આલે લે તારે / સીટ બેલ્ટ ન બાંધતા પોલીસે અટકાવ્યો, પરંતુ કાર ચાલકે તો કોન્સ્ટેબલને બોનેટ પર બેસાડી એટલો ઢસડ્યો કે વિડિઓ જોઈને તમે પણ ચોંકી જશો : જુઓ વિડિઓ

ટોપ ન્યૂઝ ઇન્ડિયા

હાલમાં જોધપુર માં એક ટ્રાફિક કોન્સ્ટેબલને સીટ બેલ્ટ બાંધવા માટે ટોકવા બદલ કારથી ઘસડવાનો એક વીડિયો સામે આવ્યો છે. ત્યારે, જે દંપતીએ કોન્સ્ટેબલને કારના બોનેટ પર 700 મીટર સુધી ઘસડ્યો હતો. તેમને તેમના કૃત્ય માટે કોઈ પસ્તાવો નથી. પોલીસ દ્વારા પુછપરછ કરવામાં આવતા સામે આવ્યું કે, કોન્સ્ટેબલને ટક્કર મારીને ધમકી આપી આપી હતી કે આજે તો પટકાવીને જ માનીશ. ( વિડિઓ નીચે આપેલો છે )

ત્યારે કારમાં બેઠેલી ડ્રાઈવરની પત્નીએ પોલીસને કહ્યું કે, દરરોજ મેમો ફાડે છે, અમે શું કરીએ? મળતી માહિતી મુજબ, આ ઘટના જોધપુર શહેરના દેવ નગર પોલીસ સ્ટેશનના હાઉસિંગ બોર્ડ પાસે આવેલી સેન્ટ્રલ એકેડમી સ્કૂલનો છે. અહીં, કોન્સ્ટેબલ ગોપાલ વિશ્નોઈ અને હેડ કોન્સ્ટેબલ હરેન્દ્ર ટ્રાફિક પોઈન્ટ પર તૈનાત હતા.

સાંજે 5 વાગ્યાની આસપાસ ડ્રાઈવર ગજેન્દ્ર સાલેચા (57) અને તેની પત્ની સંતોષ દેવી કાર લઈને સ્કૂલ તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન, સંતોષે સીટ બેલ્ટ બાંધ્યો ન હતો. તેથી ટ્રાફિક પોલીસે તેની કાર રોકી, હેડ કોન્સ્ટેબલ હરેન્દ્ર ડ્રાઈવર સાથે વાત કરવા ગયો. 

હરેન્દ્રએ સીટ બેલ્ટ માટે અટકાવ્યા અને ચલણની વાત કરી કે તરત જ ગજેન્દ્રએ તેની કાર સ્ટાર્ટ કરી અને કારની ટક્કરને કારણે તેની સામે ઉભેલો કોન્સ્ટેબલ કૂદીને બોનેટ પર ચડી ગયો હતો. તેમ છતાં ગજેન્દ્રએ કાર રોકી નહિ અને ગોપાલ બોનેટ પકડીને લટકતો રહ્યો.

આ દરમિયાન, કોન્સ્ટેબલ વારંવાર કાર રોકવા ઈશારો કરતો રહ્યો. પરંતુ, દંપતીએ સાંભળ્યું નહીં. લગભગ 700 મીટર આગળ એક યુવકે કારની આગળ બાઇક મૂકી. જેના કારણે ગજેન્દ્રએ અચાનક બ્રેક લગાવી દીધી. પોલીસ દ્વારા બંનેની ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં સોમવારે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાંથી તેને 15 દિવસ માટે જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Trishul News (@trishulnews)


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.