સુરત પોલીસ એક્શન મોડમાં / ‘ગ્રીષ્મા’ની હત્યાના કેસ બાદ પોલીસે શરુ કર્યું કડક પ્રેટ્રોલિંગ, જુઓ ઝપટે નો ચડતા હવે બપોરથી લઈને મોડી રાત સુધી કરશે આ કાર્ય : VIDEO

ટોપ ન્યૂઝ સુરત

સુરતના ગ્રીષ્મા હત્યા કેસ બાદ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. અલગ અલગ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ શરૂ કરતા જ રોમિયોગોરી કરનારાઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. જોઈન્ટ પોલીસ કમિશનર, DCP, ACP સહિત અનેક પોલીસની ટીમો રાંદેર, અડાજણ, વરાછા, કતારગામ, પાંડેસરા સહિતના વિસ્તારમાં પેટ્રોલિંગ કર્યું હતું.

સુરતના જોઈન્ટ પોલીસ કમિશનર શરદ સિંઘલે જણાવ્યું હતું કે, ‘સિટીનું ક્રાઈમ મેપિંગ કરીને છેલ્લા ત્રણ વર્ષના ડેટાને આધારિત જે વિસ્તારોમાં ગુનાખોરી વધી રહી છે, ત્યાં આ મહિનાથી ફૂટ પેટ્રોલિંગ શરૂ કરાયું છે. બપોરે 2 વાગ્યાથી રાતના 8 વાગ્યાના સમય દરમિયાન ઉચ્ચ અધિકારીઓ ફૂટ પેટ્રોલિંગમાં હોય છે. ત્યારબાદ સ્થાનિક પોલીસ સ્ટેશનનો સ્ટાફ કર્મચારીઓ સહિત પેટ્રોલિંગ કરતો હોય છે. તેટલું જ નહીં રાત્રે પણ ચેકિંગ કરવામાં આવે છે.’

એક ચેકિંગમાં શંકાસ્પદ અને નંબર પ્લેટ વગરના વાહનો લઈને નીકળતા યુવાનોની કડક પૂછપરછ કરવામાં આવી હતી. આ સાથે ખાસ તકેદારી પણ રાખી છે કે કોઈ સામાન્ય નાગરિક, પરિવાર કે સિનિયર સીટીઝન હેરાન ન થાય. ગઈકાલથી શરૂ કરાયેલા આ પેટ્રોલિંગમાં અનેક કેસ કરવામાં આવ્યા છે અને હવે રોજ આ પ્રકારે જ કામગીરી કરવામાં આવશે. જેથી ચોક્કસપણે ગુનાખોરોને અટકાવવામાં મદદ મળશે.

( વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://videos.bhaskarassets.com/2022/02/17/22-surat-petroling-prakash_1645118899/mp4/v360.mp4 )


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.