જાહેરમાં પોલીસની કામલીલા / કેમેરામાં કેદ થઈ પોલીસ ઓફિસરની રાસલીલા, જાહેરમાં જ બોલાવી કારમાં ધબધબાટી : જુઓ વિડિઓ

વર્લ્ડ

સોશિયલ મીડિયા પર એક પોલીસ અધિકારીનો વીડિયો વાયરલ થયો છે, જેમાં તે યુનિફોર્મમાં શારીરિક સંબંધ બાંધતો જોવા મળી રહ્યો છે. આ વીડિયો જ્યોર્જિયાનો જણાવવામાં આવી રહ્યો છે. તેની સામે તપાસ શરૂ થાય તે પહેલા જ આરોપી પોલીસ અધિકારીએ રાજીનામું આપી દીધું હતું.

પોલીસ અધિકારીનો વીડિયો TikTok યુઝર ‘318dillydilly’ દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો હતો, જે બાદ તે વાયરલ થયો હતો. આ વીડિયોને અત્યાર સુધીમાં 15 મિલિયનથી વધુ વખત જોવામાં આવ્યો છે. તેને 20 માર્ચે વિડીયો અપલોડ કર્યો હતો. Tiktok પર “પોલીસ કેચ ઓન કેમેરા!” કેપ્શન સાથે શેર કરવામાં આવ્યો હતો.

ત્યાંના ખાનગી મીડિયાના અહેવાલ મુજબ, વિડિયો વાયરલ થયા બાદ પોલીસ અધિકારીએ તેમના વિભાગના વડા સાથેની બેઠકના થોડા સમય પહેલા જ રાજીનામું આપી દીધું હતું. વિડિયોમાં કથિત રીતે તે ઓગસ્ટા શહેરથી દૂર 3,500 લોકોની વસ્તી ધરાવતા નાના વિસ્તારમાં પોલીસના યુનિફોર્મમાં જ અને જાહેરમાં શારીરિક સબંધ બાંધતો નજરે પડી રહ્યો છે. એવું કહેવામાં આવ્યું હતું કે, રેડિયો ટાવરની ટોચ પર એક મોબાઈલથી વીડિયો ઉતારવામાં આવ્યો હતો.

મિલેન પોલીસ ચીફ ડ્વેન હેરિંગ્ટને આ ઘટના વિશે WRDW-TVને જણાવ્યું હતું કે, તેઓ સોમવારે પોલીસ અધિકારી લેરી ‘બેન’ થોમ્પસન સાથે મળવાનું આયોજન કરી રહ્યા હતા, પરંતુ તેમણે પહેલેથી જ રાજીનામું આપી દીધું હતું. હેરિંગ્ટનએ કહ્યું કે તેને સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વીડિયો વિશે જાણ થઈ. જોકે, તેમણે થોમ્પસનના રાજીનામાના કારણોની પુષ્ટિ કરી નથી. થોમ્પસને પણ આ અંગે કશું કહ્યું ન હતું.

રિપોર્ટ અનુસાર, થોમ્પસન પહેલા પણ વિવાદોમાં રહી ચુક્યા છે. 2021માં એક મહિલાએ થોમ્પસન સામે છેતરપિંડીની ફરિયાદ કરી હતી. થોમ્પસન તેની સાથે સંબંધ બનાવ્યા હતા. આ સિવાય 2019માં કાર અકસ્માતમાં પણ તેનું નામ આવ્યું હતું. આ અકસ્માતમાં એક વૃદ્ધે જીવ ગુમાવ્યો હતો. આટલું જ નહીં, 2017માં થોમ્પસનની બંદૂકમાંથી ગોળી નીકળી હતી, જેમાં તેનો એક સાથી ઘાયલ થયો હતો.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.