ફરી આવ્યા બથોબથ / સોખડા સ્વામિનારાયણ મંદિરનું રાજકારણ નેતાઓને પણ શરમાવે તેવું, જુઓ એવી ડખ્ખામારી થઈ કે કલેક્ટર સુધી પહોંચી બબાલ : જુઓ વિડિઓ

ટોપ ન્યૂઝ ગુજરાત

વડોદરાના સોખડા સ્વામીનારાયણનો વિવાદનો અંત આવતો નથી. સતત વધી રહેલા વિવાદો વચ્ચે હવે સોખડા સ્વામિનારાયણ સંપ્રદાય બે ભાગમાં વહેંચાયું છે. પ્રેમસ્વરૂપ સ્વામીનું અને પ્રબોધ સ્વામીનું ગ્રુપ બે ભાગમાં વહેંચાયું છે. પ્રેમસ્વરૂપ સ્વામી ગ્રુપના સરલ સ્વામીએ પ્રબોધ સ્વામીનો કોલર પકડીને અને અપશબ્દો બોલી મારી નાખવાની ધમકી આપી હોવાની ભક્તોએ કલેક્ટરને રજુઆત કરી છે.

જે મામલે જિલ્લા પોલીસ એક્સનમાં આવી અને પોલીસ તપાસ શરૂ કરવામાં આવી, તથા DySP, તાલુકા પોલીસ અને મામલતદારે સોખડા મંદિર ખાતે તપાસ હાથ ધરી હતી. અનેક સંતોની પૂછપરછ કરવામાં આવી, તથા મંદિરમાં કોઈ અઘટિત ઘટના ન બને માટે પોલિસ બંદોબસ્ત મૂકવામાં આવ્યો છે.

આ સમગ્ર વિવાદ વચ્ચે આજે પ્રબોધ સ્વામી અને પ્રેમ સ્વરૂપ સ્વામી જૂથના અગ્રણીઓની કલેક્ટર સાથે બેઠક પણ યોજાઈ હતી. આ સમગ્ર વિવાદ વચ્ચે સોખડા મંદિરના સરલ સ્વામીએ ઓડિયો વાયરલ કર્યો છે, જે પ્રમાણે તેમની અને ચરણ સ્વામીની પ્રબોધ સ્વામીએ માફી માગી છે.

જો કે સરલ સ્વામીના ઓડિયો પર સાધુ સુરજ જીવન દાસ, ગુરુ પ્રસાદ દાસ અને શ્રીજી ચરણ દાસે પ્રતિક્રિયા આપતા વાતને ખોટી ગણાવી છે. આ ઉપરાંત પ્રબોધ સ્વામી પર થયેલા હુમલાના આક્ષેપ મુદ્દે હરિભક્ત અનુજ ચૌહાણનો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં તેણે માંગ કરી છે કે, પ્રબોધ સ્વામી પર હુમલો કરનાર સ્વામીને સોખડા મંદિરથી બહાર કરવામાં આવે.

નોંધનીય છે કે, આ પહેલા પણ અનુજ ચૌહાણે કરેલી પોલીસ ફરિયાદમાં પ્રબોધ સ્વામી પર જાનનું જોખમ હોવાની પોલીસને જાણકારી આપી હતી. ઉલ્લેખનીય છે કે, હરિપ્રસાદ સ્વામીના દેવલોક થયા પછી ગાદી માટે વિવાદ વકરી રહ્યો છે અને છેલ્લા 10 દિવસથી લોકો માટે મંદિરમાં પ્રવેશ પણ બંધ રાખવામાં આવ્યો છે.

(વિવાદ થતાં હરિધામ સોખડા મંદિરમાં દર્શન હાલ બંધ કરવામાં આવ્યા છે)

સંતોના બંને જૂથોનો વિવાદ હવે કલેકટર સુધી પહોંચ્યો છે. સોખડા હરિધામ મંદિરના વિવાદનો મામલે પ્રેમ સ્વરૂપ સ્વામી અને પ્રબોધ સ્વામી જૂથના સંતો અને સેવકો કલેક્ટર ઓફિસ પહોંચ્યા હતા. વડોદરા કલેકટર એબી ગોર સાથે સંતો અને સેવકો સાથે બેઠક કરી હતી. પ્રબોધ સ્વામી જૂથના અનુયાયીઓએ ગઈકાલે કલેક્ટરને આવેદનપત્ર આપ્યુ હતું. કલેક્ટર એબી ગોરે આ મામલે કહ્યુ કે, સંતો મને મળવા આવ્યા હતા. સંતોની રજૂઆત સાંભળી ચેરિટી કમિશનરને રજૂઆત ફોરવર્ડ કરીશ.

( વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://videos.bhaskarassets.com/2022/03/16/10-vadodara-sokhda-haribhakto-hobalo-rohit_1647426880/mp4/v360.mp4 )

પ્રેમ સ્વરૂપ સ્વામીના જૂથના સંતોની બેઠક કલેકટર સાથે પૂર્ણ થયા બાદ શ્રીજીચરણ સ્વામીએ કહ્યુ હતું કે, કલેકટરે અમને કહ્યું છે કે, બંને પક્ષો શાંતિ જાળવો. કલેક્ટરને મંદિરનો વિવાદ ઉકેલાય તેવી અમે માંગણી કરી છે. બધાને ખબર છે મંદિરમાં ગાદીનો વિવાદ ચાલે છે, શાંતિથી વિવાદ પૂરો થાય એવી અમને વિનંતી કરી. કલેક્ટરે અમારી રજૂઆત ધ્યાનપૂર્વક સાંભળી છે. વિવાદનો અમે શાંતિથી ઉકેલ લાવીશું, ભજન પ્રાર્થનાથી વિવાદનો ઉકેલ લાવીશું.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.