ખાખીની દાદાગીરી / સુરતમાં કારણ વગર પોલીસે ગરીબ વ્યક્તિને PCRમાં બેસાડીને માર માર્યો, જાણો શા માટે માર્યો ઢોરમાર : જુઓ વિડિઓ

ટોપ ન્યૂઝ સુરત

સુરત(SURAT)માં ફરીવખત ખાખીની દાદાગીરી સામે આવી છે. સુરતના હજીરા વિસ્તારમાં માછીમારોને પોલીસે માર માર્યો હોવાથી શહેર પોલીસ કમિશનરમાં લેખિતમાં ફરિયાદ કરવામાં આવી છે. લોકોનુ રક્ષણ કરતી પોલીસ જ માર મારી રહી છે. જેમાં એક પોલીસ કર્મચારી દ્વારા ઘરે પરત ફરી રહેલા માછીમારને માર મારવામાં આવ્યો હતો. માર મારવાની સમગ્ર ઘટના સીસીટીવી(CCTV)માં કેદ થઇ જવા પામી છે. ચાલો જાણીએ શું છે સમગ્ર મામલો.

બીજી તરફ મારનો ભોગ બનેલા માછીમારો પર જ હજીરા પોલીસે ફરજમાં રૂકાવટ બદલનો ગુનો નોંધી આરોપી બનાવી દેતા પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉભા થયા છે.જે સુરત પોલીસના ઉચ્ચ અધિકારીઓ માટે તપાસનો વિષય બની રહે છે. એટલું જ નહીં પરંતુ ભોગ બનનારાઓ દ્વારા શહેર પોલીસ કમિશનરમાં કરવામાં આવેલી ફરિયાદના પગલે હજીરા પોલીસ તરફથી સમાધાન કરી લેવા માટે પણ દબાણ કરાતું હોવાના આક્ષેપ થયા છે…

મધરાત્રિ દરમિયાન માછીમારી કરી ઘરે પરત ફરતા માછીમારોને ઢોરમાર મારવામાં આવ્યો હતો. માછીમારી કરી મોપેડ પણ ઘરે પરત ફરતા માછીમારની નિલાંજન સ્ટુડિયો નજીક મોપેડમાંથી એકાએક ચાવી કાઢી લઇ પોલીસ પીસીઆર વાનના ચાલકે માથાકૂટ કરી હતી. મારનો ભોગ બનેલા માછીમાર જીતેન્દ્ર વીનુ પટેલ દ્વારા આક્ષેપ કરાયા હતા કે, મોપેડની ચાવી કાઢી લેતા પીસીઆર વાનના જવાનને કારણ પૂછવામાં આવ્યું હતું. જે બાદ પોલીસ જવાને માથાકૂટ શરૂ કરી મોબાઈલ પણ ફેંકી દીધો હતો. જેના કારણે મોબાઈલને પણ નુકશાન થયું હતું.

ભોગ બનનારે વધુમાં જણાવ્યું હતું કે, માછીમારી કરી ઘરે પરત ફરતી વેળાએ પિતરાઈ ભાઈને માછલી આપી રહ્યો હતો ,તે વેળાએ જ પીસીઆર વાન ત્યાં ઘસી આવી હતી. જ્યાં પીસીઆર વાનમાંથી ઉતરેલા પોલીસ જવાને ગેરવર્તણૂક કરી માથાકૂટ કર્યા બાદ માર મારવાનું શરૂ કરી દીધું હતું.

કોઈ રીઢા ગુનેગાર હોય તેમ અમારા જોડે ગેરવર્તન કરી માર મારવામાં આવ્યો હતો. પોલીસ જવાન જાણે દારૂના નશામાં હતો અને કોઈ પણ ભાન ન હોય તેમ માર માર્યો હતો .જે બાદ મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. જ્યાં પોલીસ મથકના અધિકારી જોડે પણ આ બાબતે રજૂઆત કરવામાં આવી હતી. વધુમાં જણાવ્યું હતું કે, અમારા તરફથી પોલીસ મથકમાં લેખિતમાં ફરિયાદ આપવામાં આવી હતી, પરંતુ માત્ર અરજી લેવામાં આવી હતી. જે બાદ અમારા તરફથી પોલીસ કમિશનરમાં લેખિતમાં ફરિયાદ કરી કાર્યવાહીની માગ કરવામાં આવી છે.

( વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://videos.bhaskarassets.com/2022/03/24/whatsapp-video-2022-03-24-at-32009-pm_1648117061/mp4/v360.mp4 )

આ મામલે સમાધાન કરી લેવા માટે પણ અમારા પર દબાણ કરવામાં આવ્યું હતું. અમારા દ્વારા ગ્રામ પંચાયતના સીસીટીવી કેમેરા પણ આ ઘટના કેદ થઈ હતી. જે પુરાવા પણ પોલીસ કમિશનર કચેરીએ કરવામાં આવેલ ફરિયાદની સાથે રજૂ કરવામાં આવ્યા છે. પોલીસના મારના કારણે કાનમાં પણ ગંભીર ઇજા થઇ છે. આ મામલે પોલીસ જવાન સામે કાર્યવાહી થાય તેવી માગ છે.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Trishul News (@trishulnews)

ઘટના અંગે હજીરા પોલીસ મથકના પીઆઇ બી.એમ.પાટીદારનો ટેલિફોનિક સંપર્ક સાધવાનો પણ પ્રયત્ન કરવામાં આવ્યો હતો.પરંતુ તેઓ દ્વારા ફોન રિસિવ ન કરતા સંપર્ક થઈ શક્યો નહોતો. ત્યારે હજીરા પોલીસ મથકની પીસીઆર વાનના જવાન સામે માર માર્યાના થયેલ ગંભીર આક્ષેપ મામલે સુરત પોલીસ કમિશર કચેરીએ ફરિયાદ ભોગ બનનારા તરફથી કરવામાં આવી છે. પોલીસ કમિશનર આ મામલે શું તપાસના આદેશ આપી કાર્યવાહી કરે છે તે બાબત જોવાની રહે છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.