયા બાદ જોયું તો તેઓ રોડ અને ગન લઈ ઉભા હતા. ત્યારબાદ તેમણે કહ્યું કે તમારે આ ગેમ રમવાની છે. જે આ ગેમ રમશે તેને જ વિઝા મળશે. ત્યા જે ફણ ભારતીય લોકો હતા તેમને લાતોથી ખૂબ જ માર મારવામાં આવ્યો. આ તેમના દ્વારા જે પીડા આપી રહ્યા હતા ત્યારે સામે છોકરો છે કે છોકરી તેનો કોઈ જ ફર્ક પડતો ન હતો.

( વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://videos.bhaskarassets.com/2022/02/27/85-ukrain-indian-beaten-mehul_1645980350/mp4/v360.mp4 )

ઓડિયો જાહેર કરનારા સુમી સ્ટેટ યુનિવર્સિટીની વિદ્યાર્થી ગુરલીન કૌરે શનિવારે વીડિયો કોલ કરી આ ઘટના અંગે જાણકારી હતી. કપૂરથલાના ગામ હૈબતપુરની ગુરલીને કહ્યું હતું કે આ હોસ્ટેલમાં બંકરમાં છૂપાઈને જીવ બચાવ્યો. 26 ફેબ્રુઆરી એટલે કે શનિવારે તેઓ વતન પરત ફરવાનું હતું. પણ તમામ ફ્લાઈટ રદ્દ થઈ હોવાથી ત્યા ફસાઈ ગઈ.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *