ઉત્તરપ્રદેશના હાથરસની કરુણ ઘટનાને બે વર્ષ પુરા થયા પછી તાજેતરમાં જ બુલંદશહેરમાં વધુ એક ગેંગરેપની ઘટના પ્રકાશમાં આવી છે. અહીં ખેતરમાં કામ કરતી એક છોકરીની ગેંગરેપ પછી હત્યા કરવામાં આવી છે. હાથરસની જેમ અહીં પોલીસે જાતે તો શબના અગ્નિસંસ્કાર કર્યા નથી પરંતુ છોકરીના પરિવારને ધમકી આપીને તેમને પીડિતના અંતિમ સંસ્કાર કરવા માટે મજબૂર કર્યો હતો.
બુલંદશહેર અને અલીગઢની સરહદે આવેલા ગામ ડિબોઈ-ગાલિબપુરમાં 21 જાન્યુઆરીએ આ મામલને પોલીસ-પ્રશાસને ડરાવી-ધમકાવીને દબાવી દીધો હતો. જોકે જ્યારે મીડિયાએ આ કેસની તપાસ કરી તો ઘણા ચોંકાવનારા ખુલાસાઓ પ્રકાશમાં આવી રહ્યાં છે.
પોલીસે ગેંગરેપની કલમનો ઉલ્લેખ જ કર્યો નથી
કિશોરીના પરિવારના સભ્યોના જણાવ્યા મુજબ ડિબાઈ ગાબિલપુર નિવાસી તેમની 16 વર્ષીય ભાણી તેના ઘરે હતી. તે 21 જાન્યુઆરીએ ઘરેથી ચારો લેવા ગઈ હતી. બપોરે ધોરઉ ગામ નિવાસી સૌરભ શર્મા અને તેના ત્રણ સાથી તેને જબરજસ્તીથી ઉઠાવીને ગામમાં ટ્યૂબવેલ પર લઈ ગયા હતા. ત્યાં તેની પર બધાએ ગેંગરેપ કર્યો હતો. તે પછીથી સૌરભે છોકરીને માથે ગોળી મારીને તેની હત્યા કરી હતી. પોલીસે પરિવારના સભ્યોને ફોનથી ઘટના વિશે માહિતગાર કર્યા હતા.
છોકરીના પરિવારનો આરોપ છે કે આરોપી સૌરભ પણ ત્યાં જ હતો. ઘટના સ્થળની સ્થિતિને જોઈને કોઈને પણ એ વાતનો ખ્યાલ આવે કે છોકરીને સાથે કંઈક ખોટું થયું છે. પોલીસ ભાણીના શબને અલગ કારમાં અને આરોપીને અલગ ગાડીમાં બેસાડીને લઈ ગઈ હતી. સાંજે જ પોલીસ શબને બુલંદશહેર જિલ્લા હોસ્પિટલમાં લઈ ગઈ હતી. અમને કોઈ માહિતી આપવામાં આવી નથી.
અધિકારીઓએ છોકરીના શબને ગામમાં લાવાનો ઈન્કાર કર્યો
બીજા દિવસે અધિકારીઓનો ફોન આવ્યો કે બુલંદશહેર જિલ્લા હોસ્પિટલમાં છોકરીનું પોસ્ટમોર્ટમ થઈ રહ્યું છે. પરિવારના સભ્ય પોસ્ટમોર્ટમથી સંતુષ્ટ ન હતા અને તેમણે પોતાની હાજરીમાં બીજા દિવસે પોસ્ટમોર્ટમ કરાવવાની માંગ કરી હતી. જોકે પોલીસે ત્યાં બધાને લાકડીનો ભય બતાવીને ઘર ભેગા કર્યા હતા. અમે પોલીસ અધિકારીઓને કહ્યું કે છોકરીનું શબ ગામમાં લઈ આવો. જોકે અધિકારીઓએ આ વાતથી ઈન્કાર કર્યો હતો.
તે પછી અમે બુલંદશહેર હોસ્પિટલમાં પહોંચ્યા હતા. અમે પોલીસને છોકરી સાથે ખરાબ વ્યવહાર થયો હોવાનું કહ્યું હતું, જોકે પોલીસે આ વાતનો ઈન્કાર કર્યો હતો. અમે FIRમાં ગેંગરેપની તમામ કલમોને જોડવાની વાત કહી હતી. જોકે પોલીસે અમને ધમકાવીને ચુપ કર્યા હતા. અમને રાતે લગભગ 8 વાગ્યે શબ સોંપવામાં આવ્યું હતું.
ત્રણ ભાઈ-બહેનોમાં સૌથી મોટી પીડિતા હતી
આ સમગ્ર ઘટનાક્રમ વિશે જણાવતા છોકરીના પિતા રડી પડે છે. તેમણે કહ્યું કે પારિવાર એક ઝૂંપડીમાં રહે છે. એક છોકરી અને બે દિકરા છે. છોકરી હવે આ પૃથ્વી પર રહી નથી. ઘરના કામકાજમાં તે જ મદદ કરતી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈
👉 વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!